ચાની દુકાન પર વાસણ સાફ કરી રહ્યો છે આ વાંદરો, જોતાંમાં જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સોશ્યલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજ અનેક ખાસ વીડિયો વાયરલ થતા રહે છે અને લોકો પણ તેની મજા લેતા રહે છે. સોશ્યલ મીડિયા પર પશુ પક્ષીઓના વીડિયો વાયરલ થતા આવ્યા છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આ સાથે એક હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક વાંદરો ચાની દુકાન પર વાસણ સાફ કરી રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે વાંદરો કઈ રીતે કીટલી પર કામ કરી રહ્યો છે. એક વાંદરો રોજ ચાની દુકાન પાસે બેસે છે અને વાસણ ધોવે છે.

વીડિયોમાં ચાની દુકાન પર અનેક લોકો જમા થાય છે અને આ વાંદરાને વાસણ સાફ કરતા જોઈને નવાઈ અનુભવે છે. અનેક લોકો રોજ તેનો વીડિયો બનાવે છે. દુકાનની પાસે એક ટેબલ પણ જોવા મળી રહ્યું છે. અહીં આ વાંદરો બેસી રહે છે. ટેબલ પર એક ટબ છે તેમાં આ વાંદરો પાણીમાં વાસણો રગડી રગડીને સાફ કરતો જોવા મળે છે. વીડિયોમાં એક ખાસ અવાજ સાંભળવા મળી રહ્યો છે જેમાં શાહરુખ ખાનનો અવાજ લાગી રહ્યો છે. તેમાં કહેવાયું છે કે અમ્મી જાન કહતી થી કી કોઈ પણ ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા.

લાખો લોકો જોઈ ચૂક્યા છે વીડિયો

 

View this post on Instagram

 

A post shared by memes | culture | comedy (@ghantaa)

વાયરલ વીડિયોની વાત કરીએ તો અત્યાર સુધી 2.5 લાખથી વધારે લોકો વીડિયો જોઈ રહ્યા છે અને તેને અનેક લોકો શેર પણ કરી રહ્યા છે. સાથે યૂઝર્સ મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

યૂઝર્સ આપી રહ્યા છે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ

એક યૂઝરે વાંદરાને કીટલી પર વાસણ સાફ કરતા જોઈને લખ્યું છે કે 2 સમયની રોટલી માટે કરવું પડે છે સાહેબ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે એમ્પલોયી ઓફ ધ મંથ તો આ જ લઈ જશે. એક અન્ય યૂઝરે લખ્યું કે સેલરી કિતની લોગે યાર..તો અન્ય એક યૂઝર કહે છે કે પ્લીઝ મેરી મમ્મી કો યે મત દિખાના.. કેટલાક લોકો આ વીડિયોને લઈને નારાજગી પણ અનુભવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જાનવરોને આ પ્રકારનું કામ કરતા બતાવવું એ ખોટું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong