કપૂરના આ ચમત્કારી ઉપાયથી તમે બનાવી શકો છો પોતાનો ચહેરો ખીલેલો અને સુંદર!

સ્કિન કેર:- કપૂરના આ ચમત્કારી ઉપાયથી તમે બનાવી શકો છો પોતાનો ચહેરો ખીલેલો અને સુંદર!


પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખવું ખૂબ સારી વાત છે અને સ્વાસ્થયની સાથે જે વસ્તુની આપણને સૌથી વધુ ફિકર હોઈ છે તે છે ચહેરો એટલે કે સ્કિન કેર. છોકરો હોઈ કે છોકરી ચહેરાને સુંદર દેખાડવા માટે ચિંતિત રહે છે. ફક્ત રૂપાળા હોવું જ સુંદરતા નથી પરંતુ ચહેરાનું સાફ ચોખ્ખો રહેવા માટે ડાઘ ધાબ્બાથી પણ બચાવીને રાખવો પડે છે.


સ્કિન કેર દિવસભરના થાક સાથે સાથે પ્રદુષણનો માર, લાખ પ્રયાસો બાદ પણ ચહેરાનું ધ્યાન રાખવું મુશ્કેલ છે. ચહેરાની ત્વચા ખૂબ સંવેદનશીલ પણ હોઈ છે અને તેની સુંદરતા ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. બહારનું અનિયમિત ખાન પાન પણ ચહેરાની ત્વચાને નુક્સાન કરવાનું સૌથી મોટું કારણ છે.

સ્કિન કેર માટે પસંદ કરો આ ઘરેલું ઉપાય


સ્કિન કેરનો હવે તમારા પાસે રસ્તો છે અગત તો વારે-વારે પાર્લર જઈને ઢગલો રૂપિયા ઉડાવો કે પછી મોંઘા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો. બન્ને રીતમાં તમારે ગંભીર આડઅસરનો સામનો કરવાનો છે જે ખૂબ જ હાનિકારક છે. પરંતુ આજ અમે તમને એક એવો ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ આડઅસર થવા નહિ દે.

સ્કિન કેરમાં તમારે વધારે પૈસા પણ નહિ ખર્ચ કરવા પડે. તમારે આ ઘરેલું નુસ્ખામાં સ્કિન કેર માટે કાંઈ ખાસ નથી કરવાનું. બસ માત્ર કપૂરનો જ ઉપયોગ કરવાનો છે. જી હા, એક કપૂર જેને મંદિરમાં પણ પ્રગટાવવામાં આવે છે.


સ્કિન કેરમાં કપૂરના ઘણા પ્રકારના અૌષધિય ગુણ મળી આવે છે જે આપણી ત્વચા માટે ખૂબ કારગર છે. પરંતુ તમને જણાવી દઈએ કે કપૂરથી સ્કિન કેરનો પણ એક પ્રકાર છે નહિતર આ તમારા ચહેરા પર ઈન્ફેક્શન કરી શકે છે. કપૂરને હમેંશા પીસીને નાળિયેર તેલમાં મેળવીને જ પોતાના ચહેરા પર લગાવવું.

સ્કિન કેર કપૂરને ચહેરા પર લગાવતા પહેલા ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લેવો. ત્યારબાદ જીણા કપૂરના પાઉડરને નાળિયેર તેલમાં મેળવી લો. હવે હળવા હાથોથી તેને ચહેરા પર લગાવો. ધ્યાન રાખો કે આ લેપ આંખો પર ન લાગે.


૧૫ મિનિટ સુધી આ લેપ ચહેરા પર લાગેલો રહેવા દો ત્યારબાદ તાજા પાણીથી તેને સાફ કરી દો. અઠવાડિયામાં બે દિવસ આ નુસ્ખાનો ઉપયોગ કરવો તમારી ત્વચા નિખરી નિખરી અને બેદાગ રહેશે.

જાણો અન્ય ફાયદા

-નાળિયેર તેલ અને કપૂર મિક્સ કરીને રાખી લો. તેને રોજ ખીલ, દાઝેલા કે ઈજાના ડાઘ પર લગાવશો તો થોડા દિવસોમાં આ નિશાર દૂર થઈ જશે.


-નાળિયેર તેલમાં કપૂર મેળવો. તેને હુંફાળુ કરી માથામાં માલિશ કરો અને એક કલાક બાદ માથું ધોઈ લો. ખોડાની સમસ્યા ખતમ થશે અને વાળ નહિ ખરે.

-નિયમિત રાત્રે સુતા પહેલા કાચ્ચા દૂધમાં થોડો કપૂરનો પાઉડર નાખો. રૂ ની મદદથી તેને ચહેરા પર લગાવો. ૫ મિનિટ બાદ ધોઈ લો. સ્કિન હેલ્ધી બનશે અને ચહેરાની ચમક વધશે.

-એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને ઉકાળો. પાણી અડધું રહી જાઈ, તો તેમાં થોડું કપૂર નાખીને પી જાઅો. પેટના દુ:ખાવામાં જલ્દી રાહત મળશે.

-કપૂર, અજમો, પિપરમેંટ બરાબર માત્રામાં મેળવીને કાંચની બરણીમાં ભરો. તેને તડકામાં રાખો. ૬-૮ કલાક બાદ તેને હટાવી લો. તૈયાર મિશ્રણના ૪-૫ ટીપા નાખી શરબત બનાવીને પીઅો. આરામ મળશે.


-મસલ્સ કે ઘુંટણના દુ:ખાવાની ફરિયાદ છે, તો દુ:ખાવા વાળી જગ્યા પર કપૂરના તેલથી માલિશ કરો. જલ્દી રાહત મળશે.

-ખંજવાળ કે ફંગલ ઈન્ફેક્શન થવા પર તકલીફ વાળી જગ્યા પર નાળિયેરના તેલમાં કપૂર ઉમેરીને લગાવવાથી આરામ મળશે.

-દાઝવા પર કપૂર કે કપૂરનું તેલ લગાવો. બળતરા મટી જશે અને ઈન્ફેક્શનનું જોખમ ટળશે.

-ઘરમાં કપૂરનો ધુમાડો કરવાથી આસપાસ રહેલા બેક્ટેરિયા ખતમ થાય છે, જેનાથી ઈન્ફેક્શન અને બિમારીઅોનું જોખમ ટળે છે.

-ગરમ પાણીમાં થોડું કપૂર અને મીઠું નાખો. તેમાં થોડીવાર પગ ડુબાડી રાખો, પછી સ્ક્રબ કરીને મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાવી લો. ફાટેલી એડીઅોની સમસ્યા દૂર થશે.


-જૈતુનના તેલમાં કપૂર મેળવીને માથામાં માલિશ કરો. તણાવ અને માથાના દુ:ખાવાની સમસ્યા દૂર થશે.

-કપૂરમાં એંટીબાયોટીક પ્રોપર્ટી ઈજા મટાડવામાં મદદ કરે છે. ઈજા થવી, કપાઈ જવું કે ઘાવ થઈ જવા પર ઈજાવાળી જગ્યા પર કપૂર મેળવેલું પાણી લગાવવાથી રાહત મળશે.

–દાંતના દુ:ખાવા પર દુ:ખાવા વાળી જગ્યા પર કપૂરનો પાઉડર લગાવો. જલ્દી રાહત મળશે.


-કપૂરને શુધ્ધ ઘીમાં મેળવીને મોંના ચાંદા પર લગાવો. ચાંદાથી રાહત મળશે.

-શરદી-સળેખમ થવા પર તલ કે નાળિયેર તેલમાં કપૂર મેળવીને છાતી અને માથા પર લગાવો કે તેના પાણીથી નાસ લો. રાહત મળશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ