આમ આ બેઝીક અને સરળ ટિપ્સ તમે અજમાવશો તો તમારી સિલ્કની સાડી વર્ષોવર્ષ સારી રહશે, અને નહિં થાય કંઇ

સિલ્ક સાડી પહેરવામાં જેટલી સુંદર દેખાય છે એની સારસંભાળ રાખવી એટલી જ મુશ્કેલ થઈ પડે છે. જો તમારી પાસે સિલ્કની સાડી હોય અને જો તમે એને સારી રીતે નહિ સાચવી શકો તો તમારી સિલ્કની સાડીની આવરદા ટૂંકી બની જશે. એટલે જો તમે પણ તમારી સિલ્કની સાડીઓને વર્ષોના વરસ સુધી સાચવીને નવી જેવી જ રાખવા માંગતા હોય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.

સિલ્કની સાડીની આવી રીતે લો સારસંભાળ.

image source

1) સિલ્કની સાડીને હંમેશા ડ્રાઇ ક્લીનમાં જ આપો.

•2) જો તમે પહેલીવાર તમારી સિલ્કની સાડીને ધોઈ રહ્યા છો તો ફેબ્રિકના લેબલ પર લખેલા ઇન્સ્ટરકશન એકવાર ચોક્કસ વાંચી લો.

3) જો સિલ્કની સાડીને તમે ઘરે જ ધોવા માંગતા હોય તો એને ધોવા માટે શેમ્પુનો ઉપયોગ કરો. એ માટે સાડીને ત્રણ ભાગમાં ધોવો એટલે કે પાલવ, બાકીનો ભાગ અને સાડીની બોર્ડરને અલગ અલગ ધોવો.

 • •4) સિલ્કની સાડીને ધોવા માટે પ્રોટીનયુક્ત શેમ્પુનો ઉપયોગ કરો.
 • 5) દર ત્રણ મહિને સાડીને એકવાર ખોલી ફરી ગળી કરો. એનાથી સાડીમાં ફોલ્ડન નિશાન નહિ પડે.
 • 6) સિલ્કની સાડીને બાકીના ફેબ્રિકથી અલગ રાખો.

  image source
 • 7) સિલ્કની સાડીને હંમેશા સાફ કોટન કાપડમાં લપેટીને રાખો, કબાટમાં એમ જ હેંગ કરીને ન રાખો.
 • 8) સિલ્કની સાડીને ઊંઘી કરીને જ ઈસ્ત્રી કરો, આવું કરવાથી સાડી સુરક્ષિત રહેશે અને એની ચમક પણ એવીને એવી જ રહેશે.
 • •9) સિલ્કની સાડીને સ્ટાર્ચ કરવા માટે લિકવિડ ગુંદરનો ઉપયોગ કરો.
 • 10) સિલ્કની સાડી પર લાગેલા ડાઘા હટાવવા માટે હાર્ડ કેમિકલ્સનો ઉપયોગ કરવાનો બદલે પ્રોફેશનલ સ્ટેન રિમુવલનો ઉપયોગ કરો.
 • 11) સિલ્કની સાડીનો કલર જવાનો પણ ડર હોય છે એટલે સિલ્કની સાડીને પાણીમાં પલાડતા પહેલા સાડીના કોર્નરને પલાળીને તપાસ કરી લો.

  image source
 • 12) સિલ્કની સાડીને વોશિંગ મશીનમાં ધોવાની ભૂલ ન કરો, એનાથી સાડી જલ્દી ખરાબ થઈ જાય છે.
 • 13) સિલ્કની સાડીને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરો.
 • 14) સિલ્કની સાડીને તડકામાં સુકવવાની ભૂલ ન કરો.
 • 15) સિલ્કની સાડી પર ડાયરેકટર પરફ્યુમ છાંટશો નહિ.

સિલ્કની સાડીની સારસંભાળ માટેની સ્માર્ટ ટિપ્સ.

image source

જરી વાળી સાડીઓ પર પરફ્યુમ ન છાંટો, એનાથી જરી કાળી પડી જાય છે.

સિલ્કની સાડીને રાખવા માટે કવરનો જ ઉપયોગ કરો. એવું કરવાથી સાડી હંમેશા નવી જેવી જ લાગશે.

વરસાદના સમયમાં સિલ્કની સાડીઓને થોડા થોડા સમયે કબાટમાંથી કાઢીને ચેક કરતા રહો.

વધુ દિવસો સુધી સૂટકેસમાં મૂકી રાખેલી સિલ્કની સાડીઓમાં સ્મેલ આવવા લાગે છે. એને દૂર કરવા માટે સુકાયેલા ફૂલ અને પાંદડાને સૂટકેસમાં રાખો.
સાડીઓ હંમેશા ફોલ બાજુથી ફાટે છે એટલે સાડીનો ઉપયોગ કર્યા પછી હળવા બ્રશે ફોલમાં લાગેલી ગંદગી સાફ કરી લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ