ચેહરાને વધુ સુંદર બનાવવા માટે રાત્રે તમારા ચેહરા પર બટેટા લગાવો, તમારી ત્વચા એકદમ સુંદર થઈ જશે

બટેટા વિશે તો દરેક લોકો જાણે જ છે, જો જમવામાં બટેટાનું શાક ના હોય તો બનેલી રસોઈ અપૂર્ણ લાગે છે, બટેટા દરેક લોકોના રસોડામાં હોય જ છે. બટેટા જેટલા આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે એટલા જ તે આપણા ચહેરા માટે પણ ફાયદાકારક છે, પરંતુ બટેટાનો ઉપયોગ ચેહરા પર કેવી રીતે કરવો અને તેનાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે અમે તમને બટેટાને ચેહરા પર ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ.

image source

– છોકરાઓ અથવા છોકરીઓ બધા તેમના ચહેરાની સુંદરતા જાળવવા માંગે છે, જો તમારા ચહેરા પર ડાર્ક સર્કલ હોય તો તમે તે ડાર્ક સર્કલ બટાકાની મદદથી કાઢી શકો છો, આ માટે તમારે બટેટાને ગોળ આકારમાં કાપીને તમારી આંખો પર રાખવા પડશે. આ ઉપાય અપનાવવાથી થોડા દિવસોમાં જ તમારા ડાર્ક સર્કલની સમસ્યા દૂર થશે.

image source

– ચહેરાને ચમકદાર બનાવવા માટે દરરોજ તમારા ચહેરા પર બટેટા લગાવો, તે તમારા ચહેરાને એકદમ ગ્લોઈંગ બનાવશે, તમે બટેટાની સાથે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, લીંબુ આપણા ચહેરાની કાળાશને દૂર કરવા માટે એક સરસ રીત છે. તમે સીધુ લીંબુ ચેહરા પર ના લગાડતા કારણ કે તે તમારી ત્વચા પર પિમ્પલ્સ લાવી શકે છે, તેથી લીંબુનો ઉપયોગ તમે બટેટાની પેસ્ટમાં ઉમેરીને કરી શકો છો. જે તમારી ત્વચાની રંગતમાં વધારો કરશે.

image source

– તમારા ચેહરાની સુંદરતા વધારવા માટે તમે બટેટાનું જ્યુસ પણ વાપરી શકો છો, આ માટે તમારે લીંબુ ની જરૂર પડશે. સૌ પ્રથમ બટેટાને છીણીને તેમાંથી બટેટાનો રસ એક બાઉલમાં કાઢો, ત્યારબાદ તેમાં થોડી ચમચી લીંબુનો રસ નાખી દો. હવે તેમાં મુલતાની માટી ઉમેરો અને એક પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો, જ્યારે આ પેસ્ટ સુકાવા લાગે ત્યારે તમારા ચેહરાને પાણીથી ધોઈ લો. આ ઉપાયથી તમને ઘણા સારા પરિણામ મળશે.

image source

– બટેટા અને હળદરના ફેસપેક્સનો નિયમિત ઉપયોગ ત્વચાના રંગને સાફ કરવામાં મદદ કરે છે. આ માટે અડધા બટેટાને છીણી નાંખો, ત્યારબાદ તેમાં એક ચપટી હળદર નાખી તેની એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ફેસપેક લગાવવાથી તમારા ચેહરા પર તફાવત તમે તમારી રીતે જોશો.

image source

– સૌથી પેહલા બટેટાની છાલ કાઢો અને તેને છીણી તેનો રસ કાઢી લો. હવે તેમાં બે ચમચી કાચું દૂધ નાખીને બરાબર મિક્ષ કરીને કોટન દ્વારા ચહેરા અને ગળા પર લગાવો. આ ફેસપેક તમારા ચેહરા પર 20 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વાર આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ગ્લોઈંગ બનશે.

image source

– તમારી ત્વચાને ટાયટ કરવા માટે બટેટા અને દહીંનું ફેસપેક પણ અસરકારક છે. આ માટે એક બટેટાની પેસ્ટ લો અને તેમાં એક મોટો ચમચો દહીં ઉમેરો. ત્યારબાદ આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો અને અડધી કલાક પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં એકવાર કરવાથી તમારી ત્વચા ટાયટ થશે અને ત્વચાનો ગ્લો પણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત