માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની શરૂઆત ગુડી પડવાના દિવસથી થાય છે તો તે શુભ રહે છે. આ દિવસથી હિંદુ ધર્માવલંબિયોનું નવું વર્ષ અને ચૈત્ર માસની નવરાત્રિ પણ શરૂ થાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુડી પડવાના દિવસે કેટલાક કામ કરવાથી ફાયદો થાય છે અને કેટલાક કામને ત્યજી દેવાથી ફાયદો થાય છે.

ગુડી પડવાથી શરૂ થતા ચૈત્ર મહિનાની શરૂઆતમાં આ ચીજોથી સ્નાન કરવાથી ફાયદો થશે
ચૈત્ર નવરાત્રિના એક દિવસ પહેલાં જ હિન્દુ વર્ષ એટલે કે ગુડી પડવાની સવારે સૂર્યોદય પહેલા શરીર પર બેસન, હળદર, ગાયનું કાચું દૂધ મિક્સ કરીને લેપ બનાવી લો. તેને આખા શરીર પર લગાવો. આ લેપમાં 11 ટીપાં સરસિાનું તેલ પણ મિક્સ કરી તેનો ઉબટન ફેસ, ગરદન, હાથ પગ પર લગાવીને સ્નાન કરો. તેને ઘસીને સાફ કરો જો શક્ય હોય તો ન્હાવાના પાણીમાં ગંગાજળ પણ મિક્સ કરી લો. આમ કરવાથી લાભ થશે.

જ્યારે તમે સ્નાન કરી લો ત્યારે ઘરના પૂજા સ્થળમાં ગાયના ઘીનો એક દીવો કરો અને માતા દુર્ગાના બીજ મંત્રનું ઉચ્ચારણ કરો. આ સાથે એક હજાર વાર જપ ચંદનની માળાથી કરો. આમ કરવાથી મા દુર્ગાની કૃપા મળે છે અને મનોકામના પૂરી થયા છે. પરિવાર સાથે બેસીને તમે શ્રી દુર્ગા સપ્તસતીના પાઠ પમ કરી શકો છો. આમ કરવાથી પરિવારમાં સદૈવ સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
જાણો કઈ વસ્તુઓનો કરવો પડશે ત્યાગ

અહીં આપને જણાવી દઈએ કે 133 એપ્રિલથી ચૈત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે. આ સમયે તબિયતની કાળજી લેવાની ખાસ જરૂર રહે છે. ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવું જરૂરી છે. આ સાથે આ સમયે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. લીમડાની પૂજા કરાય છે. લોકો ચૈત્ર મહિનામાં લીમડાનો મ્હોર ખાય છે. માન્યતા છે કે લીમડાનો મ્હોર ખાવાથી શરીરમાં રોગ આવતો નથી. ચૈત્ર મહિનાની પૂજામાં અને આરોગવામાં ક્યારેય સાદુ દૂધ ન પીવું, તેલવાળું અને મસાલાવાળું ખાવાનું ન ખાવું.
જાણો ક્યારે આવશે કામદા એકાદશી
શુક્રવારે કામદા એકાદશી રહેશે અને 25 એપ્રિલે મહાવીર સ્વામી જયંતિની ઉજવણી કરાશે. ચૈત્ર મહિનાના છેલ્લા દિવસમાં હનુમાન જયંતીની પણ ઉજવણી કરાશે.

શું ખાસ બને છે
ગુડી પડવાના દિવસે નૌવારી એટલે કે 9 ગજ લાંબી સાડી પહેરવામાં આવે છે. આ દિવસે પુરુશો પણ લાલ અને કેસરીયિ પાઘડીની સાથે કુરતો અને ધોતી પહેરે છે. આ દિવસે પૂરણપોળી ખાસ રીતે બનાવવામાં આવે છે. ગુડી પડવો એ મહારાષ્ટ્રનો તહેવાર છે. તેને અલગ અલગ નામથી અલગ અલગ જગ્યાએ ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હતી. આ દિવસે પ્રસાદમ વહેંચવામાં આવે છે. કર્ણાટકમાં માન્યતા છે કે તેના સેવનથી વ્યક્તિ આખું વર્ષ નીરોગી રહે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસે પૂરણ પોળી બને છે. તેને મીઠી રોટલી પણ કહેવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,