જલ્સા કરોને જેંતીલાલ

બોલીવૂડને લાગ્યો બુઢ્ઢા થવાનો ચસ્કો, જુઓ, આપણા બોલીવૂડ સ્ટાર્સ અને ક્રીકેટર્સ ગઢપણમાં કેવા લાગશે

હાલ સમગ્ર ઇન્ટરનેટ પર એક નવી જ ચેલેન્જે જન્મ લીધો છે. તે છે ઓલ્ડ એજ એપ દ્વારા પોતાની જાતને વૃદ્ધ બતાવવીની ચેલેન્જ. ફેસ એપ દ્વારા થોડા સમય પહેલાં બેબી ફિલ્ટર દ્વારા પોતાની જાતને બાળક બનાવવાની હોડ સોશિયલ મિડિયામાં લાગી હતી પણ હવે પોતાની જાતને વૃદ્ધ બતાવવાની ચેલેન્જ શરૂ કરી દેવામાં આવી છે. આ ફેસ એપ દ્વારા વ્યક્તિ એ જાણી શકે છે કે તે 60 વર્ષની ઉંમરે કેવો લાગશે.


ખરેખર આ એક અદ્ભુત સોફ્ટવેયર છે કેવી રીતે માત્ર એક જ ક્લીકથી આપણે આપણી ભવિષ્યની તસ્વીર જોઈ શકીએ છીએ.

તાજેતરમાં જ બોલીવૂડ સ્ટાર વરુણ ધવને આ ચેલેન્જને સ્વિકારતા પોતે 70 વર્ષે કેવો લાગશે તેની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી. અને તે વૃદ્ધત્વમાં પણ કોઈ પણ જુવાન મોડેલને શરમાવે તેવો આકર્ષક લાગી રહ્યો છે.


વરુણ ધવનની આ તસ્વીર બાબતે કેટલાક લોકોનું તો એવું પણ કહેવું હતું કે આ ક્યાંક 100 વર્ષના અનિલ કપૂરની તો તસ્વીર નથી ને ! વરુણ ધવનના આ ફોટો પર બેલિવૂડની હસ્તીઓએ પણ ઘણી બધી કમેન્ટ કરી હતી. આયુષ્યમાન ખુરાનાએ વરુણ ધવનના ફોટો પર wow કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી.


વરુણ ધવને તો પોતાના ગઢપણની ફોટો શેયર કરી જ લીધી ફેસ એપ ફિલ્ટરની મદદથી પણ તેનો મિત્ર અર્જુન કપૂર કેમ પાછો રહી જાય. તેણે પણ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પોતાનો ઓલ્ડ એજ લૂક શેયર કર્યો છે. અર્જૂન કપૂરે પોતાનો આ ફોટો શેયર કરતાં લખ્યું છે “old age hit me like…”


ત્યાર બાદ તો સોશિયલ મિડિયા પર સેલિબ્રિટિની આવી ઓલ્ડ એજ તસ્વીરોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. કોઈના દ્વારા રણવિર અને દિપિકાનો પણ ઓલ્ડ એજ ફોટો શેયર કરવામાં આવ્યો છે. મૂળે તો આ તસ્વીર તેમના લગ્નના રિસેપ્શનની છે પણ આ ફોટોને ફિલ્ટર કરીને તેઓ 60 વર્ષની ઉંમરે કેવા લાગશે તે દર્શાવવામાં આવ્યું છે.

સેલિબ્રિટિઝ તો ખા જ પણ તેમના ફેન્સ પણ તેમની અવનવી તસ્વીરો ફિલ્ટર કરીને સોશિયલ મિડિયા પર શેયર કરી રહ્યા છે. શાહરુખ, સલમાન, આમિર, રીતિક, અજય દેવગન અને અક્ષય કુમારના આજથી 25 વર્ષ બાદ તેઓ કેવા લાગશે તેના ફોટોઝ પણ તેમના ફેન્સ દ્વારા ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવ્યા છે.

બોલીવૂડ સ્ટાર્સે તો આ ચેલેન્જ સ્વિકારીને પોતાના ફેન્સને ખુબ જ એન્ટરટેઇન કર્યા છે. શું તમને એવી જીજ્ઞાશા નથી થતી કે આપણા ક્રીકેટર્સ 2050માં કેવા લાગશે ? તેમની ઓલ્ડ એજ તસ્વીરો જોઈ તમે તમારું હસવું નહીં ખાળી શકો.

તો વળી ભારતને બીજીવાર ક્રીકેટ વર્લ્ડ કપ અપનાવનાર આપણા ભૂતપૂર્વ કેપ્ટન કૂલ ધોનીના એક ફેને તો તેને આ એપ દ્વારા ઓર વધારે યંગ બતાવ્યો છે. અહીં ધોનીને વિસ વર્ષનો યુવાન બતાવવામાં આવ્યો છે.


માત્ર બોલીવૂડ કે ક્રીકેટ જ શા માટે પણ સમગ્ર વિશ્વમાં આ એપનો જોર શોરધી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકો શોખથી પોતાના આવનારા વૃદ્ધત્વની તસ્વીરો શેયર કરવ લાગ્યા છે.

તો વળી પ્રિયંકાના પતિ અને તેના દિયરો એટલે કે ધી જોહાન બ્રધર્સે પણ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ફેસ એપ ફિલ્ટર વાપરીનો પોતાનો ઓલ્ડ એજ ફોટો શેયર કર્યો છે.

શું છે આ ફેસ એપ ?

આ ફેસ એપ એક એવી મોબાઈલ એપ્લિકેશન છે જે તમારા ચહેરાને વિવિધ ફિલ્ટરો દ્વારા તેમજ ફિચર્સ દ્વારા ખુબ જ વાસ્તવિક રીતે બદલી શકે છે. આ એપનું પહેલું વર્ષન 2017માં રીલીઝ કરવામાં આવ્યું હતું. જો કે તેના ફ્રી વર્ઝનમાં ખુબ જ મર્યાદિત ફિલ્ટર જ મુકવામાં આવ્યા હતા.


સામાન્ય રીતે લોકોને પોતાના વૃદ્ધત્વને લઈને ચિંતા જ સતાવ્યા કરતી હોય છે, કે ગઢપણમાં તેમની શું હાલત થશે તેમની તબિયત સારી રહેશે કે નહીં વિગેરે વિગેરે પણ સોશિયલ મિડિયા પરા આજે જે પોતાના ફોટાને ફેસ એપ દ્વારા ફિલ્ટર કરીને પોતાના વૃદ્ધત્વની જાણે ઉજવણી કરવામાં આવા રહી છે. શું તમે પણ તમારા ગઢપણને જોવા માગો છો ?


ફેસ એપ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો ?

તેના માટે તમારે સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર જઈને ફેસ એપ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. તેમા તમારી પાસે ઘણી બધી પર્મિશન માગવામાં આવશે. જેમાં તેઓ તમારા ફોન તેમજ તમારા સોશિયલ અકાઉન્ટમાં રહેલા ફોટોઝને એક્સેસ કરવાની પણ પરમિશન માગે છે.

આ એપ દ્વારા તમે યુવાન પણ દેખાઈ શકો છો વૃદ્ધ પણ દેખાઈ શકો છો અને જો તમે માત્ર તમારા વાળ જ સ્ટાઇલ કરવા માગતા હોવ તો તે પણ કરી શકો છો. અરે તમે તમારી જાતને ઓપોઝિટ જેન્ડરમાં પણ ફેરવી શકો છો.


હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ એપ્લીકેશન ખોલીને તમારે તમારો એક ફોટો લેવો અને તમારા ફોનના તળિયે ‘યુઝ’ બટન આવેલું હશે તેના પર ક્લીક કરતાં તમે તમારા ફોટોને ઇચ્છો તે રીતે ફિલ્ટર કરી શકશો.


જો તમે ઓલ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરશો તો તમે વૃદ્ધ લાગશો, જો યંગનો યુઝ કરશો તો તમે યુવાન લાગશો. જો તમે તમારા વાળ લાંબા બતાવા માગતા હોવ તો તેમ કરી શકો છો, જો તમારે ડાઢી જોઈતી હોય તો તે પણ એડ કરી શકો છો. છે ને મજાની એપ. આજે આ એપ્લિકેશનના વિશ્વ ભરમાં 8 કરોડ કરતાં પણ વધારે યુઝર્સ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version