ચાલ આજે તારીને મારી સેલ્ફી પાડીએ એક એવી યાદો ને ભેગી કરીએ જે આપણે પેહલા નથી કરી શક્યા..

65 વર્ષ ના રાવજી કાકા અને 62 વર્ષના અંજુ કાકી આજે બહાર જતા હતા અને કાકી સરસ તૈયાર થયા હતા અને કાકા એ તરતજ પોતાનો આધુનિક મોબાઇલ ચાલુ કર્યો અને કાકીને કહે અરે તું સરસ તૈયાર થઇ છે ચાલ આજે આપણે બંને સેલ્ફી પાડીએ અને કાકી કહે તમેય શું!!!!!પેલા જુવાનીયા જેવા થાવ છો ..આ ઉંમરે આ બધું સારું ના લાગે …અરે શું સારું ના લાગે જેવું એ લોકો કરે છે એવું આપણે કરવાનું છે. એમાં શું સારું ના લાગે!!!! અને કાકા મોબાઈલ ઉંચો કરી કેમેરા સામે જોવાનું કહે છે અને કાકી મોબાઇલ સામે જોઈ કહે છે તમનેએ આ ચાલુ કરતા આવડે છે કેમનો ફોટો પડે એ ખબર છે.

હા ….મેં બધું શીખી લીધું કોની જોડે ..અરે આપણા લાલુની દીકરી જોડે અરે !!!એતો હજી નાની છે એને શું આવડે!!આ મોબાઈલ માં, અરે અંજુ તને ખબર નથી આજ કાલના બધા બાળકોને આવડે આ મોબાઇલ આપણને પણ આવડે પણ થોડી વાર લાગે. આપણા જમાના માં આવા કોઈ મોબાઇલ નહોતા કે આપણે આવું સેલ્ફી પાડીએ ત્યારે તો ફકક્ત ટેલિફોન ઘંટડી વાળા ઘરે ઘરે હોય…અને જેના ઘેર ફોન હોય એ પૈસાદાર કેહવાય .

હવે તો બધાય મોબાઇલ વાપરે અને ચલતા ચાલતા વાતો કરે આપણી જિંદગી તો હવે પુરી થઇ ગઈ ….ના ના એવું ના બોલ અંજુ!!!!!આપણી જિંદગી હવે શરુ થઇ હવે તો આપણને બે જણને જીવવવાનો ટાઈમ મળ્યો છે.અંજુ લગ્નના 35 વર્ષ થયા આટલા વર્ષોમાં આપડે એકલા ક્યાંય બહાર ગયા નથી કે આપણે આપની માટે તો જીવ્યા જ નહી પેહલા લાલુ થયો પછી રેનું આવી અને પછી તો જિંદગી જાણે એમની માટેજ હોય એમ આપણે આપણું જીવવવાનું ભૂલીજ ગયા એ નાના હતા ત્યારે સ્કૂલમાં જવાનું મોટા થયા ત્યારે કોલેજ અને પછી નોકરી અને હવે એમના લગ્ન અને લગ્ન પછી એમના છોકરા …..આ બધું કરતા કરતા તો આપણા બેની પણ એક આગવી જિંદગી છે એતો ભૂલીજ ગયા.

અંજુ આજે છોકરાઓ અલગ જતા રહ્યા એમની પોતાની દુનિયામાં એમને સારી નોકરી મળી એટલે એ આપણા કરતા થોડા સધ્ધર થયા અને આજે એમની દુનિયા અલગ આપણી અલગ છે અને છતાંય એ આપળો ખ્યાલ રાખે ક્યારેક આપણે ઘરે આવે આપણે એમના ઘરે જઈએ પછી આનાથી વધારે અપેક્ષા રખાઈ ? ના……નહિ તો છોકરાઓનાં મન પરથી આપણે ઉતરી જઈએ..જેવું ચાલે છે તેવું ચાલવા દો.

એટલેજ કહું છું ચાલ આજે તારીને મારી સેલ્ફી પાડીએ એક એવી યાદો ને ભેગી કરીએ જે આપણે પેહલા નથી કરી શક્યા.. તું ત્યારે પણ એટલી જ સુંદર હતી અને આજે પણ છે પણ ત્યારે મારી જવાબદારી ઓ એ તારી સુંદરતા તરફ ધ્યાન આવવાજ ના દીધું. હજુય તું એજ અંજુ છે જે હું પેહલી વાર જોવા આવ્યો તો એવી….અને કાકા અંજુ કાકી ને મોબાઈલ માં કેમેરો ઓન કરી સામે જોવાનું કહે છે અને કાકી અને કાકા ની એક સેલ્ફી આવી જાય છે અને કાકી સરમાય છે…તમેય શું…. અને કાકા કહે છે અરે હવે થી આવુજ જીવવાનું છે તારે સરસ તૈયાર થઇ જવાનું અને આપણે બહાર ફરવા જવાનું ખુબ સારી સેલ્ફી પાડવાની અને…પોતાને ગમતું બધું કરવાનું.

અંજુ ઉંમરના આંકડા તો વધતા જાય પણ એને આપણી કમજોરી સમજી અને વૃદ્ધા અવસ્થા છે એમ માની ઘરમાં ના બેસી રહેવાય….આજ ઉમરં છે અને આ જિંદગી પણ હવે થોડી છે તો .શા માટે બધાથી બીને ચાલવાનું .. હવે થી હું પણ પેલા જુવાનિયાઓ ની જેમ તારી સેલ્ફી લેતા તને શિખવાડીશ અને તું પણ તારી ને મારી સેલ્ફી લેજે.. આપણે આપણી પાછલી જિંદગી ખુબ સરસ કોઈ પણ બોજ વગર જીવીશું. થોડુંક આપણા માટે જીવીશું…….

લેખક : નયના નરેશ પટેલ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ