યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા હંમેશા માટે એકબીજાના થઈ ગયા

જ્યારથી ચહલ અને ધનાશ્રીની સગાઈ થઈ છે ત્યારથી જ આ જોડી ભારે ચર્ચામાં આવી છે. એવામાં હવે એક સારા સમાચાર સામે આવ્યા છે કે ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે મંગળવારે પોતાની મંગેતર ધનાશ્રી વર્માની સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા.

image source

યુજવેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર લગ્નના ફોટોઝ શેર કર્યા. બંનેએ IPLની 13મી સીઝન શરૂ થતાં પહેલાં સગાઈ કરી હતી. IPL દરમિયાન ધનશ્રી પણ યુજવેન્દ્રની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ જોવા UAE પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીર ઘણી જ વાયરલ થઈ રહી છે. ફેન્સ તસવીર પર કોમેન્ટ કરી રહ્યાં છે.

જો પ્રોફેશનની વાત કરવામાં આવે તો ધનાશ્રી વ્યવસાયે યૂટ્યૂબર છે અને સોશિયલ મીડિયામાં પોતાના ડાન્સના વીડિયો શેર કરે છે. ધનાશ્રી ડાન્સરની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તેમની પોતાની એક ડાન્સ કંપની પણ છે. આ સાથે જ હવે ફેન્સ તેને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એ જ અરસામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બંનેને અભિનંદન આપ્યા. BCCIએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું, ‘તમે બંને જીવનભર ખુશ રહો.

એ જ રીતે ચહલની ટીમ RCBએ પણ આ નવપરણિતને અભિનંદન આપ્યા. તેઓએ લખ્યું, ‘યુઝી કોટ એન્ડ બોલ્ડ ધનશ્રી. તમે બંનેને ખુબ-ખુબ અભિનંદન.’ ઉલ્લેખનીય છે કે ચહલ અને ધનશ્રીની આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ થઈ હતી. જે બાદ UAEમાં રમાયેલી IPLની 13મી સીઝનમાં પણ ધનશ્રી ચહલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ચીયર કરતા જોવા મળી હતી.

આ સિવાય જો 4 મહિના પહેલાની વાત કરીએ તો IPLની 33મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીતી લીધી હતી. 178 રનના ટાર્ગેટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આ મેચમાં યુજવેન્દ્ર ચહલ માટે તેની મંગેતર ધનશ્રી વર્મા લકી ચાર્મ સાબિત થઈ હતી. ચહલે બે બોલમાં બે વિકેટ લીધી હતી. આ મેચમાં 15 છગ્ગા લાગ્યા હતા. જેમાં એબી ડિવિલિયર્સે એકલાએ 6 છગ્ગા ફટકાર્યા હતા. ડિવિલિયર્સે 22 બોલમાં 1 ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 55 રન કરીને એકલા હાથે બેંગલોરને મેચ જીતાડી.

image source

આ પહેલાં ચહલ અને ધનાશ્રીનો એક વીડિયો પણ ભારે ચર્ચામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો હતો. એ વીડિયો વિશે જો વાત કરીએ તો ભારતીય ટીમનો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની મસ્તી અને કોમિક ટાઇમિંગના લીધે ચર્ચામાં રહે છે. તેની મંગેતર અને યૂટ્યૂબર ધનાશ્રી વર્માએ ગુરુવારે બંનેનો “રસોડે મેં કૌન થા?” ગીત પર પર્ફોર્મ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો.

image source

આ વીડિયોને કલાકમાં 3 લાખ જેટલા વ્યૂઝ મળી ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચહલનું ફૂટેજ ધનાશ્રી કરતા વધારે છે. તેણે પોતાના મૂવ અને એક્સપ્રેશનથી ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કપલની કેમેસ્ટ્રી સરસ રીતે જોવા મળે છે. ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે કે ચહલે તો બોલિવુડ એક્ટર્સ કરતા પણ સારા એક્સપ્રેશન આપ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ