ગાજર બીટ સૂપ (carrot beetroot soup) – સ્વાસ્થ્યવર્ધક સૂપ બનાવો અને તાજા માજા રહો….

ગાજર બીટ સૂપ (carrot beetroot soup)

સામગ્રી :

4 ગાજર,
2 ટામેટા,
1 બીટ,
1 કાંદો,
2-3 કળી લસણ,
2-3 ટે સ્પૂન ગોળ,
1 ટી સ્પૂન જીરા પાવડર,
1 ટી સ્પૂન મરી પાવડર,
ક્રીમ અથવા મલાઈ,
મીઠુ,

રીત :

-ગાજર,બીટ,ટામેટા,કાંદો તથા લસણ આ બધાને પીસ કરીને કૂકરમાં બોઇલ કરીલો..
-તેને ઠંડુ કરીને જરૂર મુજબ પાણી નાખીને પીસીલો
-તેને ચારણી થી ગાળીલો અને ગેસ પર ઉકાળવા મુકો.
-આ સૂપમાં ગોળ,મીઠું,જીરા પાવડર અને મરી પાવડર મિક્ષ કરો.(સ્વાદ મુજબ માત્રા વધારવી ઘટાડવી)
-સર્વ કરતી વખતે ક્રીમથી ગાર્નીસ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી