આ 5 બોલિવૂડ સિતારાઓએ વિદેશીઓ સાથે કર્યા છે લગ્ન, અને હાલમાં જીવી રહ્યા છે આવી જીંદગી, PICS

બોલીવુડના વિદેશી જીવન સાથી

બોલીવુડની મૂવીઝમાં આપણે મોટાભાગે આ ડાયલોગ સાંભળ્યો છે કે, ‘હું પ્રેમ માટે કઈ પણ કરી શકું છું’ , પણ ફિલ્મ દુનિયાના કેટલાક સિતારાઓને પોતાના અંગત જીવનમાં આ ડાયલોગને સાચો સાબિત કર્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલીવીઝનની દુનિયામાં આવા કેટલાક કપલ્સ છે જેમણે સાચા પ્રેમની શોધ માટે સાત સમંદર પાર પહોચી ગયા છે.

આજે અમે આપને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક આવા જ કપલ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે વિદેશીઓને પ્રેમ કર્યો અને ત્યાર પછી લગ્ન પણ કર્યા છે.

શશી કપૂર અને જેનીફર કૈંડલ:

image source

શશી કપૂરએ ૭૦ અને ૮૦ના દશકના પ્રસિદ્ધ અભિનેતા હતા. તે સમયે મોટાભાગની છોકરીઓ શશી કપૂર માટે દીવાની હતી. પણ શું આપ જાણો છો કે શશી કપૂરનું દિલ કોઈ ભારતીય છોકરી નહી પણ શશી કપૂર સાચા પ્રેમની શોધમાં વિદેશ જઈને પૂર્ણ થઈ. શશી કપૂર વર્ષ ૧૯૫૬માં પહેલી વાર ઈંગ્લીશ એક્ટ્રેસ જેનીફર કેંડલને મળ્યા હતા.

image source

જેનીફર કેંડલને જોતા જ શશી કપૂરને પ્રેમ થઈ ગયો હતો. ત્યાર પછી શશી કપૂર અને જેનીફર કેંડલએ લગ્ન કરી લીધા હતા. જેનીફર કેંડલ અને શશી કપૂરને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે.: કરણ કપૂર, કૃણાલ કપૂર અને પુત્રી સંજના કપૂર છે. તેમજ જેનીફર કેંડલનું નિધન વર્ષ ૧૯૮૪માં થયું છે.

સુચિત્રા પિલ્લઇ અને લાર્સ જેલડસન:

image source

અભિનેત્રી સુચિત્રા પિલ્લઈની લાર્સ જેલડસન સાથેની પહેલી મુલાકાત ડેન્માર્કમાં થઈ હતી. ત્યાર પછી બન્ને વચ્ચેની મિત્રતા થઈ ગઈ અને ત્યાર પછી થોડાક મહિનાઓ સુધી બન્નેએ એકબીજાને ડેટ કર્યા અને આ મુલાકાતો પ્રેમમાં ફેરવાઈ ગઈ અને પછી સુચિત્રા પિલ્લઈ અને લાર્સ જેલડસનએ વર્ષ ૨૦૦૬માં બન્નેએ મલયાલમ અને કેથોલિક એમ બન્ને રીતે લગ્ન કર્યા. આજે સુચિત્રા પિલ્લઈ અને લાર્સ જેલડસનને સંતાનના રૂપમાં બે પુત્રીઓ છે જેમના નામ અનીકા અને અશ્ના છે.

પ્રીતિ ઝીંટા અને જીન ગુડીનફ:

image source

પ્રીતિ ઝીંટા એક ખુબ જ સુંદર અને બોલીવુડની સફળ એક્ટ્રેસ માંથી એક છે. પ્રીતિ ઝીંટાએ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ અમેરિકન સીટીઝન જીન ગુડીનફ સાથે મેરેજ કરીને બધાને નવાઈમાં મૂકી દીધા હતા. પ્રીતિ ઝીંટા અને જીન ગુડીનફ સાથે લોસ એન્જલસમાં એક પ્રાઈવેટ ફંકશનમાં આયોજિત કરવામાં આવ્યા હતા.

image source

પ્રીતિ ઝીંટાના પતિ જીન ગુડીનફ લોસ એન્જલસના નિવાસી છે અને જીન લોસ એન્જલસમાં એક આર્થિક વિશ્લેષક છે. જીન ગુડીનફ સાથે મેરેજ પહેલા કેટલાક વર્ષો સુધી બીઝનેસ મેન નેસ વાડિયા સાથે રીલેશનમાં હતી. પણ કોઈ કારણસર બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. બીઝનેસમેન નેસ વાડિયાથી અલગ થયા પછી, પ્રીતિ ઝીંટાએ જીન ગુડીનફ સાથે લગ્ન કરી લે છે.

આશ્કા ગોરડિયા અને બ્રેન્ટ ગોબલ:

image source

૩ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ પોતાના બોય ફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે મેરેજ કરી લીધા છે. આશ્કા ગોરડીયાના પતિ ફોરેનર છે. થોડા સમય સુધી આશ્કા ગોરડિયા અને બ્રેન્ટ ગોબલએ એકબીજાને ડેટ કરતા રહ્યા, ત્યાર પછી આશ્કા ગોરડિયા અને બ્રેન્ટ ગોબલ સ્ટાર પ્લસ પર પ્રસારિત એક રીયાલીટી શો ‘નચ બલિયે’માં પાર્ટીસીપેટ કર્યા છે.

સેલીના જેટલી અને પીટર:

વર્ષ ૨૦૧૧માં એક્ટ્રેસ અને ફેમિના મિસ ઇન્ડિયાનું બિરુદ જીતનાર સેલીના જેટલીએ ઘણા લાંબા સમય સુધી બોયફ્રેન્ડ પીટર હેગએ ડેટ કરી રહી હતી. તેના થોડાક સમય પછી સેલીનાએ બોયફ્રેન્ડ એવા ઓસ્ટ્રેલીયન ઉદ્યોગપતિ પીટર હેગને સાથે મેરેજ કરી લીધા છે.

image source

તાજેતરમાં સેલીના જેટલી તેના પતિ પીટર સાથે એક ખુશહાલ જિંદગી વિતાવી રહી છે. ઉપરાંત હવે સેલિનાએ ફિલ્મી દુનિયાથી નિવૃત્તિ લઈ ચુકી છે. સેલીના જેટલી અને પીટર હેગનેને સંતાન તરીકે બે જુડવા દીકરા છે, જેમનું નામ છે.: વિરાજ અને વિસ્ટન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ