આ દેેશમાં છે કુદરતી વીજળી ઘર, 260 દિવસ ચમકે છે વીજળી અને પછી…

ચોમાસામાં આકાશમાં કડકડતી વીજળી તો તમે પણ જોઈ હશે અને વરસાદ રોકાઈ જાય એટલે વીજળી પણ રોકાઈ જતું. આવું આપણે ત્યાં જોવા મળે છે. પરંતુ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા એક એવું તળાવ આવેલું છે જ્યાં સતત આકાશે વીજળી કડકતી રહે છે.

image source

મીડિયા રિપોર્ટ અનુસાર વેનેઝુએલા દેશમાં આવેલી કૈટાટુમ્બો નદી વહે છે આ નદી એક સ્થળે મૈરાકાઈબો તળાવમાં ભળે છે આ સ્થળ પર એક બે વખત નહિ પણ કલાકના હજારો વખત વીજળી ચમકતી રહે છે. આ વિસ્તાર કુદરતી તોફાન માટે પણ પ્રસિદ્ધ છે. અહીં વર્ષના 365 દિવસમાંથી લગભગ 260 દિવસ વરસાદી તોફાન રહે છે તોફાની રાત્રી દરમિયાન રાતભર વીજળીઓના કડાકા ભડાકા ચાલુ રહે છે.

image source

આ કડાકા ભડાકા નાના અમથા પણ નથી. આ વિસ્તારથી 400 મીટરના અંતરેથી પણ અહીંની વીજળીઓ સ્પષ્ટ જોઈ શકાય છે. લોકોના કહેવા મુજબ દૂરથી આ વિસ્તારનો નજારો એકદમ અદભુત લાગે છે. એવું લાગે છે જાણે આકાશ રંગબેરંગી રંગોથી રંગવામાં ન આવ્યું હોય.

image source

સ્થાનિક લોકોમાં મૈરાકાઈબો તળાવને તેની આ ખૂબીને કારણે બીકન ઓફ મૈરાકાઈબો, કૈટાટુમ્બો લાઈટનિંગ એવરલાસ્ટીંગ સ્ટોર્મ, ડ્રેમેટીક રોલ ઓફ થન્ડર વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. જયારે દુનિયાભરમાં તે કુદરતી વીજળી ઘર તરીકે ઓળખાય છે. મૈરાકાઈબો તળાવને આ ખાસિયતને કારણે અહીં આવનાર પર્યટકો તો દૂરથી તેનો નજારો લે જ છે એ સિવાય આ વિસ્તારને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

image source

એવું નથી કે અહીં ફક્ત વરસાદી માહોલમાં જ વીજળી ચમકતી હોય, અહીં ઠંડી ઋતુમાં પણ વીજળીઓ ચમકતી રહે છે. વરસાદી સીઝનમાં અહીં મિનિટમાં 28 વખત વીજળી ચમકે છે. જો કે અહીં આટલી બધી વીજળી ચમકવાનું કારણ હજુ પણ અકબંધ છે.

image source

વર્ષ 1960 માં થયેલા એક રિસર્ચ મુજબ આ વિસ્તારમાં યુરેનિયમનું પ્રમાણ વધુ હોવાથી અહીં વીજળી વધુ ચમકે છે. જયારે અન્ય એક રિસર્ચમાં એવું પણ ખુલ્યું કે તળાવ પાસેના તળ વિસ્તારમાં મિથેનનું પ્રમાણ વધુ છે જેથી અહીં વીજળી વધુ ચમકે છે. જો કે યુરેનિયમ અને મિથેન વાળો સિદ્ધાંત પ્રામાણિક રીતે સાબિત નથી થઇ શક્યો જેથી આ કુદરતી વીજળી ઘરનું રહસ્ય અકબંધ જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ