રિબોન્ડિંગ પછી વાળને જો લાંબા સમય સુધી રાખવા હોય સિલ્કી, તો રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન

રિબોન્ડિંગ બાદ આ રીતે રાખશો વાળનું ધ્યાન તો લાંબો સમય સુધી રહેશે સિલ્કી વાળ

રિબોન્ડિંગ કરાવી વાળને સ્ટ્રેટ અને સિલ્કી કરાવનું ચલણ છોકરીઓમાં આજકાલ વધારે જોવા છે.

ઈન તો આ ટ્રીટમેન્ટ કર્લી વાળમાં કરવામાં આવે છે. પરંતુ હવે યુવતીઓ નેચરલી સ્ટ્રેટ વાળમાં પણ રિબોન્ડિંગ કરાવે છે જેથી વાળ શાઈની અને સિલ્કી થાય.

image source

જો તમને પણ રીબોડિંગ ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા હોય તો સૌથી પહેલા જાણી લો કે આ ટ્રીટમેન્ટ શું છે અને તે કરાવ્યા પછી વાળની સંભાળ કેવી રીતે લેવી જોઈએ.

રિબોન્ડિંગ એટલે શું ?

હેર રિબોન્ડિંગ એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં કેમિકલનો ઉપયોગ કરીને કર્લી અને બરછટ વાળને સીધા કરવામાં આવે છે. જો કે કેમિકલના ઉપયોગના કારણે ઘણીવાર આ ટ્રીટમેન્ટની વાળ પર આડઅસર પણ થાય છે.

image source

આપણા વાળ એમિનો એસિડથી બનેલા હોય છે અને તે પ્રોટીન બોન્ડ સાથે સંકળાયેલા હોય છે. તેના પરથી વાળનું ટેક્સચર નક્કી કરવામાં મદદ મળે છે. એટલે કે વાળ કર્લી છે કે સીધા.

રિબોન્ડિંગ પ્રક્રિયામાં કેમિકલની મદદથી આ બોન્ડને તોડવામાં આવે છે જેથી વાળના સ્ટ્રક્ચરમાં પરિવર્તન કરી શકાય. આ કારણે પણ રિબોન્ડિંગ કર્યા પછી વાળની સંભાળ સારી રીતે લેવી ખૂબ જ જરૂરી છે.

આ રીતે રાખો વાળની સંભાળ

image source

1. રિબોન્ડિંગ કર્યા પછી સૌ પ્રથમ ધ્યાનમાં રાખો કે કેટલાક કલાકો સુધી તમારા વાળને ભીના કરવાના નથી. વાળને ખુલ્લા અને એક જ સ્થિતિમાં ઓછામાં ઓછા 3 દિવસ માટે રાખો. રિબોન્ડિંગ કર્યા બાદ તુરંત વાળ ધોવામાં આવે તો તેની અસર રહેતી નથી.

2. રિબોન્ડિંગ પછી વાળ ખુલ્લા જ રાખો. જો તમે તેને ક્લિપ કે રબ્બરથી બાંધશો તો વાળનું સ્ટેક્ચર ખરાબ થઈ જશે. સૂતી વખતે પણ વાળને સારી રીતે સેટ કરી લેવા જેથી સવાર સુધીમાં વાળ ખરાબ કે વાંકાચુકા ન થઈ જાય.

image source

3. રિબોન્ડિંગ કરાવો તે દિવસ પછી વાળ ધોવા માટે એવા શેમ્પૂનો ઉપયોગ કરો જેમાં કેમિકલ ન હોય.શેમ્પૂ કર્યા પછી વાળમાં સારી રીતે કન્ડિશનર પણ લગાવો. કન્ડિશનરને વાળમાં 5 મિનિટ સુધી રાખવું અને ત્યારબાદ હળવા હાથે વાળ ધોવા.

4. રિબોન્ડિંગ કર્યા પછી તુરંત જ વાળ પર કલર ના કરાવવો.વાળ પર એક સાથે બે વાર અલગ અલગ કેમિકલથી નુકસાન થઈ શકે છે.

image source

5. રિબોન્ડિંગ પછી વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરો. હંમેશાં ઠંડા પાણીથી જ વાળ ધોવા. શિયાળામાં નવશેકા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો પરંતુ વધારે ગરમ પાણીનો ઉપયોગ ટાળવો.

6. માથાની ત્વચાને સાફ રાખવી. અઠવાડિયામાં 3 થી 4 દિવસ ગરમ તેલથી માલિસ કરવી અને શેમ્પૂથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરી વાળ ધોવા. વાળ ધોયા બાદ ટુવાલથી ઘસીને વાળ કોરા ન કરવા. વાળને કુદરતી રીતે કોરા થવા દેવા.

image source

7. તમારા વાળ પર સીધો સૂર્યપ્રકાશ, ધૂળથી બચાવવા માટે બહાર જતી વખતે સ્કાર્ફ પહેરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ