જલ્સા કરોને જેંતીલાલ

શું તમને ખબર હતી ? કે કોફી તમારી ચામડી માટે આટલી બધી ફાયદાકારક છે !

કોફી કોને ન ભાવે? દરરોજ સવારે મહત્વનું કોઈ કામ યાદ આવે કે ન આવે પણ સૌથી પહેલા કોફી તો યાદ આવી જાય, શું કહેવું ! બહુ ઓછા લોકોને ખબર હોય છે કે કોફી આપણી ચામડી માટે ખુબ જ ફાયદાકારક છે.
તો જાણો, શું છે એ ફાયદાઓ?

૧. કુદરતી એક્સફોલીએટર

કોફીના દાણા કુદરતી એક્સફોલીએટર તરીકે કામ કરે છે. જયારે તેની મદદથી મસાજ કરવા અથવા સ્ક્રબ કરવામાં આવે (આ દરમિયાન દૂધની મલાઈ, મધ, નારિયેળની તેલ, અથવા બદામનું તેલ પણ ઉમેરી શકાય છે) ત્યારે તે ત્વચા ઉપરથી ડેડ સ્કીન સેલ એટલે કે મૃત કોશો અને નકામો કચરો નીકળી દે છે. આમ થવાથી તમારી સ્કીન આરામથી ઓક્સિજન લઈ શકે છે.

૨. ફ્રી રેડિકલ્સ સામે લડે છે.

ફ્રી રેડિકલ્સ શરીરમાંના અસ્થાયી અણુ ઘણી શકાય જેને કારણે ત્વચામાં કરચલીઓ પડે છે તેમજ ડ્રાય પણ થઈ જાય છે. કોફીની અંદર રહેલું કેફેન આવા જ ફ્રી રેડિકલ્સ સામે અસરકારક રીતે લડે છે. આથી ત્વચા એકદમ નરમ અને કોમળ રહેવાની સાથે સાથે જવાન પણ રહી શકે છે.

૩. આંખની નીચેના ડાઘા

કોફીના બળતરા વિરોધી ગુણધર્મો આંખની નીચેના કાળા ડાઘા દુર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ચામડીની અંદર રહેલી વધારાનું પાણી પણ કોફીથી દુર થઈ શકે છે.

૪. સેલ્યુંલાઈટસ

કોફીના દાણા કુદરતી એક્સફોલીએટર હોવાની સાથે સાથે ચામડી ઉપરના સેલ્યુંલાઈટસને પણ દેખાતા ઓછા કરે છે. કોફીના દાણાથી સ્ક્રબ અને મસાજ કરવાથી ત્વચાનું રુધિર પરિભ્રમણ વધે છે.

૫. અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ

ઘણા બધા અભ્યાસમાં સાબિત પણ થયું છે કે કેફેન સૂર્યના હાનીકારક એવા અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. આજ કારણે ઘણા બધા સનસ્ક્રીન લોશનમાં કેફેન ઉમેરવામાં આવે છે. કોફીના દાણા અને મધના મિશ્રણથી બનેલું સ્ક્રબ ત્વચાની કાળાશ દુર કરવાની સાથે સાથે કુદરતી મોઈસ્ચરાઈઝર તરીકે પણ કામ કરે છે.

લેખન.સંકલન ; યશ મોદી

Exit mobile version