જો તમે પણ નવી ગાડી લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો અત્યારે જ જાણી લો આ વિગતો, નહિં તો પાછળથી પસ્તાશો

જો તમે આવનારા સમયમાં નવી કાર લેવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે માટે આ આર્ટિકલ બહુ કામનો છે કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી આગામી સમયમાં પોતાની કારોની કિંમતમાં વધારો કરવાની તૈયારીમાં છે. કંપનીના કહેવા મુજબ તેને ઇનપુટ કોસ્ટ વધવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. જો કે સામાન્ય રીતે ઓટો કંપનીઓ નવા વર્ષે ગાડીઓની કિંમતમાં વધારો કરતી જ રહે છે. મારુતિ સુઝુકીના આ નિર્ણય બાદ અન્ય ઓટો કંપનીઓ પણ પોતાની ગાડીઓમાં ભાવ વધારો કરે તેવી આશંકા સેવાઇ રહી છે.

ઇનપુટ કોસ્ટમાં વધારો

image source

બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરતા મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ગાડીઓના નિર્માણ માટેની કોસ્ટમાં વધારો જોવા મળ્યો છે અને તેનું કારણ કાચા માલમાં થયેલો ભાવ વધારો છે. પરિણામે તેની વિપરીત અસર ગાડીઓના નિર્માણ કાર્ય પર પડી રહી હતી. કંપનીના કહેવા મુજબ ઇનપુટ કોસ્ટમાં વધારાનો બોજ ગ્રાહકો પર પણ નાખવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ગાડીઓની કિંમતમાં વધારો અલગ અલગ મોડલમાં અલગ અલગ રીતે હશે.

ગયા વર્ષે પણ કરાયો હતો ભાવ વધારો

image source

ગયા વર્ષે પણ 1 જાન્યુઆરી 2020 થી કંપનીએ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. અને તે સમયે પણ કંપનીએ એવું કારણ જ દર્શાવ્યું હતું કે અનેક વસ્તુની ઇનપુટ કોસ્ટ વધવાને કારણે ગાડીઓના નિર્માણ કાર્ય વધુ ખર્ચાળ થયું છે.

image source

જો કે કંપનીએ ત્યારે તેના અમુક મોડલ્સ પર જ 4.7 ટકાનો ભાવ વધારો કર્યો હતો. કંપનીએ એન્ટ્રી લેવલ હૈચબેક અલ્ટોની કિંમતમાં 6 થી 9 હજાર રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે એસ-પ્રેસોની કિંમતમાં 1500 થી 8000 રૂપિયા, વેગન આરની કિંમતમાં 1500 થી 4000 રૂપિયા, અર્ટિગાની કિંમતમાં 4000 થી 10,000 રૂપિયા અને બલેનોની કિંમતમાં 3000 થી 8000 રૂપિયાનો વધારો કર્યો હતો.

ઉત્પાદન ક્ષમતામાં 5.91 ટકાનો વધારો

image source

મારુતિ સુઝુકી કંપનીએ નવેમ્બર 2020 માં 1,35,775 કારોનું વેંચાણ કર્યું હતું. જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ 1,39,133 યુનિટ્સનું વેંચાણ કર્યું હતું. જેમાં 2.4 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો હતો. નોંધનીય છે કે કંપનીએ નવેમ્બરમાં જાહેરાત કરી હતી કે ટેનની ઉત્પાદન ક્ષમતામાં 5.91 ટકાનો વધારો થયો છે જે 4,59,221 સુધી પહોંચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ