હવે ચા બનાવીને તેના કુચા (ચા ગાળતા વધે તે) ફેંકી ના દેતા તેના જાદુઈ ઉપયોગ જાણી લો એક ક્લિક પર.

અનેક લોકોને સવારમાં ઉઠતાની સાથે ચા પીવાની આદત હોય છે. જો તેઓ સવારમાં ઉઠીને ચા ના પીવે તો તેમના દિવસની શરૂઆત બરાબર થતી નથી. આ સાથે ઘણા લોકોને દિવસની 8થી 10 ગ્લાસ ચા પીવાની આદત હોય છે. જો કે દિવસમાં વધુ પડતી ચા પીવી એ હેલ્થ માટે પણ યોગ્ય નથી.

આમ, જો વાત કરીએ તો અનેક લોકો ચા બનાવ્યા પછી ચા પત્તીને ફેંકી દેતા હોય છે, કારણકે મોટાભાગના લોકોને એ જાણ નથી હોતી કે ઉકળેલી ચા પત્તીનો બીજીવાર ઉપયોગ કેવી રીતે કરવો. તમને જણાવી દઇએ કે, ચા પત્તીમાં એન્ટી ઓક્સીડન્ટનુ પ્રમાણ વધુ હોય છે જે ત્વચાને નિખારવાનુ કામ કરે છે. આ સાથે જ ઉકળેલી ચાનો ઉપયોગ એક રીતે નહિં પરંતુ અનેક રીતે કામમાં કરે છે. માટે જો તમે પણ ઉકળેલી ચાને ફેંકી દેતા હોય તો હવે ના ફેંકતા કારણકે આજે અમે તમને જણાવીશું કે, ઉકળેલી ચા પત્તીનો કેવી રીતે તમે ફરીથી ઉપયોગ કરી શકો.

વાગ્યાના નિશાન અને ડાઘા દૂર કરે
ઉકળેલી ચા પત્તીમાં અનેક ગુણો એવા હોય છે જે શરીરમાં વાગેલાના નિશાનને દૂર કરવામાં મદદ કરે છે. આમ જે જગ્યા પર તમને વાગ્યુ હોય અને ત્યાં નિશાન કે ડાઘા પડી ગયા હોય તો તમે તેને ચા પત્તીની મદદથી તરત જ દૂર કરી શકો છો. આ પ્રયોગ કરવા માટે ઉકળેલી ચા પત્તીનો લેપ બનાવો અને તેને વાગ્યા પછી પડી ગયેલા ડાઘા પર લગાવો.

કાબુલી ચણામાં નાખો જ્યારે પણ કાબુલી ચણા કે પછી દેશી ચણાને તમે બાફવા મુકો છો ત્યારે તેમાં થોડી ઉકળેલી ચા પત્તી નાખો. ચણા બાફતી વખતે ઉકળેલી ચા પત્તી નાખવાથી તેમાં મસ્ત સ્મેલ આવે છે. આ સાથે જ કાબુલી ચણા બાફતી વખતે તેમાં ઉકળેલી ચા પત્તી નાખવાથી તેનો રંગ પણ એકદમ અલગ આવે છે.

કાચ ચમકાવવા માટે
કાચ ચમકાવવા માટે ઉકળેલી ચા પત્તી એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ઉકળેલી ચા પત્તીને ઠંડા પાણીમાં નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને ત્યારબાદ આ પાણીને ગરણીથી ગાળી લો. હવે આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને તેની મદદથી કાચ સાફ કરો. જો તમે આ રીતે કાચ સાફ કરશો તો કાચ પર ચમક આવશે.

ફર્નીચર સાફ કરો ફર્નીચરને સાફ કરવા માટે ઉકળેલી ચા પત્તીનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. ઉકળેલી ચા પત્તીને થોડા પાણીમાં નાખીને તેને બીજીવાર બરાબર ધોઇ લો. ત્યારબાદ આ પાણીને એક સ્પ્રે બોટલમાં ભરીને ફર્નીચર પર છાંટો અને એક ચોખ્ખુ કપડુ લઇને ફર્નિચર લૂછી લો. જો તમે અઠવાડિયામાં બે વાર આ પ્રોસેસ કરશો તો તમારું ફર્નિચર ચમકવા લાગશે અને ડાધા પણ દેખાશે નહિં.

ખાતર તરીકે ઉપયોગ કરોઉકળેલી ચા પત્તીનો ઉપયોગ તમે ફુલ છોડમાં ખાતર તરીકે કરી શકો છો. આ ખાતરથી ફુલ છોડને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. ફુલ છોડને પાણીની સાથે-સાથે ખાતરની પણ ખૂબ જરૂરિયાત હોય છે. આમ, જો તમે ઉકળેલી ચા પત્તીને ફુલ છોડમાં નાખો છો તો તેનાથી ફુલ છોડ મસ્ત થાય છે અને ખીલી પણ ઉઠે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ વાંચો ફક્ત અમારા પેજ પર, તમે પણ લાઇક કરો અને મિત્રોને પણ કહો લાઇક કરવા માટે…

ટીપ્પણી