હ્યુન્ડાઇની આ નવી કારનું માત્ર 40 દિવસમાં થયુ 30 હજારથી વધુ બુકિંગ, કિંમત અને ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

ફેસ્ટિવ સિઝનને જોતા Hyundai મોટર ઈન્ડિયાએ પોતાની લોકપ્રિય હેચબેક કાર i20ની નવી એડિશન લોન્ચ કરી છે. બજારમાં આ કારની ટક્કર મારૂકિ સુઝુકી બલેનો, ટાટા મોટર્સની Altroz અને ટોયોટા Glanza સાથે થશે. હ્યુન્ડાઈ કંપનીએ ભારતીય બજારમાં નવી આઈ20ને 5 નવેમ્બરે લોન્ચ કરી હતી. નવી આઈ20ના લુકમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેને ગ્રાહકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. છેલ્લાં લગભગ 40 દિવસમાં કંપનીને આ નવી કાર માટે 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. શાનદાર લુક અને દમદાર ફીચર્સથી સજ્જ થર્ડ જનરેશન હ્યૂન્ડાઈ આઈ20ને ભારતમાં 6.79 લાખ રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે.

image source

ટોપ વેરિઅન્ટની કિંમત 11.32 લાખ રૂપિયા છે. કંપની આ કારની વધતી ડિમાન્ડથી ઘણી જ ખુશ છે. નવી આઈ20ની શાર્પ એક્સટીરિયર ડિઝાઈન અને મોડર્ન ફીચર્સને કારણે લોકોને આ કાર ખૂબ જ પસંદ આવી રહી છે. હ્યૂન્ડાઈ ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડાયરેક્ટર તરૂણ ગર્ગે કહ્યું કે નવી આઇ20એ શરૂઆતના કેટલાક અઠવાડિયામાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં નવી હ્યૂન્ડાઈ આઈ 20ની એન્ટ્રીથી આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી બલેનો, ટાટા અલ્ટ્રોઝ, હ્યૂન્ડાઈ આઈ20 અને ફોક્સવેગન પોલોને ટક્કર આપી રહી છે.

પેટ્રોલ અને ડીઝલ બંનેમાં વિકલ્પો

image source

Hyundai મોટરે ચોથી જનરેશનની આ i20ને પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પમાં ઉતારી છે. તેના 1.2 લીટર પેટ્રોલ એન્જીનવાળા મેન્યુઅલ એડિશનની કિંમત 6.79 લાખથી 9.19 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે ઓટોમેટિક મોડલની કિંમત 8.59 લાખથી 9.69 લાખ રૂપિયાની વચ્ચે છે.

હ્યૂન્ડાઈ આઈ20ની વધી ડિમાન્ડ

image source

ઓક્ટોબરની તુલનામાં નવેમ્બરમાં હ્યૂન્ડાઇ આઇ20નું વેચાણ 8 ટકા વધ્યું હતું. ઓક્ટોબરમાં હ્યૂન્ડાઈ આઈ20ના 8399 યૂનિટ્સ વેચાયા હતા. જ્યારે નવેમ્બરમાં 9096 યૂનિટ્સ વેચાયા હતા. હ્યૂન્ડાઇએ નવી આઈ20ને Magna, Sportz, Asta અને Asta (O) વેરિઅન્ટમાં લોન્ચ કર્યા હતા.

હ્યૂન્ડાઈ આઈ20માં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન તેમજ 1.5 લિટર ડિઝલ એન્જિન અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં 10.25 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી, સનરૂફ, 6 એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ સહિતની અન્ય ફીચર્સ છે. આ સાથે જ કંપની 20થી 25 કિમી સુધીનું માઈલેજ આપે છે.

ડીઝલ વિકલ્પમાં 1.5 લીટપની ક્ષમતાનું એન્જીન

image source

આજ રીતે એક લિટર પેટ્રોલ એન્જિન ક્ષમતાના મોડેલની કિંમત રૂ.8.79 લાખથી શરૂ થઈને 11.17 લાખ રૂપિયા સુધી છે. ડીઝલ વિકલ્પમાં કંપનીએ 1.5-લિટર ક્ષમતાવાળા એન્જિન રજૂ કર્યા છે. તેની કિંમત 8.19 લાખ રૂપિયાથી 10.59 લાખ રૂપિયાની વચ્ચે છે.

સેફ્ટી ફિચર્સ:

image source

સેફ્ટીની દ્રષ્ટિએ, ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આમાં 6-એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વેહિકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટન્ટ જેવી સુવિધાઓ શામેલ છે.

10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેંટ સિસ્ટમ

image source

તેના સિવાય કારમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે અને હ્યુન્ડાઈની ‘બ્લૂલિંક’ કનેક્ટેડ કાર ફીચર્સ છે. એટલું જ નહી, 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેંટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. તેમાં ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 7 સ્પીકરની સાથે બોસ સાઉન્ડ સિસ્ટમ, સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જીંગ અને એમ્બિએન્ટ લાઈટિંગ સહિત ઘણા સારા ફીચર્સ છે.

ડિસેમ્બર સુધી તક

image source

હ્યુન્ડાઇએ કહ્યું કે આ તમામ કિંમતો ઓફર માટે છે અને ડિસેમ્બર સુધી માન્ય છે. આનો અર્થ એ છે કે ડિસેમ્બર સુધીમાં તમે તેને સસ્તા ભાવે ખરીદી શકો છો. આ પછી ભાવમાં વધારો થવાની સંભાવના છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એસ.એસ. કિમે કહ્યું, ‘આ રોગચાળાના યુગમાં નવી આઈ 20 ગ્રાહકોમાં રસ ઉત્પન્ન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મોડેલ અગાઉ ભારતીય બજારમાં પણ સારું પ્રદર્શન કરી ચુક્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ