હેર રિબોન્ડિગ કરાવવાનુ વિચારી રહ્યા છો? તો પહેલા જાણી લો આ ટ્રીટમેન્ટ વિશે

રિબોન્ડિંગ પછી કેવી રીતે કરશો વાળની કાળજી?

image source

વાળને સ્ટ્રેટ કરાવવા માટે મહિલાઓમાં રિબોન્ડિંગનો ક્રેજ દેખવા મળે છે.પણ લગભગ જાણવા મળ્યા મુજબ રિબોન્ડિંગ કરાયા પછી 10-15 દિવસ પછી વાળ ઉતારવાની સમસ્યા શરૂ થઈ જાય છે. આવું થવાનું મુખ્ય કારણ છે વાળને સ્ટ્રેટ કરવા માટે વપરાતા કેમિકલ વાળા પ્રોડક્ટ,જે વાળને નબળા બનાવી દે છે.

સામાન્ય રીતે જોઇએ તો રિબોન્ડિંગ પછી આપણી ભૂલોને કારણે પણ વાળ ઉતારવાની સમસ્યા થાય છે.આવા સમયે રિબોન્ડિંગ પછી વાળની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.

શું છે વાળ રિબોન્ડિંગ?

image source

વાળ રિબોન્ડિંગ દ્વારા વધુ પડતા કર્લી(વાંકડિયા)વાળ,લાંબા અને ફ્રીજી વાળને સીધા કરી શકાય છે. આને પરમેન્ટ હેર સ્ટ્રેટ પણ કહેવામાં આવે છે. આ પ્રોસેસ કરવા માટે 5-6 કલાકનો સમય લાગે છે જેમાં કેમિકલને વાળના અંદરના લેયર સુધી લગાવવાનું હોય છે. જેના કારણે વાળ લાંબા અને સ્ટ્રેટ થઈ જાય છે. ચાલો જાણીએ વાળને રિબોન્ડિંગ કરાયા પછી વાળની કાળજી કેવી રીતે કરવી જોઇયે.

સ્પા જરૂરથી કરાવો

image source

રિબોન્ડિંગના ઓછામાં ઓછા 10-15 દિવસ પછી સ્પા જરૂરથી કરાવો નહિ તો તમારા વાળ તૂટવા લાગશે અને ડલ અને રફ થઈ જશે.

વિટામિન ઇ કેપ્સૂલ

image source

2 વિટામિન-ઇની કેપ્સૂલ જેલ અને એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં મસાજ કરો. જ્યારે પાર્લર વાળા રિબોન્ડિંગ પછી કોઈ પણ પ્રકારનું તેલ લગાવવાની ના પાડે છે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વખત આ પેક લગાવવાથી વાળ ડેમેજ નહીં થાય અને વાળની ચમક જળવાઈ રહેશે.

પાણીથી રાખો દૂર

image source

રિબોન્ડિંગ કરાયા પછી 3 દિવસ સુધી વાળને પાણીથી દૂર રાખો. રબર કે કોઈ પણ પીનથી બાંધશો નહીં. નહીં તો વાળ વળી જશે અને ખરાબ દેખાવા લાગશે.

હેર કલર

image source

રિબોન્ડિંગ કરાવ્યા પછી ઓછામાં ઓછા 6 મહિના સુધી વાળમાં કોઈ પ્રકારનો કલર કે હેર ડાઈનો ઉપયોગ કરવો નહીં. આ સાથે જ વાળને તડકાથી,ધૂળ-માટીથી અને પ્રદૂષણથી પણ દૂર રાખો.

સાચી બ્યુટિ પ્રોડક્ટ

image source

રિબોન્ડિંગ પછી વાળ માટે શેમ્પૂ, કંડિશનર અને સિરમ સારી ક્વોલિટીવાળા ખરીદો. તમે જે સલૂન પરથી રિબોન્ડિંગ કરાવો છો એ સલૂનમાંથી યોગ્ય માહિતી લઈને પ્રોડક્ટ ખરીદો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ