ચહેરા પરના બધા ડાધા-ધબ્બાને દૂર કરવા અને ચમકીલો બનાવવા ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુઓનો કરો ઉપયોગ

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો ચહેરો ચમકદાર અને સાફ દેખાય. પરંતુ ધૂળ અને પ્રદૂષણના કારણે ઘણી વખત ચહેરા પર ગંદકીનો આ પ્રકારનો જથ્થો જમા થઈ જાય છે કે ચહેરો કાળો થવા લાગે છે. જો તમે નજીકથી ચહેરો જોશો, તો ઘણી વાર તમને લાગશે કે ચહેરા પર ધૂળની એક માત્રા જમા થઈ ગઈ છે. જો તમે આ સ્તરથી છૂટકારો મેળવવા માટે કોઈ ઘરેલું ઉપાય શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે શ્રેષ્ઠ છે. અહીં જણાવેલા ઉપાયો અપનાવવાથી તમારો ચેહરો સાફ થશે.

ચેહરા પર આ રીતે ટમેટાનો ઉપયોગ કરો

image source

આ ઋતુમાં શ્રેષ્ઠ ટમેટાં આવે છે જે એકદમ રસદાર પણ હોય છે. જો તમે તમારી ત્વચાને સાફ કરવા માંગો છો, તો ટમેટાંનો રસ ચહેરા પર લગાવો. જ્યારે ટમેટાંનો રસ સુકાઈ જાય, ત્યારે તમારા ચેહરા પર થોડું પાણી લગાવીને મસાજ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર આ ઉપાય અપનાવવાથી ચેહરો સાફ અને સુંદર દેખાશે.

મુલતાની માટી

image source

મુલતાની માટી ત્વચા માટે ઉત્તમ છે. ઘણા લોકોની ત્વચા એટલી તૈલી હોય છે કે ચહેરો જોતાં જ એવું લાગે છે કે ચેહરા પર ક્રીમના બદલે તેલ લગાડ્યું છે. તેલયુક્ત ત્વચા પર પિમ્પલ્સ આવવા પણ સૌથી સામાન્ય સમસ્યા છે. જો તમે તમારા ચહેરા પર મુલતાની માટી લગાવશો તો તે ત્વચાને કુદરતી રીતે સાફ કરશે, સાથે ચેહરાને ગ્લોઈંગ પણ બનાવશે.

પપૈયા પણ અસરકારક

image source

તમે ફળોમાં ઘણી વખત પપૈયા ખાધા હશે. પપૈયા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ સાથે તે ત્વચા માટે પણ સારા માનવામાં આવે છે. ત્વચાની સમસ્યા દૂર કરવા માટે પપૈયાને ઓટમીલ અને કાચા દૂધ સાથે મેશ કરીને ચહેરા પર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે હળવા હાથથી ચહેરો સાફ કરો.

ચણાનો લોટ

image source

ચણાનો લોટ ત્વચાને સાફ કરવા માટે ખુબ ઉપયોગી છે. આ માટે માત્ર ચણાના લોટમાં થોડું દહીં મિક્સ કરી ચહેરાની મસાજ કરો. થોડા સમય પછી ચહેરાને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અપનાવવાથી ચેહરો બેદાગ થશે અને ચેહરા પરની ચમક જળવાઈ રહેશે.

દહીં પણ અસરકારક છે

image source

દહીં તમારા પાચન માટે તો ફાયદાકારક છે જ સાથે તે તમારા ચહેરાની ગંદકી સાફ કરવાનું પણ કામ કરે છે. આ માટે, ફક્ત બેથી ત્રણ ચમચી દહીં લો અને ચહેરા પર મસાજ કરો. થોડો સમય માલિશ કર્યા પછી ચહેરાને પાણીથી ધોઈ લો. આ તમારી ત્વચાને સાફ કરશે.

બટેટા

image source

બટેટાનો ઉપયોગ કરવાથી પણ ત્વચામાં ઘણો ફાયદો થાય છે. ત્વચાને બેદાગ બનાવવા માટે બટેટા અને હળદરના ફેસપેક્સનો ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે અડધા બટેટાને છીણી લો, ત્યારબાદ તેમાં એક ચપટી હળદર નાખી તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ફેસપેક લગાવવાથી તમારા ચેહરા પર તફાવત તમે તમારી રીતે જોશો.

ગુલાબજળ

image source

ગુલાબજળ પ્રાકૃતિક ઈસ્ટ્રિજન્ટ તરીકે કામ કરે છે. તે ત્વચાને લગતી તમામ સમસ્યાઓ માટે ટોનર તરીકે ઉપયોગી છે. આપણી ત્વચાને ક્લીનઝિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝ કરવું એ ખૂબ મહત્વનું છે. આ બધામાં ઘણી વખત આપણે ટોનિંગને અવગણીએ છીએ. જ્યારે ત્વચાની સંભાળ માટે પણ ટોનિંગ એક મહત્વપૂર્ણ છે. આ માટે,ચહેરો ધોયા પછી એક કોટનમાં થોડું ગુલાબજળ લઈને તમારો ચેહરો સાફ કરો. આ તમારા ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે સાથે ચેહરા પરના ડાઘ અને કરચલીઓ પણ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત