જલ્સા કરોને જેંતીલાલ

કેડબરી ડેરી મિલ્ક પોતાનું નામ ચોકલેટ પરથી હટાવા જઈ રહી છે ! જેની પાછળ છે એક દુઃખદ કારણ ! જાણો શા માટે

વાસ્તવમાં કેડબરી કંપની દ્વારા આ પગલું સમાજ કલ્યાણ હેતુએ લેવામાં આવ્યું છે. કેડબરી કંપનીએ પોતાની ડેરિમિલ્ક ચોકલેટના રેપર પરથી બધા જ શબ્દો હટાવી લેવાનું નક્કી કર્યું છે અને હવે તમે તેને માત્ર પરપલ પેકેટ અને તેના ટ્રેડમાર્ક એવા દૂધવાળા બે ગ્લાસમાંથી પડતાં દૂધનો સિંબોલ જ જોવા મળશે.

શા માટે કેડબરીએ આ પગલું લીધું ?

વાસ્તમાં યુકે એટલે કે યુનાઇટેડ કીંગડમમાં અગણિત વૃદ્ધ લોકો એકલતાથી પિડાઈ રહ્યા છે. યુ.કેના 1.4 મિલિયન એટલે કે 14 લાખ વૃદ્ધ લોકો એકલતાથી પિડાઈ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ યુ.કેમાં રહેતાં 225000 વૃદ્ધ લોકો એવા છે જે આખું અઠવાડિયું કોઈ પણની સાથે વાત કર્યા વગર પસાર કરવા મજબુર છે.

કેડબરીએ આ સમસ્યાને પ્રકાશમાં લાવવા માટે એક ચળવળ ચલાવી છે જે તેમણે પોતાના કેડબરી ડેરી મિલ્કની ચોકલેટના રેપર પર આવતા શબ્દોને કાઢીને શરૂ કરી છે. જો કે આ પગલું કેડબરી ડેરીમિલ્કના અમુક હજાર રેપર સુધી જ મર્યાદિત રહેશે. કેડબરી ડેરી મિલ્કના આ પ્રકારના એટલે કે શબ્દો વગરના દરેક પેકેટના વેચાણ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો એજ યુકે નામની સંસ્થાને દાન કરવામાં આવશે.

યુ.કે માં કેડબરી ડેરીમિલ્ક ચોકલેટના આ શબ્દો વગરના પેકેટ વાળા બાર સુપરમાર્કેટમાં વેચાવા માટે મુકી પણ દેવામાં આવ્યા છે. કેડબરી કંપનીના આ પ્રયાસને સોશિયેલ મિડિયા દ્વારા યુ.કેમાં બિરદાવવામાં આવી રહ્યું છે. કેટલાકે એવિ કમેન્ટ કરી છે કે “કેડબરીના આ સદકાર્યએ તેમને ચોકલેટ ખાવાનું એક નવું બહાનું ધર્યું છે.” તો વળી કેટલાકે પેકેજિંગના આવા સદઉપયોગ માટે કેડબરી કંપનીને શાબાસી આપી છે. તો વળી એક સોશિયલ મિડિયા અકાઉન્ટ હોલ્ડરે લખ્યું છે, “કેડબરી કંપનીના આ પગલાંથી ગર્વ છે… તેમણે મારું હૃદય પિગળાવી દીધું છે ! ધન્યવાદ છે કેડબરીને”

તો વળી કેટલાકે હળવી મઝાક કરતાં લખ્યું છે કે ભલે ચોકલેટ ખાઈને અમારી કમર જાડી થઈ જાય પણ કેડબરીના એકલા લોકો માટે ઉભી કરવામાં આવેલી આ જાગૃતિના પ્રયાસને અમે બિરદાવીએ છીએ. અમે હાલ જ દુકાને જઈએ છીએ અને કેડબરી ડેરીમિલ્કના શબ્દો વગરના પેકેટ ખરીદીએ છીએ. ચોકલેટ ખાવા માટે આથી વધારે ઉત્તમ બહાનું બીજુ કયું હોઈ શકે !

આપણને એકલતા ભલે એક સામાન્ય સમસ્યા લાગતી હોય. વાસ્તમાં આ એક મોટી સમસ્યા છે જે માણસને અંદરથી ભાંગી નાખે છે. ભારત કરતાં આ સમસ્યા વિદેશમાં અને ખાસ કરીને વિકસિત દેશોમાં વધારે જોવા મળે છે. કારણ કે ત્યાંની સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા કંઈક એવી છે કે વધતી ઉંમરે વ્યક્તિ એકલી બની જાય છે.

આપણે અહીં ભલે સંયુક્ત કુટુંબો ન્યુક્લિયર કુટુંબમાં ફેરવાતા જતાં હોય તેમ છતાં માતાપિતાના સંસ્કારો તેમજ સંતાનોની માતાપિતા પ્રત્યેની લાગણી અને પરંપરાના કારણે ભારતે હજુ આ દિવસ જોવાની નોબત નથી આવી પણ જેમ જેમ વિશ્વ એકબીજામાં ભળતું જશે તેમ તેમ બાહ્ય સંસ્કૃતિની અસર પણ વધતી જશે અને નીતનવી સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થશે.

ભારત માટે સારી બાબત એ છે કે હજુ આપણા તેવા દિવસો નથી આવ્યા કે આવી બાબતો માટે જાગૃતિ ફેલાવવી પડે. યુકેના વૃદ્ધો જે આ ગંભિર સમસ્યાથી પિડાઈ રહ્યા છે તે સ્થાને ભારત ન પહોંચે તેવી જ આશા સેવીએ અને આપણા વડીલોને બને તેટલો પ્રેમ અને સંગાથ આપીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version