ચહેરા પર બહુ દાગા-ધબ્બા પડી ગયા છે અને તેને દૂર કરવા છે? તો લગાવો આ ફેસ પેક

ચારકોલ આપની ત્વચાને નિખારે છે અને કોમળ બનાવવાની સાથે જ કરચલીઓમાં પણ રાહત આપે છે. આપની સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે.

આપે ત્વચાને નિખારવા અને બેદાગ બનાવવા માટે કેટલાક ઉપાયો વિશે સાંભળીયું હશે અને કેટલાક અપનાવ્યા પણ હશે. લીંબુ, કાકડી, બટાકાથી લઈને બેસન, એલોવેરા અને હળદરના સ્કિન વિશેના ફાયદાઓ જાણતા જ હશો. પણ શું આપે ક્યારેય ચારકોલના ફાયદા વિશે સાંભળીયું છે?

image source

ચારકોલનું નામ સાંભળીને આપને એમ તો જરૂર થશે કે આ કાળી અને ગંદકી ફેલાવતી વસ્તુ આપને ખૂબસૂરતી કેવી રીતે આપી શકે છે. નવાઈની વાત છે ને, પણ એકદમ સાચી વાત છે. ચારકોલ આપની સ્કિન માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય એમ છે. આ માટે આપે એક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ કરવાનો છે. જે આપને સરળતાથી બજારમાં મળી શકશે. આ સિવાય તેના ફેસ માસ્ક અને ફેસ વોશ પણ બજારમાં ઉપલબ્ધ છે.

તો હવે જાણીશું ચારકોલના ફાયદાઓ:

image source

– જો આપને પીમ્પલ કે બ્લેકહેડ્સ ની સમસ્યા રહેતી હોય તો ચારકોલના ફેસપેક કે ચારકોલ ફેસવોશથી તેમાં ખૂબ રાહત મળે છે. આપ બંને વસ્તુ એટલે કે ચારકોલ ફેસ વોશ અને ચારકોલ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.

– આનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા પર કરચલીની તકલીફથી દૂર રહે છે. કેમકે ચારકોલના ઉપયોગથી સ્કિન ટાઈટ રહે છે.

image source

– ચારકોલ આપના ચહેરામાં છુપાયેલી જિદ્દી ગંદકીને પણ બહાર કાઢે છે અને ઊંડાઈથી સફાઈ કરે છે. ચારકોલના ઉપયોગથી આપને ચમકતી અને કોમળ ત્વચા મળે છે.

– કેટલાક લોકોને ચહેરાના છિદ્ર ખુલી જાય છે અને તે સરળતાથી દેખાય જાય છે. જે બિલકુલ સારું નથી લાગતું. એટલા માટે આપ ચારકોલ ફેસ માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ ચહેરાની ગંદકી કાઢીને ત્યારબાદ ખુલી ગયેલા છિદ્રોને બંધ કરી દે છે.

image source

– જો આપની ત્વચા ઓઈલી છે તો, ચારકોલ માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ ત્વચામાં વધારે સીબમ પ્રોડક્શનને રોકે છે.

– ફેસ પેક:

આ માટે આપે બજારમાંથી કેટલીક ચારકોલ ટેબ્લેટ લઈ લેવી. હવે તેને સારી રીતે પીસી લેવી. ત્યારબાદ વિટામિન ઈ ની કેપસુલ લેવી અને તેને કાપીને ચારકોલના ભુકામાં ભેળવી દેવી. જરૂર લાગે તો જ તેમાં થોડું પાણી ઉમેરવું. ત્યારનાદ આ મિશ્રણને ચહેરા પર માસ્કની જેમ લગાવી દેવું. આ ફેસપેક સુકાઈ ગયા પછી તેને હળવા હાથે ખેંચીને કાઢવું.

image source

આ સિવાય ત્રણ એક્ટિવેડેટ ચારકોલ કેપસુલ લેવી, મુલતાની માટી, વિટામિન ઈ ઓઇલ, ગ્લિસરીન અને મધ નાખીને એક પેસ્ટ બનાવી લેવે. આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરીને લગાવવું. ૧૦ મિનિટ પછી આ પેકને ચેહરા પરથી હટાવી દેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ