કોબી ખાવું થઈ શકે છે ખતરનાક, જાણો એમાં રહેલ કીડા વિષે અને તેનાથી થતાં નુકશાન વિષે…

માનવ શરીરમાં કોબીનાં માધ્યમથી ટેપવર્મ (ફીતાકૃમિ) પહોંચવાનાં કિસ્સા સામે આવતા જ રહે છે. આ આંતરડામાં વિકસિત થયા બાદ લોહીનાં પ્રવાહ સાથે શરીરનાં અન્ય ભાગમાં પહોંચી જાય છે. ઘણીવાર મસ્તિષ્કમાં પણ આવી જાય છે. એવામાં તેને અણદેખા કરવા ઘાતક થઈ શકે છે. તેના વિષયમાં જાણકારી આપી રહી છે સ્વાતિ ગૌડ.

ઘણા લોકો વસ્તુ માંગતા સમયે ભોજનમાં કોબી હટાવી દેવા કહે છે. ખાસ કરીને બર્ગર, ચાઉમીન, મોમોઝ, સ્પ્રિંગ રોલ વગેરા લેતા સમયે અમુક લોકો આવુ જ કરતા હોઈ છે. કદાચ તમે એવા લોકોને પણ ઓળખતા હશો, જે કોબીનું નામ સાંભળતા જ ડરી જાય છે. અને કોબીનાં નામથી જ તૌબા કરવા લાગે છે.

આખરે શામાટે ડરે છે કોબીથી

કોબીને લઈને આવા તમામ લોકોનાં ડરનું કારણ તે કૃમિ એટલે કિડા છે, જે કોબીનાં સેવનથી તમારા શરીરમાં પહોંચે છે અને પછી મગજમાં પ્રવેશી જાય છે. મગજમાં પહોંચવા પર આ સુક્ષ કૃમિ તમારા માટે જીવલેણ સાબિત થઈ જાય છે. આ કિડાને ટેપવર્મ એટલે કે ફીતાકૃમિ કહેવાય છે.

શું છે કોબીમાં મળતા કિડા

ધીરે ધીરે વધવા લાગે છે જોખમ

ભારતમાં ટેપવર્મને લઇને જોખમની ઘંટડી લગભગ ૨૦-૨૫ વર્ષ પહેલા વાગવાની શરૂ થઈ, જ્યારે દેશનાં અલગ અલગ ભાગમાં અમુક દર્દીઓ માથામાં તેજ દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યા. એવા ઘણા મામલામાં દર્દીઓને મીર્ગીની જેમ દૌરા પણ પડી રહ્યા હતા. તેમાનાં મોટાભાગનાં દર્દી બચી ન શક્યા, કારણ કે રોગીઓનાં મગજમાં વધારે સંખ્યામાં પહોંચી ગયા હતા. થોડા દર્દીઓ, જેના જીવ બચી ગયા, તેમને બાદમાં કોબી ખાવાનું બિલકુલ બંધ જ કરી દીધુ હતું. જે લોકોને આવા મામલામાં ખબર પડી, તેમને પણ કોબીથી દૂરી બનાવવામાં જ ભલાઈ સમજી. રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડની દુકાનોમાં બર્ગર અને ચાઉમીન જેવી પ્રચલિત ખાણીપીણીની વસ્તુઓથી લોકો મોં ફેરવવા લાગ્યા. એવામાં અમુક દુકાનદારો એ કાબીને બદલે લેટ્યૂસ લીવ્સનો ઉપયોગ શરૂ કરી દીધો, જે દેખાવમાં કોબી જેવા જ હોઈ છે, પરંતુ તેમાં ટેપવર્મનું જોખમ નથી હોતું. ટેપવર્મનાં ડરથી કોબી જેવી પોષક ભાજીથી દૂર બનાવવી લોકોની મજબૂરી બની ગઇ અને લોકોમાં ધારણા બની ગઈ કે તેને ખાવું હાનિકારક થઈ શકે છે.

એશિયાઈ દેશોની તુલનામાં યૂરોપીય દેશોમાં તેનું જોખમ ખૂબ ઓછું જોવા મળે છે. ટેપવર્મનાં સંક્રમણનાં મામલા આખા વિશ્વમાં મળી આવે છે, પરંતુ ખાદ્ય પદાર્થોનાં રખરખાવ વગેરાની રીતોમાં અંતરને કારણે ભારતમાં તેનાં સંક્રમણનાં કિસ્સા કાંઈક વધારે મળી આવે છે.

શરીરમાં કેવી રીતે પહોંચે છે

આપણા ઘરોમાં કોબી ક્યારેક શાકનાં રૂપમાં, તો ક્યારેક કાચા સલાડનાં રૂપમાં ખૂબ ખાવામાં આવે છે. કોબી દ્વારા ટેપવર્મ આપણા શરીરમાં બે રીતે પહોંચે છે. ખૂબ સુક્ષ્મ હોવાને કારણે આ આપણને દેખાતા નથી અને ખૂબ સારી રીતે ધોવા પર પણ આ ઘણીવાર કોબી પર ચોંટેલા રહી જાય છે. એવી સ્થિતિમાં જ્યારે આપણે કાચા કોબીનું સેવન કરીએ છીએ તો આોણા શરીરમા તેના પહોંચવાની શક્યતા સૌથી વધારે રહે છે. જ્યારે ભોજન અડધું પાકેલું રહી જાય છે તો પણ આ આપણા શરીરમાં પહોંચી જાય છે. એટલે હવે મોટી સંખ્યામાં લોકો કોબીથી દૂર રહેવા લાગ્યા છે. તેને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ પણ જોવા મળે છે.

શું છે આ કિડો

આ કિડા સામાન્યરીતે જાનવરોનાં મળમાં મળી આવે છે, જે અલગ અલગ કારણોથી પાણી સાથે જમીનમાં પહોંચી જાય છે. વરસાદના પાણી કે ગંદા પાણીનાં રૂપમાં તેના જમીનમાં પહોંચવાની સૌથી વધારે આશંકા રહે છે. આ જ કારણ છે કે કાચા શાકભાજીનાં માધ્યમથી આપણા શરીરમાં આ કિડા પહોંચવાની સૌથી વધારે આશંકા રહે છે. તેના સિવાય સંક્રમિત માટીનાં માધ્યમથી અને એવું દૂષિત પાણી, જેમાં ટેપવર્મનાં ઈંડા હોઈ, તેનાથી પણ તેના સંક્રમણનું જોખમ વધી જાય છે.

કેવી રીતે ફેલાય છે સંક્રમણ

એકવાર આપણા પેટમાં પહોંચ્યા બાદ ટેપવર્મનો સૌથી પહેલો હુમલો આપણા આંતર પર થાય છે. ત્યારબાદ આ લોહીનાં પ્રવાહ દ્વારા આપણી નસોના માધ્યમથી આપણા મગજ સુધી પહોંચી જાય છે. જોકે ટેપવર્મથી આપણા આંતરમાં થનાર સંક્રમણ (ફક્ત એક કે બે ટેપવર્મનું સંક્રમણ) સામાન્યરીતે ઘાતક નથી હોતું, જ્યારે કે આપણા મગજ પર તેના હુમલાનાં ગંભીર પરિણામ આવી શકે છે. તેના સિવાય થનાર સંક્રમણ એક ગંભીર સમસ્યા બની જાય છે.

કેમ કરવો બચાવ

અસલમાં, ટેપવર્મથી થતા સંક્રમણને ટૈનિએસિસ કહેવામાં આવે છે. ટેપવર્મની ત્રણ મુખ્ય પ્રજાતિઓ ટીનિતા સેગીનાટા, ટીનિયા સોલિઅમ અને ટીનિયા એશિયાટિકા હોઈ છે. શરીરમાં પ્રવેશ કર્યા બાદ આ કિડા ઈંડા દેવાનું શરૂ કરી દે છે. તેના અમુક ઈંડા આપણા શરીરમાં પણ ફેલાઈ જાય છે. જેનાથી શરીરમાં આંતરિક અંગોમાં ઘાવ બનવા લાગે છે.

કેવી રીતે ફેલાઈ શકે છે સંક્રમણ

અંગત સાફસફાઈનું ધ્યાન ન રાખનાર લોકો એમ પણ કોઇને કોઇ રીતનાં સંક્રમણ ગ્રસ્ત થઈ શકે છે. એવામાં જરાપણ દૂષિત પદાર્થ તમારા શરીરને સંક્રમિત કરી શકે છે. કોઈ પાલતુ જાનવરનાં ટેપવર્મનાં સંપર્કમાં આવવાથી પણ સંક્રમણની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર, જ્યાં પશુઓ અને માનવ મળ બરાબર રીતથી સાફસૂફ ન કરવામાં આવતું હોઈ, ત્યાં જોખમ વધારે હોઈ છે. કાચુ કે અડધું પાકેલ માંસ ખાવાથી તેના સંક્રમણની આશંકા સૌથી વધારે માનવામાં આવે છે, કારણ કે મીટને બરાબર રીતે ન પકાવવા પર તેમા ઉપસ્થિત લાર્વા કે ઈંડા જીવિત રહી જાય છે.

કેવી રીતે કરવી રોકથામ

આપણા પેટમાં રહેલા આહારને ટેપવર્મ પોતાનો આહાર બનાવી લે છે, જેનાથી તેની સંખ્યા સતત ઝડપથી વધવા લાગે છે. મોટાભાગનાં મામલામાં શરૂઆતી ચરણમાં તેની હાજરીની ઓળખ સરળતાથી નથી થઈ શકતી, પરંતુ નર્વસ સિસ્ટમ અને મગજમાં પહોંચ્યા બાદ દર્દીને મિર્ગી જેવા દૌરા પડવા લાગે છે, જેને ટેપવર્મની હાજરીનાં પ્રમુખ લક્ષણોમાંથી એક માનવામાં આવે છે. તેના સિવાય માથામાં અસહ્ય દુખાવો, નબળાઈ, થાક, ઝાળા, ખૂબ વધારે કે ખૂબ ઓછી ભૂખ લાગવી, વજન ઘટવા લાગવું અને વિટામીન્સ/મિનરલ્સની કમી થવી પણ મુખ્ય લક્ષણોમાં શામેલ હોઈ છે.

ઉપર ફોટોમાં દેખાઈ રહ્યું છે એ કોબીઝનો ખાવા લાયક ભાગ નથી એ છે જીવડું જે આપણને નુકશાન પહોંચાડી શકે છે. ટેપવર્મ કોઈ પ્રકારનાં લક્ષણ નથી બતાવતા, પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં આ ગંભીર રોગને જન્મ આપી શકે છે. આંતરમાં મળી આવતા ટેનિયા સોલિયમની હાજરીનાં લક્ષણ દેખાતા નથી. તેની લંબાઈ ૩.૫ મીટર સુધી હોઈ શકે છે. વયસ્ક ટેપવર્મ ૨૫ મીટરથી લાંબા હોઈ શકે છે અને ૩૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે.

કોબી કે પાલક જેવી અમુક અન્ય શાકભાજીનાં સેવનમાં સાવધાની વર્તવા સાથે સાથે વ્યકિતગત સાફસફાઈ પર વધારે ધ્યાન આપવું જરૂરી છે. ભોજન જમતા કે બનાવતા પહેલા હાથ સારી રીતે ધોવાનું ન ભૂલવું. નખ કાપીને રાખો, સાફ ચોખ્ખા વાસણમાં જમવું. ટોઇલેટથી આવીને સારી રીતે હાથ ધોવા. ક્યાંય બહાર જતા સમયે દૂષિત પાણી ન પીવુ અને બની શકે તો તમારું પીવાનું પાણી સાથે લઇ જવું.

શું છે ઈલાજ

ટેપવર્મનો ઈલાજ અને અવધિ તેના પ્રકાર પર નિર્ભર કરે છે. મળ અને લોહીનાં નમૂનાથી તેની હાજરીની ખબર પડી શકે છે. વિભિન્ન મામલામાં દવા સાથે સાથે અમુક મામલામાં સર્જરી પણ કરી શકાય છે. આમ સામાન્યરીતે ટેપવર્મનો ઈલાજ દવાઓ દ્વારા જ કરવામાં આવે છે, જે આ કિડાને મારે છે કે તેને મળ વાટે શરીરથી બહાર કાઢવાનું કાર્ય કરે છે, જ્યારે કે સિસ્ટને ખતમ કરવા માટે ઘણા અન્ય પરિક્ષણ, દવાઓ અને શલ્ય ચિકિત્સાની પણ જરૂર પડે છે