અસલી અને યોગ્ય સોનું ખરીદવા માટેની સોનેરી સલાહ, ફોલો કરો નહિ તો પસ્તાશો…

લગ્ન પ્રસંગ હોય કે ધનતેરશ કે હોય પછી કોઈ સારું મુહરત જેમાં હંમેશા સોનાની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે લોકો સોનાના સિક્કા કે આભૂષણ ખરીદે છે, જેને શુભ માનવામાં આવે છે. આવામા અમે તમને બતાવીશું કે સોનું ખરીદતા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. તહેવારોની સીઝનમા જ્વેલર્સ બહુ જ ઠગી લે છે. ભીડભાડ અને સમય ઓછો હોવાને કારણે અનેક નાની નાની બાબતો પર તમે ધ્યાન આપી શક્તા નથી. તેથી તમારે આ વાતો પર પહેલા જ ધ્યાન રાખવુ જોઈએ.

– ખરીદતા પહેલા તમારા શહેરમાં સોનાનો ભાવ જાણી લો. એક દુકાનમાઁથી નહિ, અનેક દુકાનોમાંથી માહિતી મેળવી લો. એવી દુકાનોમાંથી જ ખરીદી કરો, જેના પર તમે વિશ્વાસ કરી શકો.

– તમારે કેટલા કેરેટ સોનું લેવું છે, તેના વિશે પહેલેથી જ નક્કી કરી લો. ધ્યાન રહે કે કેરેટની સાથે સોનાના દાગીનાની ગુણવત્તા અને કિંમતમાં અંતર હોય છે.

– સોનાના દાગીનાની કિંમત વિભાજિત કરીને જુઓ. એટલે કે દાગીનાની જે પણ કિંમત છે, તેમાં મેકિંગ ચાર્જ કેટલુ છે અને જીએસટી કેટલુ છે વગેરે. સોનાના દાગીના ખરીદતા પહેલા દાગીનાનું વજન જરૂર કરાવી લો.

– સોનું ખરીદતા પહેલા તેની ક્વોલિટી પર જરૂર ધ્યાન રાખો. સૌથી સારું એ છે કે હોલમાર્ક જોઈને સોનું ખરીદો. હોલમાર્ક સરકારી ગેરેન્ટી છે. હોલમાર્કનું નિર્ધારણ ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કરે છે. તેનો એક ફાયદો એમ પણ છે કે, જ્યારે તમે તેને વેચવા જાઓ છો, કે રિપ્લેસ કરવા જશો તો તેમાં ડિપ્રેસિએશન કોસ્ટ નહિ કાપવામાં આવે.

– કોઈ જ્વેલર્સ તમને 24 કેરેટ ગોલ્ડ આપવાનો દાવો કરે છે, તો સમજી લો કે તે નકલી છે. કેમ કે, 24 કેરેટ સૌથી શુદ્ધ હોય છે, તેમાં દાગીના નથી બનતા. કેમ કે, જો તેના દાગીના બન્યા તો તે જલ્દી તૂટી જાય છે. કેમ કે તે બહુ જ મુલાયમ હોય છે.

– સામાન્ય રીતે આભૂષણો માટે 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર પાંચ અંક હોય છે. તમામ કેરેટનું હોલમાર્ક અલગ અલગ હોય છે. કેરેટ અનુસાર હોલમાર્કનો નંબર આવો હોય છે. તેનાથી કેરેટ ગોલ્ડનો મતલબ હોય છે 1/24 પર્સન્ટ ગોલ્ડ. જો તમારા આભૂષણો 22 કેરેટના છે, તો 22ને 24થી ભાગીને તેને 100 સાથે ગુણી નાખો. કિંમત તેના પર નક્કી થાય છે.

22 કેરેટ – 916
21 કેરેટ – 875
18 કેરેટ 750

– (22/24)x100= 91.66 એટલે કે તમારા આભૂષણોમાં ઉપયોગી સોનાની શુદ્ધતા 91.66 ટકા છે. એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ 27000 છે. માર્કેટમાં તેના ખરીદવા જઈએ છીએ તો 22 કેરેટ સોનાનો ભાવ (27000/24)x22=24750 રૂપિયા હશે. જ્યારે કે જ્વેલર તમને 22 કેરેટ સોનું 27000માં આપશે. એટલે કે 22 કેરેટ સોનું 24 કેરેટના ભાવ પર ખરીદી રહ્યા છે. આવી જ રીતે 18 કેરેટ ગોલ્ડની કિંમત પણ નક્કી થશે.

– સોનાના સિક્કા ખરીદી રહ્યા છો, તો અસલી નકલી સિક્કાની ઓળખ તેના ખનકથી થશે. મેટલ પર અસલી ચાંદીનો સિક્કો પાડવાથી ભારે અવાજ આવશે, જ્યારે કે નકલી સિક્કો લોખંડની જેમ ખનકે છે. પ્રાચીન અને વિક્ટોરિયન સિક્સા ગોળ તેમજ ઘસેલા રહેતા. જ્યારે કે નકલી સિક્કાના કિનારે કોર ખરબચડી રહેતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી