બિલાડીની આ તસવીર સોશિયલ મિડીયામાં મચાવે છે ધૂમ, જુઓ એવું તો શું ખાસ છે આ તસવીરમાં….

બાળપણમાં આપણે બધા રાત્રે સૂતા સમયે તારાઓને જોતા અને તેને ગણવાનો પ્રયાસ પણ કરતા એટલું જ નહીં આકાશમાં તારાઓ વડે બનેલી અલગ અલગ આકૃતિઓ પણ શોધતા. ક્યારેક ચકલી, ક્યારેક સિંહ તો ક્યારેક ચોરસ ને ક્યારેક ત્રિકોણ આકાર દેખાતો. પરંતુ આપણે ત્યારે એ બિલકુલ નહોતા જાણતા કે તારાઓ અને બ્રહ્માંડ શું છે અને તેનું રહસ્ય શું છે ?

image soucre

આપણી પૃથ્વીનો એક ભાગ પણ આવો રહસ્યમયી છે. લેટિન અમેરિકી દેશ પેરુના નાગજાના રણપ્રદેશમાં પણ અનેક આકૃતિઓ આવેલી છે. તાજેતરમાં જ અહીં બિલાડીનું 121 ફૂટ લાબું રેખાચિત્ર જોવા મળ્યું છે.

image soucre

નાજકા રણપ્રદેશ પર સંશોધનકાર્ય કરનારી ટીમમાં શામેલ પુરાતત્ત્વવિદોના અંદાજ મુજબ આ આકૃતિ લગભગ 2200 વર્ષ જૂની છે. આ રેખાચિત્ર અલાસ્કાથી આર્જેન્ટિના તરફ જતા હાઇવેને અડીને આવેલી પહાડીઓ પર આવેલી છે. પેરૂમાં સદીઓથી સંરક્ષિત નાજકા લાઇન્સ નાજકા સંસ્કૃતિનો વારસો માનવામાં આવે છે. આ પહેલા પણ અહીં અનેક વખત બિલાડીઓના વિશાળ રેખાચિત્રો મળી આવ્યા હતા.

image soucre

નાજકા લાઇન્સ પર અત્યાર સુધીમાં 300 થી વધુ અલગ અલગ પ્રકારની આકૃતિઓ જોવા મળી છે. આ આકૃતિઓમાં પશુ અને ગ્રહોના રેખાચિત્રો હોય છે. પુરાતત્વવિદ જોની ઇસ્લા ના કહેવા મુજબ બિલાડીનું ઉપરોક્ત રેખાચિત્ર ત્યારે જોવા મળ્યું જ્યારે દર્શકોને જોવા માટે બનાવેલા સ્થાનની સફાઈ ચાલી રહી હતી. તેણે કહ્યું કે લગભગ 2200 વર્ષ પહેલાં પણ માણસોએ કોઈ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કર્યા વિના આ ચિત્રો બનાવ્યા હતા જે આશ્ચર્યજનક બાબત ગણી શકાય.

image source

પેરૂનાં સાંસ્કૃતિક મંત્રાલયના જણાવ્યા મુજબ જ્યારે બિલાડીના રેખાચિત્રની શોધ થઈ ત્યારે તે સ્પષ્ટ દેખાતું નહોતું કારણ કે આ રેખાચિત્ર લગભગ નષ્ટ થવાના આરે જ હતું. બિલાડીનું ઉપરોક્ત રેખાચિત્ર પહાડના એકદમ ઢાળ વાળા ભાગમાં છે એટલે કુદરતી રીતે પણ તે નષ્ટ થઈ રહ્યું છે.

image soucre

અનેક સપ્તાહો સુધી સંરક્ષણ અને સફાઈ કર્યા બાદ હવે બિલાડી જેવી આકૃતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પુરાતત્ત્વવિદોના મનતવ્ય અનુસાર બિલાડીની આ આકૃતિ પરાકાસ કાળના અંતિમ દિવસોમાં બનાવવામાં આવી છે જે 500 ઈસા પૂર્વે થી લઈને 200 ઇસ્વી વચ્ચે હશે. આ રેખાચિત્ર 12 થી 15 ઇંચ જેટલું જાડું પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ