જલ્સા કરોને જેંતીલાલ

ઋજુતા દીવેકર સૌથી વધુ મોંઘી ડાયટેશીયન છે લગભગ, મેજોરીટી બોલીવૂડ સેલેબ્રીટી તેની સલાહ લેતા હોય છે

ફ્રેન્ડસ..અનંત અંબાણીને તો ઓળખતા જ હશો ! સૌ ને ખ્યાલ છે કે તેણે થોડા મહિનામાં ૨૫+ કિલો વજન ઉતારેલું ! વેલ, આનો શ્રેય જાય છે તેની વેઇટ લોસ કોચ ઋજુતા દીવેકાર ને ! હા, ઋજુતા દીવેકર સૌથી વધુ મોંઘી ડાયટેશીયન છે લગભગ, મેજોરીટી બોલીવૂડ સેલેબ્રીટી તેની સલાહ લેતા હોય છે..કરીના કપૂર, રીચા ચઢ્ઢા, અમિતાભ બચ્ચન વગેરે…

થોડો સમય પહેલા તેણીએ ખાસ ડાયાબીટીસના દર્દીઓ અમુક ટીપ્સ આપેલી જે ફોલો કરવા જેવી છે !


૧. ફળ ખાઓ. તમારા જે લોકલ બજારમાં મળતા હોય એ બધા ફળ ખાઈ સકાય કેળા, કેરી, સફરજન વગેરે કેરી એ કોંકણ થી આવે છે જયારે સફરજન કાશ્મીર તો વધારે લોકલ કેરી કેહવાય એ ખાઈ સકાય તેમાંથી શરીરને જરૂરી ફ્રુકટોસ મળે છે. આ બધા જ ફળ ડાયાબીટીસમાં લઇ સકાય તેમનો ફ્રુકટોસ તમારું સુગર લેવલ બેલેન્સ રાખશે.

૨. વેજી તેલની જગ્યાએ અનાજના તેલ ખાવાનું રાખવું જેમ કે સિંગતેલ, સરસીયાનું તેલ અને તલનું, રાઈસ બ્રાન અને ઓલીવ ના લેવું અને જે તૈયાર પેકેટ મળે છે તે પણ નાં ખાવું અને થઇ સકે તો કાચી ઘાણી નું તેલ ખાવું રીફાઈન્ડની જગ્યાએ.

૩. ઋજુતા સૌથી વધારે સમય ઘી બાબતમાં ચર્ચા કરે છે. ઘી ખાવું જોઈએ અને કયારે વધારે ક્યારે ઓછુ એ બરાબર સમજીને ખાવું જોઈએ પણ સારી ક્વોલીટીવાળું ઘી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે.

૪. કોપરાને તમારા ખોરાકમાં ઉમેરો જેમ કે પૌહા અને ઉપમા વગેરે માં છીણેલું અને ઈડલી અને ડોસા વગેરેમાં ચટણી તરીકે. તેમાં બિલકુલ કોલેસ્ટ્રોલ નથી હોતો અને તે કમરને પાતળી બનાવે છે.

૫. સવારના નાસ્તામાં ઓટ્સ ને એવું ના ખાઓ પેકિંગ ફૂડ ના લેવું એમાં ટેસ્ટ પણ નથી હોતો અને બોરિંગ હોય છે અને દિવસ ની શરૂઆત બોરિંગ નાસ્તા સાથે નાં કરવી તેની જગ્યા એ ઉપમા, ઈડલી , ડોસા વગેરે લઇ સકાય.

૬. ફરહાન અખ્તરની જાહેરાત જે ટીવીમાં જોઈએ છે ફાઈબરના બિસ્કીટ તે ખાવો એના કરતા ઘરના બનેલા પૌહા , ઉપમા ઈડલી અને ડોસા વગેરેમાં થી પણ તે મળી રહે છે.

૭. જ્યાં સુધી દાંત છે ત્યાં સુધી જ્યુસ ના પીવો તેના બદલે સમારેલા જ શાક અને ફળ લેવા.

૮. શેરડી એક સારું ડીટોક્ષ છે તેનો ફ્રેશ રસ પીવો કે એમ જ ખાવી.

૯. જેમને પીસીઓસ અને થાઇરોઇડની તકલીફ છે તેને સ્ટ્રેન્થ અને વેઇટ માટેની ટ્રેનીંગ લેવી અને તૈયાર પેકેટ ફૂડ ના લેવા.

૧૦. ભાત દરરોજ સફેદ ભાત ખાવા , બ્રાઉન ભાત ના ખાવા જે ભાત બનાવામાં વાર લાગે તેને પચતા પણ વાર લાગે માટે તેના બદલે સફેદ ભાત લેવા. ભાતનો જીઆઈ ઇન્ડેક્ષ મધ્યમ છે અને જો તેને દાળ,દહીં કે કાઢી સાથે ખાવ તો સારું રહે તેનાથી જીઆઈ ઇન્દેક્ષ નીચો જાય અને ઘી ઉમેરી ખાવ તો વધારે નીચો જાય.ભાત ને છોડવાની જગ્યાએ દિવસમાં ત્રણ વાર ખાવો તો પણ સારું.તેમાંથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે.

૧૧. આપણે કેટલું ખાઉં જોઈએ વધારે ખાવ જો વધારે ભૂખ હોય અને ઓછુ જો ઓછી ભૂખ હોય તો.

૧૨.આપણે રોટલી અને ભાત બંને એક સાથે ખાઈ શકીએ છે આપણને જે પ્રમાણે ની ભૂખ હોય એમ બંને લેવાય અને ભાત તો તમે દિવસમાં ૩ વાર ખાવ જરા પણ ગભારાય વગર.

૧૩. ખોરાક એવો ના લેવો જે લેવામાં ડર લાગે જેમ કે ઘી અને ભાત પણ એવો લેવો કે જે ખાવા થી તમને સારું લાગે.

૧૪. કદી પણ કેલરી સામે નહી પણ પોષકતત્વો સામે જોઈને ખાવું.

૧૫.બ્રેડ, બિસ્કીટ, કેક, પિઝ્ઝા ના ખાવ

૧૬. પૂછો તમારી જાતને શું આ મારા દાદી કે નાનીએ ખાધું છે જો હા હોય એ દરેક વસ્તુ ડર વગર ખાવ.

૧૭. સીઝન પ્રમાણે ખાઉં. પકોડા, ફાફડા, જલેબી આ બધું ચોમાસામાં ખાઈ સકાય તમારી ભૂખ તમારી સીઝન પ્રમાણે હોય છે અમુક સિઝનમાં તમે તળેલી વસ્તુ ખાઈ શકો છો.

૧૮. ક્યારે ચા નાં પીવી- સવારમાં ઉઠીને તરત ચા નાં પીવી. અને જયારે ભૂખ લાગે ત્યારે પણ એના સિવાય દિવસમાં ૨-૩ વાર ગમે ત્યારે લઇ સકાય.

૧૯. પેકેટના ફૂડ અને ડ્રીંક બિલકુલ ના લેવા

૨૦. થોડી કસરત કરવી કે ચાલવાનું રાખવું જમવાનું પચાવા માટે અને તંદુરસ્ત રેહવા માટે.

ઘી ખાવું જોઈએ કે નહિ ? શું ઘી થી કોલેસ્ટ્રોલ વધે ? જાણો, શું કહે છે ફિટનેસ એક્સપર્ટ “ઋજુતા દીવેકર”

ભારતનું એક ચમત્કારી અને ખુબ જ લાભદાયી આહાર એટલે ઘી ! – આજે આપણે તેને લગતા થોડા સવાલ અને જવાબ જોઈશું !

કેમ આપણા રોજીંદા આહારમાં ઘી જરૂરી છે?

ઘી એ ભારતની વારસાગત રેસીપી છે એ જે રીતે બને છે એનો કલર, સુગંધ તરલતા , સ્વાદ બધું જ કૈક અલગ છે તે હેલ્થ માટે ઉપયોગી છે દિમાગ તેજ થાય છે, પેટમાં દુખતું બંધ થાય છે અને સાથે આધ્યાત્મિક રીતે પણ ઘી જોડાયેલું છે.દરક તેહવાર માં ઘી નું કૈક અલગ જ રીતે ઉપયોગ કરીને ઉજવવામાં આવે છે.

ઘી ખાવાના શું ફાયદા?

ઘી ખાવાના ખુબ જ ફયદા છે જેમ કે, દિમાગ તેજ થાય છે, સ્કીન સારી રહે છે, ફળદ્રુપ્તા માટે પણ સારું છે , રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને સૌથી સારું વીટામીન ડી ની ઉણપ કે જે આજકાલ રીચ લોકોમાં વધારે જોવા મળે છે.

દિવસમાં કેટલું ઘી ખાવું જોઈએ?

જેટલું ખાવું હોય એટલું! જેટલાની જરૂર હોય એ પ્રમાણે જ્યાં સુધી સારી સુગંધ, સારું ટેકચર અને ટેસ્ટ જળવાય રહે !

બજારમાં ઘણા પ્રકારના ઘી મળે છે કયું ખાવું જોઈએ?

ઘી આપણે ઘરે બનાવેલું ખાવું, જે પરંપરાગત રીત થી બને, દૂધને મેળવી પછી તેનું માખણ અને પછી જે રીતે ઘી બને એ રીતે ! ઉપરાંત દૂધ પણ આપણી દેશી ગાયનું બેસ્ટ જે ઘાસ વગરે.. ખાતી હોય.. અને એ ના હોય તો ભેંસ અને જો એ ના મળે તો છેલ્લે જર્સી ગાયનું જે ડી.ડી.એલ.જે પિકચરમાં બતાવે એ ગાય, એ ગાય મકાઈ પણ ખાય છે માટે એ પણ લઇ શકાય!!

આપણે ઘી ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

ફરી એજ જવાબ, આપણી દેસી ગાયનું જ ઘી સારામાં સારું ખાવા માટે રહે છે.

એક ડીબેટમાં જાણ્યું હતું કે જેનું વજન વધારે હોય તેને ઘી નુકશાન કરે છે.તેને કાર્ડિયોવ્સ્કુલર થઇ શકે છે. એ બાબતે તમે શું પ્રતિભાવ આપશો?

ડીબેટ ઉભા થાય છે કેમ કે લોકો ઘીમાં જે સંતૃપ્ત ચરબી છે તેના વિષે વધુ જાણતા નથી. બધા પ્રકારની સંતૃપ્ત ચરબી શરીર માટે ખરાબ નથી હોતી. જયારે ફાઈબરના બિસ્કીટ, કે બીજી કોઈ વસ્તુમાં આવે છે તે પણ જોવું જોઈએ ને!

ઘી માં એક કાર્બનનું માળખું છે અજોડ છે ! જે બીજા બધા કરતા ખુબ જ ઓછુ હોય છે. ઘી માં આ જે અજોડ કાર્બનનું માળખું છે તે જ એને ચમતકારીક ગુણ આપે છે.ઘીમાં અલગ જ કાર્બન નું માળખું હોય છે જે બીજા કરતા ખુબ જ નાનું હોય છે.જે તેને અલગ જ સ્વાદ, સુગંધ અને ફાયદામાં અલગ પાડે છે

આપને કઈ રીતે ઘી રોજિન્દા વપરાશમાં લઇ શકીએ છે?

ઘી ખાવામાં ખુબ જ સારું હોય છે, તેને તડકામાં કે તળવા માટે કે પછી રોટલી કે પરોઠા પર પણ એમ જ લગાવીને ખાઈ શકો છો તમને જેમ લાગે તેમ ખાઈ શકો છો. ઠંડુ પણ અને ગરમ કરીને પણ ખાઈ શકો છો.

આપ સૌ ને આ પોસ્ટ ગમી હોય તો મિત્રોને અચૂક શેર કરજો અને ટેગ કરજો !

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version