કોરોના સમયગાળાની વચ્ચે લાખો સીબીએસઇ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક એ બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. આ અનુસાર 10- 12 બોર્ડની પરીક્ષા 4 મેથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે.
પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે

તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળાને લીધે શાળાઓ અને કોલેજો ઘણા લાંબા સમયથી બંધ છે. બાળકોને ઓનલાઇન વર્ગો દ્વારા ભણાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવી અટકળો ચાલી રહી હતી કે કેન્દ્ર સરકાર પરીક્ષા ઓનલાઈન લઈ શકે છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ માર્ચ અથવા એપ્રિલમાં થઈ શકે છે. પરંતુ શિક્ષણ પ્રધાને ગઈકાલે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે. આજે આ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે.
સરકાર દરેક વિદ્યાર્થીના હિત માટે કામગીરી કરી રહી છે

આ સિવાય શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દરેક વિદ્યાર્થીના હિત માટે કામગીરી કરી રહી છે અને કોરોનાના લીધે કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્યને તેના લીધે પ્રભાવિત થવા ન દઈ શકાય અને તેને લઈને સરકાર તે દિશામાં મક્કમ કામગીરી કરી રહી છે. શિક્ષણ પ્રધાને આ પહેલા ટિ્વટ કર્યું હતું કે મને વિશ્વાસ છે કે સીબીએસઈ દ્વારા લેવામાં આવતી 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપનારા અમારા વિદ્યાર્થીઓ સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત કરી રહ્યા હશે. તમારા ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આજે આ પરીક્ષાઓની તારીખોની જાહેરાત સાંજના 6:00 કલાકે કરીશું.
તમામ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે

આ અગાઉ શિક્ષકો સાથે વાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે બોર્ડ પરીક્ષાઓ ફેબ્રુઆરી 2021 સુધી લેવામાં આવશે નહીં, પરંતુ આ પરીક્ષાઓ રદ પણ નહીં થાય. તમને જણાવી દઈએ કે, પરીક્ષા દરમિયાન કોરોનાથી બચવા માટે તમામ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.
ગઈ કાલે જાહેર કરાઈ હતી GPSC પરીક્ષાની તારીખ

નોંધનિય છે કે ગઈ કાલે મોકુફ રખાયેલી GPSC પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી હતી. 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે. મહત્વનું છે કે, નવેમ્બર 2020માં પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા નવેમ્બર મહિનામાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GPSC દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. GPSCએ 2થી 26 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ 22, 24, 26, 28 અને 29 નવેમ્બરે પરીક્ષા યોજાવાની હતી. મેડિકલ પ્રોફેસર માટે લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,