જો તમે એક નવી કાર ખરીદવા ઈચ્છો છો અને તમારું બજેટ ત્રણ લાખ રૂપિયાથી ઓછું છે તો તમારે માટે અમારો આ આર્ટિકલ ઉપયોગી રહેશે. આ આર્ટિકલમાં અમે આપને ત્રણ એવી કારો વિશે માહિતી આપવાના છીએ જેની શરૂઆતી કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે. એ સિવાય તેમાં ડિસેન્ટ પરફોર્મન્સ સાથે જબરદસ્ત માઇલેજ પણ મળે છે. તો ચાલો જાણીએ એ ત્રણ કારોના ફોચર્સ, અને કિંમતો વિશે વિસ્તારથી…
1). Datsun Redi-Go
એન્જીન – Datsun Redi-Go માં 0.8 લીટર અને 1 લીટર એન્જીનના વિકલ્પ મળે છે.
પરફોર્મન્સ – Datsun Redi-Go નું 0.8 લીટર એન્જીન 5678 આરપીએમ પર 54 PS નો પાવર અને 4386 આરપીએમ પર 72 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે. જ્યારે Datsun Redi-Go નું 1 લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે.
માઇલેજ – Datsun Redi-Go માં 22 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે.
કિંમત – Datsun Redi-Go ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 2.83 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 4.77 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
2). Renault Kwid
એન્જીન – Renault Kwid માં 0.8 લીટર એન્જીન અને 1 લીટર એન્જીનનો વિકલ્પ મળે છે.
પરફોર્મન્સ – Renault Kwid નું 0.8 લીટર એન્જીન 5600 આરપીએમ પર 54 PS નો પાવર અને 4250 આરપીએમ પર 72 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 1 લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
માઇલેજ – Renault Kwid 1 લીટર એન્જીનનું ઓટોમેટિક ટ્રાન્સમિશન મોડલ 22 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે જ્યારે Renault Kwid 0.8 લીટર એન્જીનનું મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલ 20.71 kmpl ની માઇલેજ આપે છે.
કિંમત – Renault Kwid ની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 5.12 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
3). Maruti Suzuki Alto
એન્જીન – Maruti Suzuki Alto માં પાવર માટે 796 સીસી, 3 સિલિન્ડર, 12 અલવ, BS 6 એન્જીન આપવામાં આવ્યું છે.
પરફોર્મન્સ – Maruti Suzuki Alto નું એન્જીન 6000 આરપીએમ પર 48 PS નો મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ પર 69 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે.
માઇલેજ – Maruti Suzuki Alto માં 22.05 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે જ્યારે તેના સીએનજી વેરીએન્ટમાં 31.59 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ મળે છે.
કિંમત – ભારતીય માર્કેટમાં Maruti Suzuki Alto ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 2.94 લાખ રૂપિયા છે.
ઉપરોક્ત ત્રણેય કાર પર કંપની તરફથી ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહી છે. તેના વિશે વિસ્તૃત માહિતી માટે તમે નજીકના કંપનીના સત્તાવાર ડિલર્સ પાસે રૂબરૂ જાણી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ