કોરોના વાયરસને પગલે આ મોંઘી કારની કંપનીઓએ બદલ્યો પોતાનો લોગો, જોઇ લો તસવીરોમાં અને તમે પણ ઘરમાં રહો, સુરક્ષિત રહો

કારના લોગો બદલી દીધા

આજે આખી દુનિયામાં કોરોના વાયરસના લીધે ભયનો માહોલ બની ગયો છે ત્યાંજ દુનિયાના પ્રસિદ્ધ કાર ઉત્પાદકોએ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે એક અભિયાનની શરુઆત કરી છે. જેમાં મોટાભાગની કાર કંપનીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોમાં જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યારે ઘરે રહીને સુરક્ષીત રહેવાનો સમય છે. આ વાત સમજતા આ કાર કંપનીઓએ કોરોના વાયરસની લડતમાં કેટલીક કંપનીઓ માસ્ક અને વેન્ટીલેટરનું પ્રોડક્શન કરીને સરકારને ઘણી મદદરૂપ થઈ છે. તેમજ જર્મન કંપનીઓએ કઈક અલગ રીતે જ દુનિયાના લોકોને સામાજિક અંતરના નિયમને સમજાવ્યો છે. હવે અમે આપને જણાવીશું કે, કેવી રીતે સોશિયલ ડીસ્ટનસીનો નિયમ સમજાવ્યો છે.

જર્મન કાર બ્રાન્ડ્સ ફોક્સવેગન, મર્સડીઝ બેંઝ અને ઓડી કારના ઉત્પાદકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રચનાત્મકતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જર્મનના આ ત્રણેવ ઓટો જાયન્ટ્સએ પોતાની કાર્સના લોગો બદલી દીધો છે. આમ કરીને આ ત્રણ કંપનીઓ સામાજિક અંતરના નિયમનો પાલન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ફોક્સવેગન અને ઓડી બન્ને ફોકસ વેગન એજી ગ્રુપની સહાયક કંપનીઓ છે. ફોક્સવેગન એજી જર્મનીમાં સૌથી મોટુ ઓટોમોબાઈલનું ઉત્પાદન કરતું ગ્રુપ છે. આની સાથે જ સૌથી વધુ સ્પર્ધા આપી રહેલ ટોયોટા કંપની છે. દુનિયામાં કોરોના વાયરસના કહેરના કારણે ફોકસવેગન કંપનીને ચીન, યુ.એસ., જર્મની અને યુરોપમાં આવેલ કારખાનાઓને બંધ કરી દેવામાં આવ્યા છે.

મર્સિડીઝ બેંઝ:

મર્સિડીઝ બેંઝએ પોતાનો લોગો બદલી દીધો છે. મર્સિડીઝ બેંઝએ કારના લોગોમાં એ ત્રણ રેખાઓને રાઉન્ડ સર્કલથી જુદી કરી દીધી છે. જે પહેલા આ જ સર્કલને સ્પર્શી રહી હતી. મર્સિડીઝ બેંઝએ આ રીતે લોગોને બદલીને લોકોમાં સામાજિક અંતર બનાવી રાખવાનો સંદેશ લોકો સુધી પહોચાડ્યો છે. ઉપરાંત મર્સિડીઝ બેંઝના લોગોમાં આ ક્રિએટીવીટી કરવામાં મદદ કરનાર સહયોગી માર્કોલ હોબ્રાથનો ખાસ આભાર વ્યક્ત કર્યો છે.

ફોક્સવેગન :

એ જ સમયે, ફોક્સવેગન કંપનીએ પણ પોતાની કાર્સનો લોગો સાથે થોડી ક્રિએટીવીટી કરી છે. ફોક્સવેગનની કારના સર્કલમાં જ્યાં ‘વી’ અને ‘ડબ્લ્યુ’ એકબીજા સાથે જોડાયેલા હતા જેને હવે આ બન્ને અક્ષરોને અલગ કરી દેવાયા છે. ત્યાર પછી આ નવા લોગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ નવા લોગો સાથે કંપનીએ પોસ્ટ કર્યું છે કે, અમે #volkswagen છીએ. આમ ફોક્સવેગન કંપની દ્વારા આ રીતે સામાજિક અંતર જાળવવા માટે લોકોને અપીલ કરી છે. હવે ફોક્સવેગનનો અર્થ સમજીશું. ફોક્સવેગન એક જર્મન કંપની છે ફોકસ શબ્દનો જર્મન ભાષામાં અર્થ સમુદાય થાય છે જયારે વેગન શબ્દનો અર્થ જર્મન ભાષામાં કાર થાય છે. ફોક્સવેગન કંપની વર્ષ ૧૯૩૭થી ફોક્સવેગનના લોગોનો ઉપયોગ કરી રહી છે. ફોક્સવેગનનો આ લોગો નાઝી ધ્વજ અને સ્વસ્તિકના પ્રતીક માંથી પ્રેરણા લઈને બનાવાયું છે.

ઓડી:

આવા જ સમયે, ઓડીએ પણ પોતાની કાર્સના લોગો સાથે કઈક નવું કર્યું છે. જર્મન કાર કંપની ઓડીએ પોતાના લોગો સાથે પણ કઈક નવો પ્રયોગ કર્યો છે. દુનિયામાં ઓડી કારની ઓળખ બની ગયેલ એકબીજા સાથે જોડાયેલ ચાર રિંગ્સ છે. પણ ઓડી કાર કંપનીએ કોરોના વાયરસની મહામારી સામે લડત આપવા માટે સામાજિક અંતર જાળવવું કેટલું જરૂરી છે તેનું મહત્વ સમજાવવા માટે ઓડી કારના લોગોમાં જે ચાર રિંગ્સ એકબીજા સાથે જોડાયેલ છે તેને અલગ અલગ કરી દેવામાં આવી છે. ઓડીની ચાર રિંગ્સ ઓડી, ડીએફડબ્લ્યુ, હોર્ચ અને વન્ડરેર નામથી ચાર કંપનીઓના નામની રજૂઆત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ