હવે ચહેરા પરથી અણગમતા વાળ રીમુવ કરવા માટે તમારે ખર્ચ કરવા પડશે ફક્ત ૧૫ થી ૨૦ રૂપિયા…

ઘણી બધી મહિલાઓના ચહેરા પર વાળનો ગ્રોથ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જો કે વાળનો ગ્રોથ વધારે હોવાને કારણે ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. ચહેરા પરના વાળને દૂર કરવા માટે છોકરીઓ અનેક જાતની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી.

જો તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કોઇ કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોવ તો આજથી જ બંધ કરી દેજો કારણકે તમને જણાવી દઇએ કે, આ બધી કેમિકલ્સવાળી પ્રોડક્ટસથી સ્કિનને તેમજ હેલ્થને આગળ જતા ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળીને હેરાન-પરેશાન થઇ ગયા છો તો આજે અમે તમારી માટે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમે તમારી આ સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી છૂટકારો મેળવી શકો છો.

1) ખાંડના પાણી અને લીંબુના ઉપયોગથી ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકાય છે. ખાંડ અને લીંબુનુ આ મિશ્રણ ચહેરા પરની ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. તો સૌ પ્રથમ 2 ચમચી ખાંડના પાણીમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને ચહેરા પર જ્યાં વાળ છે ત્યાં આ મિશ્રણ લગાવી રાખો અને તેને 15થી 20 મિનિટ આરીતે જ રહેવા દો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઇ લો. ધ્યાન રહે કે આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે.

2) જો તમારા ચહેરા પર વાળ લાંબા છે તો તમે તેને વેક્સની મદદથી પણ દૂર કરી શકો છો. જો કે ફેસ પર વેક્સ કરતી વખતે એક બાબતનુ ખાસ ધ્યાન એ રાખજો કે વેક્સ વધુ પ્રમાણમાં ગરમ ના થઇ જાય નહિં તો ચહેરા પર ફોલ્લીઓ પડી જશે. જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો ચહેરા પર વેક્સ કરતા પહેલા કોઇ સ્કિન ડોક્ટરની સલાહ જરૂર લેજો પછી જ વેક્સ કરવાનો આગ્રહ રાખજો.

3) 4 ચમચી મધમાં 2 ચમચી લીંબુના રસને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને કોટન વડે ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઇ લો. આમ, જો તમે આ પ્રોસેસ સતત બે અઠવાડિયા કરશો તો તમારા ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.4) એક ચમચી હળદર પાવડર, ચણા દાળ પાવડર એમ બન્નેને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવીલો. આ પેસ્ટને વણજોઈતા વાળ ઉપર લગાવો. સૂકાઈ જાય ત્યારે તેને રગડીને કાઢીલો. નિયમિત રીતે આમ કરવાથી ધીરે-ધીરે વાળ દૂર થઈ જાય છે. જો તમારા ચહેરા કે શરીરના અન્ય ભાગ પર વધુ પડતી રૂંવાટી છે તો આ પ્રયોગ તમારા માટે કારગર સાબિત થશે.

5) પ્યૂમિક સ્ટોન નહાતી વખતે વણજોઈતા વાળ ઉપર ઘસવાથી ધીરે- ધીરે ચહેરા પરના વાળ ઓછા થઇ જાય છે. આ પ્રયોગ કરતી વખતે ખાસ વાતનુ એ ધ્યાન રાખો કે, સ્ટોનને બહુ ભાર આપીને ચહેરા પર ના ઘસતા કારણકે જો તમે ભાર આપીને ચહેરા પર સ્ટોન ઘસો છો તો તેનાથી તમારા ફેસ પર લાલાશ અને ફોલ્લીઓ પડી જશે.

લેખન સંકલન : નિયતી મોદી

શેર કરો આ માહિતી દરેક મિત્રો સાથે અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી