જાણો આ કૂતરાની ચતુરાઈ વિશે કે જે જાણીને માલિક પણ થઇ ગયો આશ્ચર્યચકિત…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય દિન-પ્રતિદિન આધુનિક બનતો જાય છે. આ આધુનિક સમયમા એવા-એવા સંશોધનો થઇ ચુક્યા છે કે, જેના ઉપયોગથી માનવજીવન હાલ ખુબ જ સરળ બની ચુક્યુ છે. આ યંત્રોના કારણે હાલ આપણે ૧૦ દિવસનુ કામ ફક્ત ૧ જ દિવસમા પૂર્ણ કરી શકીએ છીએ. આ ઉપરાંત આ નવા-નવા સંશોધનો ના કારણે આપણા વ્યવસાયથી માંડીને આપણી સુરક્ષા સુધીમા અનેકવિધ પ્રકારના પરિવર્તનો આવેલા છે.

આજના આધુનિક યુગમા સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખુબ જ ચાલ્યો છે. દેશ-વિદેશમા બનતી તમામ નાની-મોટી ઘટના વિશે તમને સોશિયલ મીડિયામાંથી માહિતી મળી જાય છે. આજના આ યુગમા આ સોશિયલ મીડિયા એ એક એવુ મજબુત નેટવર્ક બની ચુક્યુ છે કે, વિશ્વમા બનતી નાનામા નાની ઘટના પણ આ પ્લેટફોર્મ પર તુરંત જ વાઈરલ થઇ જાય છે, તો આજે આ લેખમા પણ આપણે કઈક આવી જ ઘટના વિશે વાત કરવાની છે, ચાલો જાણીએ.

હાલ, દરરોજ સોશિયલ મીડિયા પર અનેકવિધ પ્રકારના વીડિયો વાયરલ થાય છે અને સામાન્ય રીતે આ વિડિયોઝમા અમુક વાર પ્રાણીઓની વિચિત્ર ગતિવિધિઓને લગતા વિડિયોઝ પણ જોવા મળી રહે છે અને તેમા પણ અમુક વિડિયોઝ એવા રસપ્રદ હોય છે કે, તે તરત જ વાયરલ થઈ જતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશુ.

આ વિડીયોમા એક કૂતરો પોતાના માલિકને ખૂબ જ ચોકસાઇપૂર્વક બેવકૂફ બનાવતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમા એવુ દ્રશ્ય જોવા મળી રહ્યુ છે કે, કુતરો એ ઘરની અંદર રૂમમા ટેબલ પાસે તેના માલિકની સાથે બેઠો છે. તેના માલિક તેને કઈક કહી રહ્યા છે અને ત્યારપછી તેને આલમારીમાંથી કેક ખાવા માટે આપે છે. માલિક કેક ને ટેબલ પર મૂકે છે જ્યા કૂતરો બેઠેલો હોય છે. બસ અહીંથી જ કુતરાની રમતની શરૂઆત થાય છે.

કુતરાને આ વસ્તુ વિશે ખ્યાલ નથી હોતો કે, નજીકમા જ એક કેમેરો પડેલો છે, જે તેની બધી ક્રિયાઓ રેકોર્ડ કરી રહ્યો છે. તેનો માલિક કોઈક કામના કારણે આ જગ્યાએથી ચાલ્યો જાય છે. માલિક રૂમની બહાર ચાલ્યા ગયા છે, આ વાત કુતરાને જાણ થતા જ તે ધીમે ધીમે ટેબલ પર મૂકેલી કેક તરફ આગળ વધ્યો અને ત્યારબાદ તે કેક ખાવા લાગ્યો.

આ કેક ખાઈ લીધા પછી, આ કુતરાએ જે ચતુરાઈ વાપરી તે જાણવા જેવી છે. કેક ખાધા પછી તે અલમારી પાસે ગયો અને અલમારીમા પડેલુ બીજુ કેક લઈને આવ્યો અને તે કેક તેણે ટેબલ ઉપર રાખી દીધુ, જેમ તેના માલિક પહેલા મુકીને ગયા હતા અને ફરીથી ટેબલની પાસે જઈને બેસી ગયો. ખરેખર, આ વિડીયો જોઇને કહી શકાય કે, માણસ ની સાથે રહીને કુતરાઓ પણ માણસની જેમ ફરેબ કરતા સીખી ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ