તમે ક્યારેય કારની ચાવી ખોઈ નાંખી છે? જો ખોઈ હોય કે ના હોય, આ પોસ્ટ અચૂક વાંચો – મદદરૂપ થશે.

પાર્ટીમાં, મેરેજ કે પછી ગમે ત્યાં ગયા હોઈએ ત્યારે ભૂલથી કારની ચાવી અંદર જ છૂટી જતી હોય  છે. તેવા સમયે કારની ડુપ્લીકેટ કી  પણ આપણી પાસે નથી હોતી ત્યારે આપણે મોટી પ્રોબ્લેમમાં મૂકાતા હોઈએ છીએ. ઘણી વખતે તો રાતે મોડુ થઇ જવાનાં કારણે ચાવી બનાવનારા પણ નથી મળતા અને ખુબ જ હેરાન હેરાન થઇ જવાય છે. આટલું બધુ વિચાર્યા પછી કોઈ ઉકેલ આવતો નથી અને વળી પાછું એવા સમયે ફ્રેન્ડસ તથા ફેમિલી મેમ્બર્સ પાસેથી હેલ્પ માંગ્યા બાદ પણ કાઈ મેળ પડતો નથી. એક તો પાછા આ ટેકનોલોજીનાં જમાનામાં તો  નીત નવાં રીમોટથી કાર ઓપરેટ થતી હોય છે. તે સમયે શું કરવુંએ સમજાતું જ નથી અને છેલ્લે રાત્રીને લીધે ગાડી જ્યાં હોય તત્યાં જ મૂકીને આવતા રહીએ છીએ.

આ રીતની તમારી સમસ્યાનો ઉકેલ અમે લાવ્યા છીએ. તો રીલેક્સ થઇ જાઓ અને નીચે જણાવેલ માહિતી ધ્યાનથી વાંચો અને સમજો :

ડિફરન્ટ કાર્સની ડિફરન્ટ લોકિંગ સિસ્ટમ હોય છે. ખાસ કરીને ગાડીનાં ન્યૂ મોડલ્સ રીમોટ કંટ્રોલ અને પાવર લોક્સની સાથે આવે છે. પરંતુ અમૂક ઓલ્ડ મોડલ્સની ગાડીઓમાં લોક મેન્યૂઅલ જ હોય છે. આ સિવાય કેટલીક કારોમાં બારીની બાજુ દરવાજાની ઉપર લોકિંગ નૉબ અને અમૂકમાં હેન્ડલ લોક હોય છે.

ગાડીની ચાવી અંદર જ રહી જાય ત્યારે આ પ્રોબ્લેમમાં શું કરવું એ ઘણી વખત સમજાતુ નથી. તો આ રીતની મુશ્કેલીમાં અજમાવા જેવી અમૂક ટ્રિક્સ છે જે ઘણી હેલ્પફુલ છે. તો શીખી જાઓ ટ્રિક્સ અને પ્રોબ્લમમાં હોવ ત્યારે અજમાવજો.

 

કારનો દરવાજો ખોલવાની ટ્રિક ૧.

આ ટ્રિક સૌથી સિમ્પલ છે. જેને મારુતિ અને હ્યુન્ડાઈ જેવી જૂની કારોમાં યૂઝ કરાય છે. આ ટાઈપની કારનો દરવાજો ખોલવા માટે ફર્સ્ટલી દરવાજા પર લાગેલા રબરને સ્કેલની મદદથી હટાવો. ત્યાર બાદ તે સ્કેલને રબર હટાવવાથી બનેલી જગ્યામાં નાખો. આવું કરવાથી દરવાજામાં લાગેલો નૉબ જાતે જ ઉપર આવી જશે.

ટ્રિક ૨.

કોટનાં હેંગરની મદદથી કારનાં દરવાજાને ઓપન કરી શકાય છે. એક પ્લાસ્ટિકનાં એવા હેંગરની જરુર પડશે જેને વાળી શકાય અને હુક બનાવી શકાય જેથી વિન્ડોમાં રબર સ્ટ્રીપ્સની અંદર જઈ શકે. તે પછી તે હુકની મદદથી લોકિંગ સિસ્ટને ઓપન કરી શકાય છે. આ પ્રક્રિયામાં મૅય બી વધારે ટાઈમ લાગી શકે છે પણ ગાડીનો લોક ઓપન થઈ જ જશે.

ટ્રિક નં. ૩

આ ટ્રિકમાં ઈમ્ફલાટેબલ વેડ્જ અથવા એર પેક ના ઉપયોગથી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. એક વાર એર બેગને દરવાજાનાં ઉપરના ભાગમાં રાખીને હવા ભરો, પછી એક એર બેગને દરવાજાની સાઈડમાં લગાવીને હવા ભરો. તેથી તમારા દરવાજામાં સ્પેસ બની જશે અને તમે આને રોડ અથવા હુકની મદદથી ચાવી અથવા લોકને ખોલી શકશો. આ ટૂલ્સ તમને ઈઝિલી જાય છે.

ટ્રિક ૪.

આ ટ્રિક સૌથી સિમ્પલ છે, જેમાં પ્લાસ્ટિકની સ્ટ્રીપથી દરવાજાને ખોલી શકાય છે. એક પ્લાસ્ટિકની સ્ટ્રીપ લો અને તેને કારની વિન્ડો માંથી નાખીને લોકને ખોલવા નો ટ્રાય કરો. બે કે ત્રણ ટ્રાયલ પછી ડોર ઓપન થઈ જશે.

ટ્રિક ૫.

શૂ લેશ કે બૂટની દોરીથી પણ તમે દરવાજાને ખોલી શકાય છે. આ થોડીક ટફ ટ્રિક છે પણ આનાથી નૉબ વાળા ડોરને ખોલી શકાય છે. બૂટની દોરીની વચ્ચેથી ગોળ નોટ બનાવીને તેને દરવાજાની અંદર નાખીને લોકને ઓપન કરી શકાય છે.

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી