ચહેરાની સુંદરતાની સાથે સાથે કરો દાંતની પણ કેર તો ખીલી ઉઠશે તમારો ચહેરો જયારે કરો સ્માઈલ…

દિવસ હોય કે રાત, છોકરીઓ આખો દિવસ તેમની સ્કિનને લઇને ચિંતામાં રહેતી હોય છે. જો કે આજકાલ છોકરીઓ મેક અપ વગર ઘરની બહાર પણ નીકળતી નથી. આમ, આખો દિવસ હેવી મેક અપ કરીને તેઓ ફરવાને કારણે તેમને અનેક ઘણા સ્કિન પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ માટે જરૂરી છે કે, તમે રાત્રે સુઇ જાઓ તે પહેલા તમારા ફેસને એકદમ ક્લિન કરીને સૂઇ જાઓ જેથી કરીને પિંપલ્સ જેવી બીજી કોઇ સમસ્યા થાય નહિં. જો તમે આખો દિવસ તમારા ફેસ પર મેક અપ રાખો છો અને પછી રાત્રે સ્કિનની કેર નથી કરતા તો તમારી સ્કિન બહુ વધારે ડેમેજ થઇ જાય છે. બહુ ઓછા લોકો એ બાબત જાણતા હોય છે કે, જો તમે દિવસ કરતા રાત્રે તમારી સ્કિનની કેર કરો છો તો તેનાથી અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે, રાત્રે સૂતા પહેલા સ્કિનની કેવી રીતે કેર કરશો જેથી કરીને તમને કોઇ પ્રોબ્લેમ ના થાય.

ટોનરથી કરો ફેસ ક્લિનમેક અપ ક્લિન કર્યા પછી પણ સ્કિન પર ધૂળ-માટી રહી જતી હોય છે. આમ, તમારા માટે બેસ્ટ છે કે તમે ચહેરાને ટોનરથી ક્લિન કરો. ટોનરથી ત્વચાનુ પીએચ સ્તર બેલેન્સમાં રહે છે જેથી તે બેક્ટેરિયાથી બચાવે છે અને સાથે-સાથે સ્કિનને પણ પૂરી રીતે ક્લિન કરવાનુ કામ કરે છે. આ સાથે જ મેક અપને કારણે બંધ પોર્સ પણ ખુલી જાય છે. કેમિકલ યુક્ત ટોનરનો ઉપયોગ કર્યા વગર ખીરાનું ટોનર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આઇ ક્રીમ લગાવો

રાત્રે તમે સૂઇ જાઓ તે પહેલા આંખોની આસપાસ આઇ ક્રીમ લગાવવાનું ભુલશો નહિં. આઇ ક્રીમ લગાવવાથી આંખોને ઠંડક મળે છે અને આસપાસ કરચલીઓ પણ પડતી નથી. જો કે આઇ ક્રીમ લગાવતા પહેલા એક બાબતનુ ખાસ ધ્યાન એ રાખો કે, ક્રીમ સારી ક્વોલિટીની હોય. જો ક્રીમ સારી ના હોય તો તમને તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.

પગની પણ કરો કેરઆખો દિવસ ઘરની બહાર રહેવાને કારણે માત્ર ચહેરાની જ નહિં પરંતુ પગની સાર સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે રાત્રે સૂઇ જાઓ તે પહેલા પગ ધોઇ લો અને પછી પેટ્રોલિયમ જેલી લગાવો. આમ, જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી રાત્રે સૂતા પહેલા કરશો તો તમારા પગ કોમળ થશે અને સાથે-સાથે સાફ પણ થઇ જશે.

દાંતને પણ સાફ કરો

ખૂબસુરત દાંત પણ બ્યૂટી માટે મહત્વની બાબત બની રહે છે. દાંતથી તમારી પર્સનાલિટી પર પણ અનેક ઘણી અસર પડે છે. જો તમારા દાંત દેખાવમાં સારા ના હોય તો તે તમારો આખો લુક બગાડી દે છે અને તેનાથી તમારી પર્સનાલિટી પણ સારી પડતી નથી. જો કે આખો દિવસ આપણે કંઇને કંઇ ખાતા રહેતા હોઇએ છીએ જેને કારણે દાંતમાંથી વાસ આવવા લાગે છે અને દાંત જલદી ખરાબ થઇ જાય છે. આ માટે જરૂરી છે કે, જ્યારે તમે રાત્રે સૂઇ જાઓ ત્યારે પહેલા દાંતને સાફ કરી દો જેથી કરીને તમારા દાંતમાંથી વાસ ના આવે. જો તમે મીઠાની સાથે સરસવનુ તેલ મિક્સ કરીને દાંત પર ઘસો છો તેનાથી તમારા દાંત ચમકીલા પણ થાય છે અને દાંતમાંથી વાસ આવતી પણ બંધ થઇ જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

જો આવી રીતે કરશો તમે તમારી કેર તો નહિ રહે કોઈપણ તકલીફ.

ટીપ્પણી