સેલિબ્રિટી વિષે સૌથી વધુ વાતો તેમના બોડીગાર્ડ જ જાણતા હોય છે…

ફિલ્મિ સેલિબ્રિટીઝના બોડી ગાર્ડ દ્વારા જાણો તેમના કેટલાક રહસ્યો

આજે બેંકના એટીએમને જેટલી ગાર્ડની જરૂર નથી હોતી તેટલી સીક્યોરીટીની જરૂર સેલિબ્રિટીઓને પડી રહી છે. તેમાં તેમનો કોઈ વાંક નથી. તેઓનું જીવન જ કંઈક એવું હોય છે. ખુબ જ મહેનત કરીને તેઓ લાખો કરોડો લોકોના હૃદયમાં જગ્યા બનાવે છે. અને માટે જ તેમના લાખો કરોડો ફેન્સ તેમને જોવા-મળવા ચોવિસે કલાક આતુર રહે છે. અને હવે તો મોબાઈલ આવી ગયો એટલે તો પુછવું જ શું. પહેલાં ફેન ઓટોગ્રાફ લઈને જતા રહેતાં હતા હવે તો ફેન્સને સેલ્ફી પણ જોઈએ છે. અને ઘણીવાર તો સેલિબ્રિટીની મરજી વિરુદ્ધ.


અત્યાર સુધીમાં આપણે એવા ઘણા પ્રસંગો વાંચ્યા હશે જેમાં ફેન્સ દ્વારા સેલિબ્રિટીને હેરેસ કરવામાં આવ્યા હોય. તો આ જ બધા જોખમો માટે તેમના માટે સિક્યોરીટી એક ખુબ જ મહત્ત્વનું પાસુ બની જાય છે. અને માટે જ તેઓ ઉચ્ચ કક્ષાના બોડીગાર્ડ રાખે છે જે તેમને હર હંમેશ પ્રોટેક્ટ કરે છે. અને આ બોડીગાર્ડ તેમની ખુબ જ નજીક રહેતા હોવાથી તેમના કેટલાએ રહસ્યોને પોતાનામાં ધરબી રાખે છે. તો આવા જ કેટલાક રહસ્યો ઉજાગર કરતી આજની અમારી આ પોસ્ટ છે.

સિલિબ્રિટીનો ડીમાંડીંગ સ્વભાવ (જે વસ્તુ જોઈએ તે જોઈએ જ) – એ વાત યોગ્ય છે કે તેઓ ઘણી બધી મુશ્કેલીઓ તેમજ પડકારોનો સામનો કરીને આટલી ઉંચાઈ પર પહોંચ્યા હોય છે. પણ આ ઉંચાઈએ પહોંચ્યા પછી તેઓ એટલા બધા ડીમાંડીંગ થઈ ગયા હોય છે કે તેમની દરેક ડીમાંડ પુરી કરવી શક્ય નથી રહેતી.


આ ઉપરાંત તેઓ થોડા વિચિત્ર પણ હોય છે. તેઓ અમુક બાબત અમુક રીતે જ કરતા હોય. લોકો તેમને અભિમાની, કે પછી વેનિલા સમજતા હોય પણ વાસ્તવમાં તો તેઓ જાણે કોઈ મોટી કંપનીના માલિક હોય તેવું જ વર્તન કરતા હોય છે. કેમ નહીં આખરે તેઓ પોતે એક બ્રાન્ડ જ છે. તેઓ અમુક પ્રકારે જ પોતાની વસ્તુ કરતા હોય છે અને જો તેમ ન થાય તો તેઓ નાખુશ રહે છે. માટે તેમની દરેક ડીમાન્ડને પુરી કરવી પડે છે.

સિલિબ્રીટી એક બોડી ગાર્ડની ભલામણ બીજા સેલિબ્રીટીને કરે છે

બોડીગાર્ડ માટે આ એક ખુબ જ મહત્ત્વની બાબત છે. જો તેમનું કામ તેમના હાલના ક્લાયન્ટને ગમતુ હશે તો જ તે બીજા સેલિબ્રિટીને તેની ભલામણ કરશે. માટે તમારું કામ જ તમને તમારી કેરિયર બનાવવા માટે મદદ કરશે. આમ સેલિબ્રિટી જે કોઈ ઇવેન્ટમાં જાય ત્યાં ત્યાં બોડીગાર્ડે સતત એલર્ટ રહેવું પડે છે. તેણે સેલિબ્રિટી સાથે જોડાયેલી હજારો બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમ કરીને જ તેઓ સેલિબ્રિટી પર પોતાની સારી છાપ પાડી શકે છે.


ભલા બોડીગાર્ડ હોવું એક શ્રાપ છે

સિલિબ્રિટી માટે તમે જો માત્ર બોડીગાર્ડ જ રહો તો તે બરાબર છે. પણ જો તમે તેમની સાથે વધારે મિત્રતાપૂર્ણ વર્તન કર્યું તો તેઓ તમારો ફાયદો ઉઠાવવા લાગશે. અને દીવસના કોઈ પણ સમયે તે તમને કંઈ પણ કરવા કહી શકે છે. તે પછી ક્યાંક સામાન પહોંચાડવાનો હોય, કે પછી બાળકેને શાળાએ મુકવાના હોય કે ગમે તે હોઈ શકે છે. જો કે કેટલાક સેલિબ્રિટી દીલેર હોય છે. તેઓ પોતાના ડોમેસ્ટીક સ્ટાફ જેમાં બોડીગાર્ડનો પણ સમાવેશ થઈ જાય છે તેમને મોંઘી મોંઘી ગીફ્ટ આપતા હોય છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટે પોતાના આખા સ્ટાફને મુંબઈ જેવા શહેરમાં ફ્લેટ લઈ આપ્યા હતા. અને તેમ છતાં તમે માત્ર બોડીગાર્ડ જ બનવા માગતા હોવ તો તમારે તમારી શરતો પહેલેથી જ ક્લીયર કરી લેવી જોઈએ.

બોડી ગાર્ડ માત્ર બોડીગાર્ડ જ નથી રહેતા


બોડી ગાર્ડનો સ્પષ્ટ અર્થ થાય અંગ રક્ષક એટલે કે તેમણે સેલિબ્રિટીના અંગનું રક્ષણ કરવું. ના અહીં એવું નથી અહીં સાથે બીજી ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે. જેમ કે તેમના બાળકો પર નજર રાખવી. તેઓ જાહેરમા અણછાજતું વર્તન ન કરે. ઉપરરાંત જો એક સેલિબ્રિટી બીજી સેલિબ્રિટીને જોયે ન ગમતી હોય અને એક જ ઇવેન્ટ પર તે બન્ને જણ હાજર રહેવાના હોય તો તેઓનો આમનો સામનો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો છે.

બોડી ગાર્ડને સેલિબ્રિટી શરમમાં મુકી દે છે

કેટલાક એવા સેલિબ્રિટી હોય છે જેઓ બીજા બધા આડા અવળા ધંધા પણ કરતા હોય છે. ક્યારેક એવું બને છે કે સેલિબ્રિટી કોઈ ગેરકાયદેસર વસ્તુ પોતાની સાથે રાખતો હોય અથવા એવું કંઈ કરતો હોય જે યોગ્ય ન હોય તો તે વખતે પણ બોડીગાર્ડે સાચા-ખોટાના ખ્યાલને બાજુ પર મુકીને પોતાના ક્લાયન્ટને જ ગાર્ડ કરવા પડે છે. આવા સંજોગોમાં બોડીગાર્ડે પોલિસનો પણ સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે જ્યારે સેલિબ્રિટી પિધેલો હોય અને ગેરવર્તન કરતો હોય અથવા તો તેણે ડ્રગ્સ લીધી હોય.


સેલિબ્રિટી સ્વાર્થી હોય છે

સેલિબ્રિટિ ખુબ જ સ્વાર્થી હોય છે અને તે તમે તેમના વ્યક્તિત્વમાં જોઈ શકશો. જો કે બધા જ સેલિબ્રિટી માટે આ વાત લાગુ નથી પડતી પણ ઘણા બધા તેવા જ હોય છે. તેમને પોતાની આસપાસ શું ચાલી રહ્યું હોય છે તેની કોઈ જ ચિંતા નથી હોતી. તેઓનું બધું જ ધ્યાન તેમના પોતાના પર જ હોય છે અને તેઓ ઇચ્છે છે કે બીજા બધાનું ધ્યાન પર તેમના પર જ હોય. તેમના શેડ્યુલ ખુબ જ ટાઇટ હોય છે અને તેઓ ગમે ત્યારે બોડીગાર્ડને પોતાની પાસે રહેવાનો ઓર્ડર કરી શકે છે. તેમને એ ખ્યાલ જરા પણ નથી રહેતો કે તેમના બોડીગાર્ડને પણ પોતાના પર્સનલ કમીટમેન્ટ્સ હશે જે તેણે પુરા કરવાના રહેતા હશે.

ક્યારે શું કરે કંઈ જ ન કહેવાય

સેલિબ્રિટીઝ પછી તે બોલીવૂડના હોય હોલિવૂડના હોય કે પછી કોઈ બેન્ડના હોય કે પછી કોઈ પણ હોય તે ક્યારે શું કરે તેનો કોઈ જ ભરોસો નહીં. તેઓ ગમે ત્યારે મિડિયા સાથે બાથ ભિડાવી લે કે પછી ગમે ત્યારે કંઈ પણ બોલી દે.


એક દેશથી બીજા દેશ ફરતા રહેતા સેલિબ્રિટીઝ

જેટલા જ બિઝિ સેલિબ્રિટી હશે તેટલા જ બિઝી તેમના બોડીગાર્ડ પણ હશે. અને તેના કારણે તેઓ પોતાના અંગત સંબંધો પર વધારે ધ્યાન નથી આપી શકતા અને જાણે તેમની પર્સનલ લાઈફ જેવું પણ કંઈ નથી રહેતું. જો કે મોટા ભાગના બોડીગાર્ડ પોતાની આ લાઈફને એન્જોય કરે છે. તેમને ગમે છે કે તેઓ એક દીવસ પેરિસમાં ઉગતો સુરજ જુએ છે તો એક દીવસ લાસવેગસમાં રાત પસાર કરે છે.

તેમની પસંદ પ્રમાણે જ કામ કરાવવાનો આગ્રહ

બોડી ગાર્ડે સેલિબ્રિટીઝના ટાઈટ શેડ્યુલને અનુસરવાનો હોય છે. તેમણે ત્યારે જ જમવું પડે છે જ્યારે સેલિબ્રિટી જમતા હોય. આ ઉપરાંત તેમણે પોતાના બધા જ અંગત કામ પણ આ શેડ્યુલ પર જ આધારિત રાખવા પડે છે.


સોશિયલ મિડિયાની સેલિબ્રિટી પર અસર

એકાદ બે દાયકા પહેલાં સેલિબ્રિટી માત્ર પરદા કે પછી ટીવીના સ્ક્રીન દ્વારા જ પોતાના ફેન્સથી રૂબરુ થતાં. પણ હવે સોશિયલ મિડિયા દ્વારા પણ તેઓ પોતાના ફેન્સના સીધા જ સંપર્કમાં આવી ગયા છે. આજે ફેન્સ કે પછી દૂનિયાની કોઈ પણ વ્યક્તિ તેમના પર સારી ખરાબ કમેન્ટ સીધી જ તેમના એકાઉન્ટ પર કરી શકે છે. અને કરે જ છે. તેમજ તેઓ કયારે ક્યારે કઈ કઈ ઇવેન્ટમાં જવાના છે તેની અપડેટ્સ પણ સોશિયલ મિડિયા પર આવી જાય છે અને હજારો ફેન્સ તેમને ત્યાં મળવા પહોંચી જાય છે. ત્યારે આવા સમયે બોડીગાર્ડ માટે ઘણી અઘરી સ્થિતિ ઉભી થઈ જાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ