Cannes માં જોવા મળ્યો આ સેલીબ્રીટીનો ગ્લેમરસ અને બિંદાસ લૂક, ફોટોસ થયા વાઈરલ….!!!

પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનએ 2018 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વખત ડેબ્યૂ કર્યું. આ વર્ષે કાન્સમાં પાકિસ્તાનને રિપ્રેજેન્ટ કરનારી માહિરા એકમાત્ર અભિનેત્રી છે. 71મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે સોનમ કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, દીપિકા પાદુકોણ, કંગના રનૌતની જોવા મળી હતી.

પણ તે સિવાય શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસથી બોલિવુડમાં ડેબ્યુ કરનારી પાકિસ્તાની અભિનેત્રી માહિરી ખાનનો જલવો જોઈને બધા જોતા રહી ગયા હતા.

કાન્સમાં પહેલા દિવસે પોતાના સ્ટાઈલિશ અંદાજથી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમજ તેમણું પાર્ટી લુક પણ આજકાલ વાયરલ થઈ રહ્યું છે. માહિરાએ પિંક કલરના ગાઉનમાં ફેશન દીવા લાગી રહી હતી.

My fav @nicolasjebran ? for the @chopard party??

A post shared by Mahira Khan (@mahirahkhan) on

માહિરાએ કાન્સ ફેસ્ટિવલની કેટલીક તસવીરો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. માહિરાએ પહેલા દિવસે ચીચ લુકને પસંદ કર્યુ હતું.

તે હોલ્ટર નેક ટોપ અને વ્હાઈટ ટોપમાં જોવા મળી હતી. માહિરાએ આ લુકને ફ્લોરલ પ્રિંટ સર્ગની સાથે કમપ્લેટ કર્યો હતો.

કાન્સનાં દરેક લુકની તસવીરને માહિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણી દરેક તસવીરને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

તેમજ કાન્સમાં માહિરાના ફેશન સેંસની તારીફ થઈ રહી હતી. તેણે બ્લેક ગાઉન પહેર્યું હતું જેમાં તે એકદમ સુંદર દેખાતી હતી.

? #lorealpkatcannes #cannes2018 #lorealcannes

A post shared by Mahira Khan (@mahirahkhan) on

માહિરાનો બીજો લૂક પણ ચર્ચામાં છે. તેમણે યેલો ટોપની સાથે હાઈ વેસ્ટ બ્લૂ પેન્ટ પહેર્યુ હતું જે વ્હાઈટ બેલ્ટ અને ગોલ્ડન ડેગલિંગ ઈયરિંગ્સ સાથે તે એકદમ પરફેક્ટ દેખાતી હતી.

આ લુકમાં માહિરા બહુ સ્ટાઈલિશ દેખાતી હતી. માહિરાએ કાન્સમાં પહેલા લુક માટે પેસ્ટલ કલરની સાડી પસંદ કરી હતી. જેમાં તે સુંદર દેખાતી હતી.

Khajoor waali choti ???‍♀️

A post shared by Mahira Khan (@mahirahkhan) on

તે પાકિસ્તાનને રિપ્રેજન્ટ કરનારી પહેલી અભિનેત્રી છે. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ રઈસથી બોલિવૂડનાં ડેબ્યૂ કર્યુ હતું.

મહીરા ખાનની સાથે કાન્સ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવત, દીપિકા, હુમા, કંગના અને મલ્લિકાનો પણ ગ્લેમરસ અંદાજ જોવા જેવો હતો…

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 8 મે થી શરૂ થઈ ચૂકયો છે. આ ઈન્ટરનેશલન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કારપેટ પર 10 મે સુધી કેટલાય બોલિવૂડ સેલેબ્સ જોવા મળશે. કંગના રનોત, દીપિકા પાદુકોણ, હુમા કુરેશી તે સવિયા બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ પોતાનો જલવો બતાવશે રેડ કારપેટ પર.

મલ્લિકા શેરાવત

મલ્લકિા શેરાવતે કાન્સ રેડ કારપેટ માટે ડિઝાઈનર ટોની વોર્ડનું ગાઉન પસંદ કર્યુ છે. તેમાં તે એકદમ ગ્લેમરસ દેખાય રહી છે. પોતાના આઉટફિટની સાથે તેણે સ્ટાઈલિસ ઈયરિંગ્સ પહેર્યા હતા. મલ્લિકાએ દીપિકા, કંગનાની જેમ ન્યૂડ મેકઅપ કર્યો હતો. મલ્લિકા રેડ કારપેટ લુક સ્વાન લેકથી ઈંસ્પાયર્ડ હતોય યૂનિક લેવેન્ડ કલરના ગાઉનમાં અભિનેત્રીએ સિંમ્પલ હેરસ્ટાઈલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, કાન્સમાં એક એનજીઓને રિપ્રિજેન્ટ કરી રહી છે. તે Free-A-Girl એનજીઓ માટે કામ કરી રહી છે, જે ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂશન અને ટ્રેફિકિંગને જડથી દૂર કરવા માટે કામ કરી રહી છે. કાન્સમાં મલ્લિકા 9મી વખત પોતાનો જલવો બતાવશે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, બાળકો સાથે જોડાયેલા અપરાધો વિશે જાગગૃકતા ફેલાવી બહુ જરૂરી છે. તેના માટે કાન્સ ફેસ્ટિવલ એક સારું પ્લેટફોર્મ છે.

હુમા કુરેશી-

હવે વાત કરીએ તો અભિનેત્રી હુમા કુરેશના લુકની તો. તો તે 10 મે રેડ કારપેટનો હિસ્સો બની હતી. તેમણે ઈવન્ટમાં ગાઉનની જગ્યાએ લાઈટ બ્રાઉન એન્ડ સિલ્વર મિરર વર્કનો પેન્ટસૂટ પહેર્યો હતો. જેને નિખિલ થાંપીએ ડિઝાઈન કર્યો હતો. હુમાએ પોતાના આઉટફિટમાં સિલ્વર નેકલેસથી મેચ કર્યો હતો. તેમણો મેકઅપ ન્યૂડ હતો. તમને જણાવી દઈએ કે, કાન્સમાં હુમા કુરેશી અને કંગના એકજ બ્રાન્ડને રિપ્રેજેન્ટ કરી રહ્યા છે.

કંગના રનોત-

કંગના રનોતએ 10 મે કાન્સમાં પોતાનો જલવો બતાવ્યો હતો. રેડ કારપેટ પર વોક કરવા માટે તેણે જુહૈર મુરાદ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ ગ્રે કલરનો ટ્રાંસપરેન્ટ ગાઉન પંસદ કર્યુ હતું. અભિનેત્રીએ હેરને કર્લ કર્યા હતા. તે કોઈ પણ જ્વેલરી પહેરી નહતી અને ન્યૂડ મેકઅપમાં જોવા મળી હતી. 9 મે તેમણે ઈન્ડિયન પવેલિયનમાં એપીરિયન્સ આપી હતી. તે દરમિયાન તેમણે સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી બ્લેક સાડી પહેરી હતી.

દીપિકા પાદુકોણ-

તેવી જ રીતે દીપકા પાદુકોણે પણ 10 મેના રોજ રેડ કારપેટ પર જોવા મળી હતી. તેમણે જુહૈર મુરાદ દ્વારા ડિઝાઈન કરેલ વ્હાઈટ ગાઉન પહેર્યુ હતું. દીપિકાએ વ્હાઈટ ટ્રાંસપરન્ટ કેપ ગાઉન પહેર્યુ હતું. અભિનેત્રીએ હેરને કર્લ કરાવ્યા હતા અને સિલ્વર ઈયરિગ્સ પહેરી હતી અને ન્યૂડ લિપ કલરની સાથે મેચ કરી હતી. દીપિકાએ 11 તારીખે પણ રેડ કારપેટ પર વોક કરશે. કાન્સ ફેસ્ટિવલના કારણે તે સોનમના લગ્નમાં પણ હાજરી નહતી આપી.

 

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

ટીપ્પણી