ચા ગાળવાની ગળણી કેટલી પણ કાળી કેમ ના હોય, થઈ જશે એકદમ ચકચકિત આ ટિપ્સથી

ગમે તેવી ચાની ગરણી કાળી થઈ ગઈ હોય ! તેની કાળાશ આ રીતે કરો દૂર

image source

ગૃહીણીને ઘર ચલાવતી વખતે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તે ઓછી આવકમાં ઘર પણ સરસ રીતે ચલાવી જાણે છે અને સાથે સાથે ઘરના લોકોને સુખી પણ રાખી શકે છે. પણ કેટલીક નાની-નાની સમસ્યાઓ ગૃહીણીને હંમેશા પરેશાન કરતી રહેતી હોય છે. ભારતમાં આજે એક-એક ઘરમાં સવારના પહોરમાં જો ગેસ ચાલુ કરવામા આવતો હોય તો તે માત્ર ચા માટે જ કરવામાં આવતો હોય છે. ઘણા બધા ઘરોમાં નાહવા ધોવાનું પછી થતું હોય છે પણ સૌથી પહેલાં ઉઠીને સીધી ચાની તપેલી ગેસ પર ચડાવવામાં આવે છે.

image source

ઘણા બધા લોકોને ચા વગર સવાર જ નથી પડતી. કેટલાકની હાલત તો એટલી હદે ખરાબ થઈ જાય છે કે જો સવારની ચા ચૂકી જવાય તો આખો દીવસ સુસ્તી રહે છે, માથુ દુઃખે છે કામમાં મન નથી લાગતું. ટુંકમાં સવારની ચા ભારતના કરોડો લોકો માટે અનિવાર્ય છે.

image source

પણ સમસ્યા સવારના પહોરમાં ચા મુકવાની નથી પણ ચાને ગાળવા માટે જે ગરણી વાપરવામાં આવે છે તે છે. મોટા ભાગના ઘરોમાં ચાની ગરણી કાળી પડી ગઈ હોય છે. અને તમે ગમે તેટલું ધ્યાન રાખો તે કાળી જ પડી જાય છે. અને આ સમસ્યા માત્ર ચા માટે વાપરવામાં આવતી ગરણીની જ હોય છે. આ સમસ્યા એક ગુજરાતની ગૃહીણીને પણ છે અને બીહારની ગૃહીણીને પણ છે તો પછી મહારાષ્ટ્રની ગૃહીણીને પણ નડતી જ હશે. માટે આજે અમે તમારી ચાની કાળી ગરણીને ચમકદાર ચોખ્ખી બનાવવાનો ઉપાય લઈને આવ્યા છીએ. તે પણ માત્ર થોડી જ મીનીટમાં.

image source

તમે ગમે તેટેલી નવી ગરણીઓ લઈ આવો પણ ચા ની ગરણી થોડા સમય બાદ કાળી જ પડી જતી હોય છે. આ કાળી ચાની ગરણી દેખાવે પણ ખુબ ખરાબ લાગે છે અને તે ઉપરાંત તેની આ ગંદકીના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. જો કોઈને તેને સાફ કરવાનું મન પણ થાય તો તેમાં ઘણી બધી મહેનત તેમજ સમય જતો રહે છે માટે મોટે ભાગે ગૃહીણી તેને સાફ કરવાનું પણ ટાળે છે.

પણ આજે અમે તેને સાફ કરવાની ખુબજ સરળ રીત લાવ્યા છે. જેમાં તમારો સમય પણ નહીં બગડે અને તમારે ગંદી કાળી ચાની ગરણી પણ નહીં વાપરવી પડે.

ચારણીને ગેસ પર ગરમ કરીને કરો સાફ

image source

કેટલાક ઘરોમાં ચાની ગરણી તરીકે પ્લાસ્ટિકની ગરણી વાપરવામાં આવે છે તો વળી કેટલાક ઘરોમાં સ્ટીલની ગરણી વાપરવામાં આવે છે. જો તમે પણ સ્ટીલની ગરણી વાપરતા હોવ તો તમારે તેની કાળાશ દૂર કરવા માટે તમારા ગેસનો બર્નર ઓન કરવો અને તેના પર કાળી પડી ગયેલી સ્ટીલની ગરણી મુકી દેવી. આમ કરવાથી સ્ટીલની ગરણી પર જે ગંદી કાળાશ જામી હશે તે બળી જશે.

હવે બધો જ કચરો બળી ગયા બાદ તેને ટુથબ્રશ અને ડીટર્જન્ટની મદદથી બરાબર ઘસીને સાફ કરી લેવી. આમ કરવામાં તમારો વધારે સમય પણ નહીં બગડે અને તમારી ચાની ગરણી ચમકવા લાગશે.

image source

બેકીંગ પાઉડર અને વિનેગરથી સાફ કરો ચાની કાળી ગરણી

સફાઈ કરવા માટે ઘણી બધી રીતે બેકીંગ પાઉડર અને વિનેગર ઘણા ઉપયોગી નીવડે છે. તેવી જ રીતે અહીં પણ તમે બેકીંગ પાઉડર અને વિનેગરની મદદથી ચાની ગરણની કાળાશ દૂર કરી શકો છો. તેના માટે તમારે એક કાચનો મોટો બોલ એટલે કે કટોરો લેવાનો છે તેમાં તમારી ચાની ગરણીઓ તે પછી પ્લાસ્ટિકની હોય કે પછી સ્ટીલની હોય તેને મુકી દેવા. હવે એક નાનકડી વાટકી લેવી તેમાં એક ટેબલ સ્પુન બેકીંગ પાઉડર ઉમેરવો અને તેની પેસ્ટ બને તેટલું પાણી ઉમેરવું. હવે તેને બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે આ પેસ્ટમાં નક્કામું ટુથ બ્રશ ડીપ કરીને તેનાથી ચાની ગરણી બરાબર ઘસી લેવી. હવે તેને તેમ જ 15-20 મિનિટ માટે મુકી દેવી. હવે ગરણીને કાચના બોલમાં મુકી દેવી અને તેના પર વિનેગર ઉમેરવું. આમ કરવાથી કેમિકલ રિએક્શન થવાથી બબલ્સ બનશે. હવે તેને ફરીવાર ટુથબ્રશની મદદથી ઘસી લેવી અને પાણીથી સાફ કરી લેવી. આ પ્રયોગથી તમારી ગરણી નવા જેવી બની જશે.

નાહવાના સાબુથી સાફ કરો ચાની ગરણી

આ રીતે ગરણી સાફ કરવા માટે તમારે નાહવાનો સાબુ લેવો. હવે તે સાબુને ચાની ગરણી પર વ્યવસ્થિત રીતે લગાવી લેવો અને તેને 15-20 મિનિટ માટે તેમ જ રહેવા દેવી. હવે 15-20 મિનિટ બાદ એક નક્કામું ટુથબ્રશ લેવું અને તેનાથી ગરણીના બધા જ કાણા બરાબર ઘસી લેવા. હવે તેને વ્યવસ્થિત રીતે ધોઈ લેવી. તમારી ચાની ગરણી એકદમ નવી બની જશે. પણ જો તમારી ગરણી ખુબ જ કાળી થઈ ગઈ હોય તો તમારે તેને રાત્રે જ સાબુ લગાવીને મુકી દેવી. અને સવારે બરાબર ઘસીને સાફ કરી લેવી.

image source

તમારા ઘરમાં જો રોજ ચા-દૂધ બનતા હશે તો તમને એ વાતનો ખ્યાલ હશે કે દૂધની ગરણી કરતાં ચાની ગરણી વધારે ગંદી રહેતી હોય છે. તેનું કારણ ચા-પત્તી છે. તમે ગમે તેવી નવી સુંદર ગરણી લઈ લો પણ તેનાથી અવારનવાર ચા ગાળવામાં આવશે તો તે કાળી પડવાની જ. વપરાશ થતો જશે તેમ તેમ તેમાં ચાના જીણા કણો ભરાતા રહેશે અને ધીમે ધીમે ગરણીના કાણા આ જ કાળી ચાથી બ્લોક થઈ જશે અને છેવટે ગરણી નક્કામી બની જશે. પણ ઉપર જણાવેલા નુસખાથી માત્ર થોડા ક જ સમયમાં તમે તમારી ચાની ગરણી નવા જેવી જ બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ