તમારી ગાડીમાંથી આવતી દુર્ગંધ દુર કરવા, અપનાવો આ સાવ સસ્તી ને ઘરેલુ ટિપ્સ …

તમારી ગાડીમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે તમારે દરરોજ એને સાફ કરવી પડે પરંતુ એ સિવાય, દુર્ગંધને ઝડપથી દુર કરવા માટે આજે અમે કેટલીક ટીપ્સ લાવ્યા છીએ જે તમને જરૂરથી કામ લાગશે.

૧. બેકિંગ સોડા

ગાડીમાંથી દુર્ગંધ દુર કરવાની આ સૌથી સરળ અને નેચરલ રીત છે. સૌથી પહેલા ગાડીની અંદર મેટ અને સીટની ઉપર, તેમજ ડેકીમાં બેકિંગ સોડાનો પાવડર થોડો થોડ નાખી દો. ત્યારબાદ તેને એકદમ હળવા હાથે બ્રશથી ઘસો અને ત્યારબાદ વેક્યુમથી સાફ કરી દો.

૨. વિનેગર

વિનેગર અને પાણીનું મિશ્રણ ગાડીની સીટ ઉપર થોડું થોડું નાખી કોઈ પણ પ્રકારની દુર્ગંધને હમેશા માટે દુર કરી શકાય છે. વિનેગરની સ્મેલ પણ થોડા સમયમાં જતી રહેશે.

૩. એસેન્સિયલ ઓઈલ

એસેન્સિયલ ઓઈલના કેટલાક ટીપા તમારા રૂમાલમાં નાખી તેને ગાડીની વેન્ટીલેટર ગ્રીડ પાસે મૂકી દો. ગાડીમાંથી કોઈ પણ પ્રકારની દુગંધ નઈ આવે.

૪. કલે

કલે કુદરતી રીતે કોઈ પણ જગ્યાએથી દુર્ગંધ દુર કરી શકે તેવો ગુણધર્મ ધરાવે છે. અને કલે બજારમાં ખુબ જ સરળતાથી મળી રહે છે. તે ગાડીની દરેક પ્રકારની ખરાબ સગંધ ખેંચી લેશે.

આ ઉપરાંત બજારમાં એરોસોલ પ્રોડક્ટ પણ ઉપલબ્ધ હોય છે જે તમે ગાડી ચલાવતા ચલાવતા પણ વાપરી શકો છો.
જો તમને ગાડીમાં ધુમ્રપાન કરવાની કુટેવ હોય, તો તેની ટ્રે રેગ્યુલર સાફ કરતા રહેવું. એ ટ્રેને તમે આખી રાત સાબુના પાણીમાં ડુબાડેલી રાખો.

આ સિવાય, તમારી ગાડીની બારી પણ રોજિંદા સાફ કરો કારણ કે ધુમ્રપાનને કારણે ગાડીમાં તંબાકુની વાસ આવી જશે જે તમારી ગાડીના વાતાવરણને બગાડી દે છે.

જો આમ કરવા છતાં પણ ગાડીમાંથી આવતી દુર્ગંધનો પ્રશ્ન રહે છે તો તેના માટે ખાસ સ્ટોર પણ હોય છે, જ્યાં તમે ગાડીને ચોખ્ખી અને દુર્ગંધથી દુર કરવી શકો છો.

આવી માહિતી દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.