ચાઈનીઝ ફૂડ આરોગનારાઓ થઈ જજો સાવધાન, ૩ વર્ષના બાળકની પરિસ્થિતિ જાણીને રૂંવાડા થઈ જશે ઉભા

ચાઈનીઝ આરોગનારાઓ માટે આ ખબર ખાસ વાંચવા યોગ્ય. જી હા, હરિયાણા રાજ્યના યમનુનાગરમાં ૩ વર્ષના બાળકના ફેંફસા ચાઉમીન ખાવાથી ફાટી ગયા હતા. ચાઉમીનમાં નાખવામાં આવતી ચટણી ખાવાથી બાળક ઓચિંતો જ બિમાર પડી જતા હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં જઈ હકીકત જાણી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યુ.

મળતી માહિતી અનુસાર ચાઉમીન ની ચટણીમાં એસેટિક એસિડ હતુ, તેના કારણે બાળકનું શરીર દાઝી જવા પામ્યુ અને ફેફસા ખરાબ થઈ ગયા. બાળકને જ્યારે હોસ્પીટલે લઇ જવામાં આવ્યો ત્યારે તેની બોડી કાળી પડી ચૂકી હતી. તે સમયે તેનું બ્લડ પ્રેશર પણ લગભગ ઝીરો હતુ. ડોક્ટરે જણાવ્યુ કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એ ક્સ-રે કરાવવા પર બાળકના ફેફસા ફાટી ગયેલા નજર આવ્યા હતા.

 

બાળકના પિતાનું કહેવું છે કે તેણે ચાઉમીનમાં નાખવામાં આવતી ચટણી વધારે ખાઈ લીધી હતી. બાળકના પિતા મંજૂરના હાથ પર સોસ પડતા હાથ દાઝી જવા પામ્યો હતો.

આ બાબતે ડોક્ટર્સનું કહેવુ છે કે આ રીતનો મામલો પ્રથમવાર સામે આવ્યો છે. ડોક્ટરોના મત મુજબ એ સેટિક એ સિડના કારણે તેના ઓર્ગન અંદરથી બળી ગયા હતા. ડોક્ટરે ઓપરેશન કર્યુ ત્યારે સારવાર દરમિયાન ત્રણ વાર તેના હ્દયે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. ૧૬ દિવસ સુધી વેન્ટીલેટર પર રખાયા બાદ હવે ધીરે-ધીરે તેની પરિસ્થિતિમાં સુધારો થયો છે. ખૂબ મુશ્કેલીથી બાળકનો જીવ બચાવી શક્યા છે.

બાળકના પિતા એ જણાવ્યુ કે તેમના બે સંતાનો છે. નાનો દીકરો ઉસ્માન ચાઉમીન ખાવા જીદ કરી રહ્યો હતો. તેને ઘરની પાસે આવેલી લારી પર બાળકને લઈ ગયો. ચાઉમીન ખાતા ટાઈમે લારીમાં રાખેલા સોસને ચાઉમીનમાં નાખ્યો. પછી આ સોસ પીવા લાગ્યો. ત્યાર પછી થોડીવારમાં તો ઉસ્માન ની તબિયત લથડવા લાગી અને શરીર પણ કાળુ પડવા લાગ્યુ.

‘ચાટ વાળા પણ કરે છે એસિડનો ઉપયોગ’ – આ બાબતે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિખિલભાઈ એ એ ક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે અમારી પાસે જ્યારે બાળક આવ્યુ ત્યારે તેનું બ્લડ પ્રેશર લો હતુ અને નસ પણ પકડાતી ન હતી. વધુ હવા ભરાવાના કારણે ફેફસા ફાટી ગયા હતા. નિષ્ણાતોના મત મુજબ સ્વાદ વધારવા માટે સોસમાં એ સેટિક એ સિડ મેળવવામાં આવે છે. આવા સોસ શરીર માટે અત્યંત જ હાનિકારક હોઈ છે. પાણીપુરી વહેંચવા વાળા પણ આ એ સિડનો ઉપયોગ પાણી સ્વાદિષ્ટ બનાવવા માટે કરે છે.

સ્વાસ્થય માટે સારી નથી ચાઈનીઝ ફૂડની આદત, ધીમુ ઝેર છે ચાઈનીઝ ફૂડ

વર્તમાનમાં ચાઈનીઝ ફૂડ સૌથી વધારે લોકપ્રિય થઇ ગયુ છે, બાળકો હોઈ કે પછી વૃધ્ધો બધા તેના દિવાના છે. વાત ચાહે લંચ બોક્સમાં સ્પેશિયલ રાખવાની હોઈ કે પછી કોલેજ કેન્ટીનમાં હળવી ભૂખ શમાવાની, બધી જગ્યા એ ચાઈનીઝ ફૂડને પસંદ કરવામાં આવે છે. પરંતુ સ્વાદના દિવાના કદાચ એ નથી જાણતા કે સ્વાદિષ્ટ ચાઈનીઝ ફૂડ સ્વાસ્થય માટે હાનિકારક થઈ શકે છે. ચાઇનીઝ ફૂડમાં સોડિયમ ની વધુ માત્રા અને સ્વાદ વધારવામાં માટે કરવામાં અાવતા અજીનોમોટો અને સોયા ઉત્પાદોનો ઉપયોગ શરીર માટે ધીમુ ઝેર છે.

હાડકાને નબળા કરે છે

શું તમે જાણો છો, ગત થોડા વર્ષોથી આપણી આદત બની ચૂકેલુ ચાઈનીઝ ફૂડ અાપણા હાડકાને નબળા કરી રહ્યુ છે. જી હા ચાઈનીઝ ફૂડની દરેક આઈટમમાં ઉપયોગ થનાર અજીનોમોટોમાં કારસિજૈનિક નામનો પદાર્થ રહેલો હોઈ છે જે આપણા હાડકાને નબળા કરી રહ્યો છે.

મગજ પર અસર – ચાઈનીઝ ફૂડમાં રહેલા અજીનોમોટોને કારણે,સેવન કરવા વાળાને તેના સ્વાદની આદત પડી જાય છે. અને વારે-વારે ભૂખ લાગવા લાગે છે. આ રીતે મગજની નસો ઉતેજીત થઈને ન્યુરોટ્રાંસમીટરને વધારી દે છે. અને માથાનો દુખાવો, વ્યવહારમાં ફેરફાર, હ્દયના ધબાકારા વધવા જેવા સમસ્યાઓ જોવા મળે છે.

કેન્સરનું જોખમ – નિશ્ચિત રુપથી ચાઈનીઝ ફૂડમાં સોયા પ્રોટીન નો એ ક સમૃદ્ધ સ્ત્રોત છે, પરંતુ તેમાં ઉચ્ચ માત્રામાં ફીટોએ સ્ટ્રોગેન તત્વ પણ રહેલુ હોઇ છે. તેનું વધુ માત્રામાં સેવન સ્તન કેન્સર, ઈંફર્ટિલીટી, ગર્ભાશય ફાઈબ્રોએ ડ, સેક્સ ઈચ્છામાં કમી અને એંડોમેટ્રિઓસિસ જેવી સમસ્યાનું કારણ બની શકે છે.

બ્લડ પ્રેશર વધવુ – ચાઈનીઝ ફૂડમાં રહેલ એ મએ સજી એ ટલે કે મોનોસોડિયમ ગ્લૂટામેટની વધારે માત્રા થી બ્લડ પ્રેશર વધી શકે છે અને આવા લોકો જે પહેલાથી જ હાઈપરટેંશન નો શિકાર છે તેમના માટે વધુ સમસ્યા વધી શકે છે.

પાચનતંત્રમાં ગડબડ – સોયા ફાઈટેટનો એ ક સમૃદ્ધ સ્ત્રોત છે, આ એ ક એ ંજાઈમ છે જે માનવ પાચનતંત્ર માં મિનરલના અવશોષણ ને બ્લોક કરી દે છે. જેનાથી પાચનતંત્ર માં ગડબડ આવવાથી ઘણી પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓનું કારણ બની શકે છે.

 

હ્દયની બિમારીનું જોખમ – એ મએ સજી એક પ્રકારનું પ્રિજર્વેટિવ છે, જેનો ઉપયોગ ચાઈનીઝ ફૂડનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેમાં સોડિયમની માત્રા વધારે હોઈ છે. તેના વધારે ઉપયોગથી હ્દય પર અસર થઈ શકે છે. તેના કારણે હાર્ટબીટ તેજ થઈ શકે છે, કાર્ડિએ ક એ રેસ્ટ થઈ શકે છે અને છાતીમાં દુખાવો થવાની આશંકા પણ રહે છે.

અન્ય સમસ્યાઓ – એ મએ સજી બીજા ફ્લેવર જેમ કે મુખ્યત :- મીઠુ અને ખાંડને સાથે મેળવીને કામ કરે છે અને ઉમામી ફ્લવેરને સક્રિય કરીને તમારા સ્વાદને વધારે છે. પરંતુ તેના વધારે ઉપયોગથી શરૂઆતમાં માથાનો દુખાવો, મોં પર લાલાશ, પરસેવો, સુન્ન થવુ, ચહેરા પર દબાવ, છાતીમાં દુખાવો, ઉલ્ટી અને નબળાઈ જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. અમુક અધ્યયનમાં ખ્યાલ આવ્યો કે તેના સેવનથી બાળકોના મગજ અને આંખ પર પણ અસર પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ