આ સમયે લોન્ચ થશે Jeep Compass, આ દમદાર ફિચર્સ જાણીને તમે પણ બોલી ઉઠશો શું વાત છે બાખી!

કોરોના વાયરરસની મહામારીના કારણે હાલમાં ભારતમાં ફોરવ્હિલર વેહિકલનું બજાર ઘણું ઠંડુ થઈ ગયું છે. પણ જેવું જ માર્કેટ ગતિમાં આવશે કે તરત જ ગાડીઓના શોખીન પોતાની મનપસંદ ગાડીઓ ખરીદતા જરા પણ ખચકાશે નહીં. હાલ ભારતમાં મધ્યમ વર્ગના લોકો પણ એક નાની ગાડી અફોર્ડ કરતાં થઈ ગયા છે અને ઉચ્ચમધ્યમ વર્ગના લોકોની પસંદ હવે એસયુવી તરફ વળી છે. માટે એસયુવી બજાર પણ ભારતમાં ઘણું મોટું છે.

image source

ભારતીય લોકોને એસયુવી વેહિકલમાં હુન્ડાઇની ક્રેટા, ફોર્ડની ઇકો સ્પોર્ટ, બ્રેઝા, એન્ડેવર, ફોર્ચ્યુનર ખુબ પસંદ છે. અને જીપ કંપસ પણ લોકોને પસંદ છે પણ હવે જીપ કંપસ પોતાનું એક નવું મોડેલ બજારમાં લાવી રહી છે. જે આવતા વર્ષમાં ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે.

image soucre

ચીનમાં થઈ રહેલાં ગ્વાંગઝૂ ઇન્ટરનેશનલ મોટર શો 2020માં કપંનીએ જીપ કંપસ ફેસલિફ્ટને શોકેસ કર્યું. આ નવા વર્ઝનમાં ફુલ LED હેડલાઇટ્સ, નવા બંપર, નવા અલોય વ્હીલ્સ, ફોગ લેંપ્સ વિગેરે આપવામાં આવ્યા છે. જીપ કંપસ ફેસલિફ્ટ ભારતમાં 2021ના મધ્યમાં લોન્ચ થશે.

image source

જીપ કંપસના શોકેસ કરવામાં આવેલા નવા વર્ઝન તરફ જોઈએ તો એસયુવીના ટ્રેલહૉક મોડેલમાં બ્લેક ગ્રિલ આપવામાં આવી છે. બોનેટના ડેકલ્સ હાલના મોડેલ જેવા જ છે. ગાડીના ઇન્ટિરિયરની વાત કરીએ તો જીપ કંપસ ફેસલિફ્ટમાં નવી ડિઝાઈનવાળા લેઆઉટ આપવમાં આવ્યા છે જે પોપ અપ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે છે.

image source

એલેક્સા સપોર્ટની સાથે સાથે આ ફીચર્સથી લેસ – જીપ કંપસના નવા વર્ઝનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એલેક્સા ટેલિમેટિક્સનો સપોર્ટ કરે છે. આ ઉપરાંત એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ પણ છે. આ સિસ્ટમમાં OTA અપડેટ્સ પણ મળશે. એસયુવીમાં ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવેલા છે. નવું 3 સ્પોક સ્ટીયરિંગ વ્હિલ પણ છે.

image source

એન્જિન – જીપ કંપસ ફેસલિફ્ટમાં 1.4 લીટર ટર્બો પેટ્રોલ એજીન છે જેને 1.3 લીટર યુનિટથી રિપ્લેસ કરી શકાય છે. આ એન્જિનના વધારે શક્તિશાળી અને વધારે એફીશિએન્ટ હોવાની સંભાવના છે. સાથે સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સ્ટેન્ડર્ડ તરીકે મળી શકે છે, જ્યારે ઓટોમેટિક ગિયરબોક્સ 9 સ્પીડ AT હોઈ શકે છે.

image source

હાલના મોડલની કીંમત ભારતમાં જીપ કંપાસની કરંટ મોડલની એક્સ શોરૂમ કીમત 16.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ જીપ કંપસ વર્ઝન ઉપરાંત, જીપ કંપસ ટ્રેલહૉક અને જીપ રેંગલર મોડલમાં ઉપલબ્ધ છે. ટ્રેલહૉકની કીમત 26.80 લાખ અને રેંગલરની કીમત 63.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત તેની એક લિમિટેડ એડિશન મોડલ જીપ કંપસ નાઇટ ઇગલ પણ છે, જેની એક્સ શો રૂપમ કીંમત 19.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ