ચેહરા પરના વાળ રીમુવ કરવા માટે હવે થ્રેડ કે વેક્સ કરવાની જરૂરત નહિ રહે… વાંચો અને ફોલો કરો…

કોઈપણ સ્ત્રી કે પુરુષ હંમેશા પોતાની જાતને સુંદર દેખાડવા અવનવા પ્રયોગ કરતા રહે છે. ક્યારેક પોતાની હેયર સ્ટાઇલ બદલે છે તો ક્યારેક કપડાંની સ્ટાઇલ બદલે છે તો ક્યારેય અવનવા પર્ફ્યુમ્સથી લોકોને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસ કરતા રહે છે. પણ કેટલીક કુદરતી મુશ્કેલીઓને તેઓ દૂર નથી કરી શકતા અને ઘણીવાર ત્યાં જ માર ખાઈ જાય છે. આજે આપણે એક સર્વસામાન્ય સમસ્યાની વાત કરવા જઈ રહ્યા છે જે પુરુષ માટે નહીં પણ સ્ત્રી માટે ખુબ જ ઇરીટેટીંગ હોય છે. અહીં વાત થઈ રહી છે ચહેરા પરના અણગમતા વાળની.


યુવકો તો તે વાળને શેવિંગ કરી કાઢી શકે છે પણ યુવતિઓ તેમ નથી કરી શકતી. યુવતિઓના ચહેરા પરના વાળ તેમની સુંદરતામાં ઘટાડો કરે છે તેવું માનવામાં આવે છે. હાલ યુવતિઓ બ્લિચ કરાવીને આ સમસ્યાથી થોડા અંશે છુટકારો મેળવી લે છે અને કેટલીક યુવતીઓ તો ચહેરા પરના વાળ દૂર કરવા માટે ચહેરા પર વેક્સ પણ કરાવે છે. જે ઘણું પેઇનફુલ હોય છે. અને સમસ્યા એ છે કે આ વાળ પાછા તો આવી જ જાય છે અને બને કે તેનો ગ્રોથ પહેલાં કરતાં વધારે હોય. તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ લેખમાં અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યા છે જે તમને લાભ કરશે અને તેની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નહીં હોય.

ખાંડ અને લીંબુ


ખાંડ અને લીંબુનું મિશ્રણ ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકે છે. ખાંડ અને લીંબુનું મિશ્રણ ચહેરા પરની ત્વચાને એક્સફોલિયેટ કવરાનું કામ કરે છે. 2 ચમચી ખાંડમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને ચહેરા પર જે ભાગમાં વાળ હોય ત્યાં લગાવી રાખો. આ મિશ્રણને 20 મિનિટ સુધી લગાવેલું રાખો. ત્યાર બાદ તેને નોર્મલ પાણીથી ધોઈ લેવું તેનાથી તમને ચહેરા પરના અણગમતા વાળથી છૂટકારો મળી જશે.

હળદર

હળદર વિષે આપણે એટલું તો જાણીએ જ છીએ કે તે ચહેરાને નિખાર આપે છે અને તે એક સૌંદર્ય ઔષધી છે પણ વાળ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ થઈ શકે તે વિષે કદાચ તમે નહીં જાણતા હોવ. પણ હા ખરેખર હળદરના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. 2 ટીસ્પૂન હળદર પાઉડર લો તેને તમે પાણી કે દૂધમાં મિક્સ કરી ઘાટી પેસ્ટ બનાવી લો. હવે તે પેસ્ટને ચહેરા પર જે ભાગ પર વાળ હોય તેના પર લગાવી લો તેને 20 મિનિટ સુધી રાખ્યા બાદ હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાયથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઈ જશે.

કાચુ પપૈયું


સામાન્ય રીતે કાચા પપૈયાને તમે ક્યારેય કોઈ સૌંદર્ય પ્રસાધન તરીકે નહીં વાપર્યું હોય. હા પાક્કા પપૈયાને આપણે ઘણીવાર ફેસ માસ્ક તરીકે યુઝ કરીએ છીએ પણ કાચા પપૈયાનો તો માત્ર સંભારો જ ખાધો હશે. પણ અહીં કાચુ પપૈયું તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર કરવામાં તમને મદદરૂપ થશે. એક ચીર કાચું પપૈયું લઈ તેની પેસ્ટ બનાવી લો, તેમાં એક ચમચી હળદર નાખો. આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો, ત્યારબાદ તેને ચહેરા પરના વાળવાળા ભાગ પર લગાવો અને તેનું 10-15 મિનિટ મસાજ કરો ત્યાર બાદ 10 મિનિટ તેને તેમજ રાખી પાણીથી ધોઈ લો. આમ અઠવાડિયામાં બે વાર કરવાથી ચહેરા પરના વાળ ધીમે ધીમે દૂર થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ