6 કલાક માટે આજે રાતે બંધ રહેશે આ બેંકની મોબાઈલ સેવાઓ, જાણો તમે પણ

નેટ બેંકિંગ અને મોબાઈલ સર્વિસને લઈને એચડીએફસી બેંકે જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે આજે રાતે 12 વાગ્યાથી 6 કલાક માટ બેંકની ઓનલાઈન સેવાઓ પ્રભાવિત રહેશે.

image soucre

જો તમે પણ દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક એટલે કે એચડીએફસીના ગ્રાહક છો તો તમે નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગને લઈને આજે થોડી મુશ્કેલી અનુભવી શકો છો. એચડીએફસી બેંકે ગ્રાહકોને મેલ કરીને જાણકારી 2 દિવસ પહેલાથી આપી છે કે આજે રાતે 12 વાગ્યાથી 6 કલાક માટે તેની નેટબેંકિંગ સર્વિસ બંધ રહેશે.

image soucre

બેંકે પોતાના ઈમેલ મેસેજમાં ગ્રાહકોને લખ્યું છે કે બેંકનું શિડ્યુલ નેન્ટનન્સનું કામ હોવાથી 18 જુલાઈના રાતે 12 વાગયાથી સવારે 6 વાગ્યા સુધી નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની સર્વિસ બંધ રહેશે. આ સમયે ગ્રાહકો આ સેવાનો લાભ લેવા ઈચ્છે છે તો તેઓ તેમ કરી શકશે નહીં. બેંકે આ માટે દુઃખ વ્યક્ત કર્યું છે.

બેંકનું માર્કેટ કેપ 8.26 લાખ કરોડને પાર

image soucre

માર્કેટ કેપના આધારે એચડીએફસી બેંક દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક છે. બેંકનુ હાલનું માર્કેટ કેપ 8.26 લાખ કરોડ રૂપિયાને પાર છે.એચડીએફસી બેંકે આઈસીઆઈસીઆઈ બેંકને હરાવીને આ સ્થાન મેળવ્યું છે. આ બેંકમાં લગભગ 1.16 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

બેંક બદલી રહ્યું છે પોતાની રણનીતિ

image soucre

આ પહેલાં બેંકના નવા ચીફ શશિ જગદીશનને ગયા મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે બેંકમાં અનેક ફેરફાર આવી રહ્યા છે. તેની અસર લોનના વધારામાં જોવા મળી રહી છે. બેંકમાં ફેરફારને લઈને તેઓએ કહ્યું કે આવનારા સમયમાં અનેક અવસરોનો લાભ મળી શકશે અને સાથે આ પહેલને આંતરિક રીતે પ્રોજેક્ટ ફ્યુચર રેડી નામ અપાયું છે.

ગ્રાહકોને મળી રહ્યો છે લાભ

image soucre

બેંકની તરફથી કહેવાયું છે કે આવનારા સમયમાં અનેક ગ્રાહક ક્ષએત્રમાં અવસરોનો લાભ લેવા માટે કેન્દ્રિત વ્યવસાયિક કાર્યક્ષેત્ર અને વિતરણ ચેનલની વ્યવસ્થા કરાઈ છે. બેંકના મુખ્ય કાર્યકારી અને પ્રબંધ નિર્દેશક જગદીશનને કહ્યું મને વિશ્વાસ છે કે આ ફેરફાર જરૂરી રણનીતિ અને નિષ્પાદન ક્ષમતા તૈયાર કરશે જેની ભારતમા ગ્રાહકોની સેવા માટે જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong