5 લાખના બજેટમાં જ બજારમાં ઉપલબ્ધ છે આ 5 જબરદસ્ત કાર, કઈ કારની શું છે ખાસિયત, જાણો અહીં તમે પણ

જો તમારું બજેટ 5 લાખ રૂપિયાથી ઓછું છે અને તમે એક સારા ફીચર્સ ધરાવતી નવી કાર ખરીદવા ઈચ્છો છો તો આ માહિતીપ્રદ આર્ટિકલ આપના માટે ઉપયોગી બની રહેશે. આ આર્ટિકલમાં અમે આપને 5 એવી કારો વિશે જણાવવાના છીએ જેની શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી ઓછી છે. અહીં અમે તમને Datsun Redi-Go, Renault Kwid, Maruti Suzuki Alto, Maruti Suzuki S-Presso અને Hyundai Santro કાર વિશે વાત કરીશું. સાથે જ અમે તમને તેના એન્જીન, પર્ફોર્મન્સ અને કિંમત વિશે પણ જણાવવાના છીએ.

1). Datsun Redi-Go

image source

એન્જીન – Datsun Redi-Go માં 0.8 લીટર સને 1 લીટર એન્જીન પસંદ કરવાનો વિકલ્પ મળે છે.

પરફોર્મન્સ – Datsun Redi-Go નું 0.8 લીટર એન્જીન 5678 આરપીએમ પર 54 PS નો પાવર અને 4386 આરપીએમ પર 72Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે. જ્યારે Datsun Redi-Go નું 1 લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે.
કિંમત – Datsun Redi-Go ની શરૂઆતી દિલ્હી એક્સ શો રૂમની કિંમત 2.83 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 4.77 લાખ સુધી પહોંચે છે.

2). Renault Kwid

image source

એન્જીન – Renault Kwid માં 0.8 લીટર અને 1 લીટર એન્જીન પસંદ કરવાનો વિકલ્પ મળે છે.

પરફોર્મન્સ – Renault Kwid નું 0.8 લીટર એન્જીન 5600 આરપીએમ પર 54 PS નો પાવર અને 4250 આરપીએમ પર 72Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેનું 1 લીટર એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 4250 આરપીએમ પર 91Nm નો ટોર્ક જનરેટ કરે છે.</p.
કિંમત – Renault Kwid ની શરૂઆતી કિંમત 2.99 લાખ રૂપિયા છે જે તેના ટોપ એન્ડ વેરીએન્ટ પર 5.12 લાખ રૂપિયા સુધી પહોંચે છે.

3). Maruti Suzuki Alto

image source

એન્જીન – Maruti Suzuki Alto માં પાવર માટે 796 સીસી, 3 સિલિન્ડર, 12 વાલ્વ, BS6 એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ – Maruti Suzuki Alto નું એન્જીન 6000 આરપીએમ પર 48 PS નો મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ લર 69 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે.

કિંમત – ભારતીય માર્કેટમાં Maruti Suzuki Alto ની દિલ્હી એક્સ શો રૂમની શરુઆતી કિંમત 2.94 લાખ રૂપિયા છે.

4). Maruti Suzuki S-Presso

image source

એન્જીન – Maruti Suzuki S-Presso માં BS 6 કંપલાઇન્ટ વાળું 998 સીસી, K10B પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ – Maruti Suzuki S-Presso નું એન્જીન 5500 આરપીએમ પર 68 PS નો પાવર અને 3500 આરપીએમ પર 0 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે.

કિંમત – Maruti Suzuki S-Presso ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 3.70 લાખ રૂપિયા છે.

5). Hyundai Santro

image source

એન્જીન – Hyundai Santro માં 4 સિલિન્ડર, 1.1 લિટરનું SOHC પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે.

પરફોર્મન્સ – Hyundai Santro નું એન્જીન 5500 આરપીએમ પર 68 bhp નો મેક્સિમમ પાવર અને 4500 આરપીએમ પર 99 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેયરબોક્સ સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે.

કિંમત – Hyundai Santro ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 4.63 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ