વીડિયો જોઈ ડર લાગશે, રસ્તા પર ચાલતી હતી ડ્રાઈવર વગરની કાર, આ શખ્સે રોકવાનો પ્રયત્ન કર્યો તો થયું આવું

બિઝનેસમેન હર્ષ ગોયેન્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ રમુજી ટ્વીટ્સ અને ટુચકાઓ શેર કરીને તેમના ફેન્સને મનોરંજન પુરુ પાડતાં રહે છે. તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને લોકોને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આ વીડિયો જોયા પછી આપણાં બધાને પણ એક બોધ પાઠ મળી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ડ્રાઇવર વિના ચાલતી કારને રોકવાની કોશિશ કરે છે, પરંતુ પાછળથી તેની સાથે કંઈક એવું થાય છે કે તે ડરથી ભાગી જાય છે.

આ વીડિયોને શેર કરતાં હર્ષ ગોયેન્કાએ કેપ્શનમાં લખ્યું છે કે ‘કેટલીક વાર આપણે સારું કરવા માંગીએ છીએ પરંતુ…’ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ આવી રહ્યો છે અને તેને એક કાર દેખાઈ છે, તે જુએ છે કે વાહનમા કોઈ ડ્રાઈવર તો છે નહીં છતાં કાર ચાલે છેર.

આ માણસ પહેલા કારને રોકવાનો પ્રયત્ન કરે છે, તે પછી તે કારના આગળના ટાયર નીચે પથ્થર મૂકીને રોકવાનો પ્રયત્ન કરે છે. અને પછી તે ત્યાંથી જવાનું શરૂ કરે છે, પરંતુ જ્યારે તે આગળ જાય છે અને કારનો પાછળનો ભાગ જુએ છે, ત્યારે તે જુએ છે કે કેટલાક લોકો કારને પાછળથી ધક્કો મારી રહ્યા છે. આ જોઈને તે ડરે છે અને ભાગી જાય છે.

આ વીડિયો જોવામાં ખુબ જ મજેદાર લાગી રહ્યો છે, પરંતુ તમારી સાથે જો આવું થાય તો તમે પણ સમજી જશો કે શું અનુભવ થાય. જ્યારે આપણે કંઈક સારું કરવાનું કામ કરીએ છીએ, તો તે તેની સાથે ખોટું પણ થાય છે. વીડિયોને સોશ્યલ મીડિયા પર અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર મજેદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

આ સિવાય ભૂતકાળમાં આ પ્રકારનો કોન્સેપ્ટ સામે આવી રહ્યો છે. સેલ્ફ ડ્રાઇવિંગ કારને ભવિષ્યની કાર માનવામાં આવે છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે હજુ Google અને એપલ પણ ડ્રાઇવર વિનાની કારનું ટેસ્ટીંગ કરી રહ્યા છે.

પરંતુ, આ કારને એક ભારતીય વ્યક્તિએ, ટાટા નેનો ને ડ્રાઈવર વગર ચાલતી કાર બનાવી. આ વ્યક્તિ કોચીમાં રહે છે. કોચીમાં રહેતા રોશી જ્હોન ટીસીએસના રોબોટિક્સ વિભાગના હેડ એ આ કામ કરી બતાવ્યું છે. એક દિવસ તે થાકીને ટેક્સી લઈને એરપોર્ટથી ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમને નીરીક્ષણ કર્યું કે ટેક્સીનો ડ્રાઈવર તેમનાથી વધારે થાકેલો હતો અને ઓટો ડ્રાઈવ કરતા સમયે તેને વારંવાર ઝોલા આવી રહ્યા હતા.

આ જોયા બાદ રોશીને ખતરનાક લાગ્યું તેથી તેણે ડ્રાઈવરને પાછળ બેસવાનું કહ્યું અને ઓટો પોતે ચલાવી ઘરે પહોચ્યો. બસ, આ બાબત પરથી તેણે ડ્રાઈવરલેસ કાર બનાવવાનો આઈડિયા આવ્યો હતો અને બનાવી નાંખી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ