ચહેરાના ડાઘ દૂર કરે છે આ બે નુસખા – એ પણ ફક્ત અઠવાડિયામાં!

દાદીમાં ચહેરાના ડાઘ સાત દિવસમાં ગાયબ કરશે.

નવાઈ લાગે છે ને ?પણ વાત દાદીમાના પ્રચલિત નુસખાની છે. સદીઓથી આપણે ત્યાં ચહેરાની સુંદરતા નિખારવા માટે કુદરતી જડીબુટ્ટીઓ અને આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે મારી દાદી આવા ઉપાયો કરવાનું મને કહેતી હતી .બસ તો આ દાદીમાની વાતો દ્વારા જ પેઢી દર પેઢી એવા અકસિર ઘરેલુ નુસ્ખાઓ સચવાઈ રહ્યા છે જે કોઈપણ જાતના નુકસાન વગર ત્વચાની સુંદરતાને ટકાવી રાખે છે.

image source

ઘણીવાર ખીલ ,ફોડલી, બાહ્ય વાતાવરણ, ઓરી અછબડા જેવા કારણોસર ચહેરા ની સુંદરતા માં ડાઘ લાગે છે.આવા ડાઘને કારણે માણસના આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે.દરેક જણ ચહેરા પર દેખાતા ડાઘ દૂર કરી અને સુંદર દેખાવાની ઇચ્છા રાખે છે.ચહેરાની સ્વસ્થ ,ડાઘ રહીત અને ચમકીલી ત્વચાની જાળવણી માટે કેટલાક દાદીમાંના નુસખા જોઈએ.

image source

રોજ વાપરવામાં આવતી હળદર તેના એન્ટિસેપ્ટિક ,એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વ ને કારણે ત્વચા માટે લાભદાયી છે. હળદરમાં પ્રોટીન, વિટામીન સી, વિટામિન કે ,પોટેશિયમ ,કેલશ્યમ , મેગ્નેશિયમ અને ઝીંક તત્વ હોય છે. જે શરીરમાં રહેલી બીમારીઓને દૂર કરવા માટે પણ અને લોહીની સાફ સફાઈ માટે તેમજ ચહેરા પર રહેલા ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.રોજ સવારે નરણા કોઠે હળદરવાળું પાણી પીવાથી શરીર બીમારીઓથી મુક્ત રહે છે અને ચામડીમાં પણ કાંતિ આવે છે.આપણે ત્યાં લગ્ન પ્રસંગે પીઠી ચોળવામાં પણ હળદરનો છૂટથી ઉપયોગ કરવામાંઆવે છે.કારણ હળદર ચહેરાની સુંદરતા વધારે છે.

image source

ચહેરા પરના ડાઘ દૂર કરવાના ઉપાયમા સરસિયાનું તેલ પણ ઉપયોગી છે.સરસિયાના તેલથી ત્વચાનું તેજ વધે છે.સરસિયામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વોને કારણે ત્વચા સંબંધિત સમસ્યાનું નિવારણ થઇ શકે છે.સરસિયાના તેલની નિયમિત માલિશ કરવાથી ત્વચા ચમકદાર રહે છે. ત્વચાનું તૈલી તત્વ સચવાય છે.શરીરની ચરબીમાં પણ ઘટાડો થાય છે અને શિયાળામાં સરસિયાનું તેલ કફ સંબંધી સમસ્યામાં પણ રાહત આપે છે.સરસિયાના તેલની માલિશ આરોગ્યવર્ધક માનવામાં આવે છે.

image source

હળદર અને સરસિયાના તેલની પેસ્ટ બનાવી ચામડી પર લેપ કરી 20થી 25 મિનિટ સુધી તેને સૂકાવા દેવું ત્યારબાદ હળવે હાથે મસાજ કરીને હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી શરીરનો થાક દૂર થાય છે એટલું જ નહીં ચામડી ચમકદાર બને છે અને ત્વચા પર ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ પણ નિવારી શકાય છે.હળદર અને સમસ્યાનો લેપ નિયમિત રીતે લગાવવાથી ત્વચા પર પડેલા ડાઘ પણ દૂર થાય છે.

image source

આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણાતું નાળિયેર પાણી ત્વચા માટે પણ એટલું જ લાભદાયક છે.આપણે નાળિયેર પાણીનો છૂટથી ઉપયોગ કરીએ છીએ.તેનાથી યુરીન ઈનફેક્શનામા રાહત મળે છે.. તે જ નારિયેળ પાણી અને ત્વચા પર લગાવવાથી કોણ સાચા સુંદર બને છેનાળિયેર પાણી બચાવો પર લગાવી એક કલાક ચામડીમાં કરવા દેવું ત્યાર બાદ ઠંડા પાણીએ સ્નાન કરવું.ત્વચા પર નાળિયેર પાણી લગાવવાથી પણ ચામડી પર પડેલા ડાઘા દૂર થઈ શકે છે.શરીરમાં થયેલી ઇજાને હિલ કરવામાં પણ નાળિયેર પાણી ઉપયોગી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ