જલ્સા કરોને જેંતીલાલ

મન હોય તો માળવે જવાય – એક બસ કન્ડક્ટરની દીકરી બની બેસ્ટ IPS ટ્રેઈની…

બસની મુસાફરી દરમિયાન કરેલી એક ટીપ્પણીએ શાલીનીને IPS બનવાની પ્રેરણા આપી

તમને કોઈ પણ પ્રસંગથી પ્રેરણા મળી શકે છે. તે પ્રસંગ મોટો કે મહત્ત્વનો હોવો તે જરૂરી નથી પણ તમે તેમાંથી શું શીખો છો તે મહત્ત્વનું છે. ઘણીવાર તમને મોટી પ્રેરણારૂપ ફિલ્મ પ્રોત્સાહિત નથી કરી જતી પણ નાનકડા માણસની કમેન્ટ તમને કંઈક મહત્ત્વનું કરવા પ્રેરિત કરી જાય છે.

29 વર્ષિય આઈપીએસ અધિકારી શાલીની અગ્નીહોત્રીનું સીવીસ સેવાઓમાં જોડાવાનું સ્વપ્ન ત્યારે શરૂ થયું જ્યારે કોઈક અજાણી વ્યક્તિએ તેને બસમાં કંઈક કહી દીધું. તેણીની આ વાર્તા ખરેખર જાણવા જેવી છે કે અને તેણે આ સાવ જ નાની વાતને કેવી રીતે મન પર લીધી અને કેવી રીતેને તેણીએ પોતાનું લક્ષ પ્રાપ્ત કર્યું.

તેણી પોતાની માતા સાથે બસમાં સફર કરી રહી હતી અને એક પુરુષ તેઓ જે સીટ પર બેઠા હતા તેની આગળ ઉભો હતો અને તે વ્યક્તિએ શાલીનીની માતા જ્યાં બેઠી હતી તે તરફનું હેડરેસ્ટ પકડી રાખ્યું હતું.

તેને ત્યાંથી હાથ હટાવી લેવાનું વારંવાર કહેવા છતાં તેણે તેમની વાત પર ધ્યાન ન આપ્યું. છેવટે તેણે શાલીનીની માતાને ટોન્ટ મારતા કહ્યું કે શું તેણી ડી.સી છે કે તે કહે એમ તેણે કરવું.

એક બાળક તરીકે શાલીનીને જરા પણ ખ્યાલ નહોતો કે આ ડીસી કોણ છે કે પછી તેનો અર્થ શું થાય છે, પણ તેણીના મનમાં એ વાત છપાઈ ગઈ કે આ ડીસી જે પણ હોય ખુબ જ પાવરફૂલ વ્યક્તિ હશે કે તેની વાત લોકો માને છે. તે જ ક્ષણે તેણીએ નક્કી કરી લીધું કે તેણી પણ ડીસી બનશે.

પોતાના એક વાર્તાલાપમાં શાલીની પોતાની સફળતા તરફની જર્ની, પોતાની આકાંક્ષા, પોતાની એકેડેમીની લાઈફ અને તેણે પોતાના સ્વપ્ન કેવી રીતે વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યા તે જણાવે છે.

બસ કન્ડક્ટરની દીકરી

1989માં 14 જાન્યુઆરીના દીવસે, હિમાચલ પ્રદેશના ઉના ડીસ્ટ્રીક્ટના ઠઠલ ગામમાં જન્મેલી શાલીનીને પોતાના માતા-પિતા તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે. તેણીના પિતા એક બસ કન્ડક્ટર હતા અને તેણીની માતા એક ગૃહણી છે. શાલીની હંમેશથી એક મહેનતું વિદ્યાર્થીની રહી છે અને તેણે હંમેશા પોતાની પરીક્ષાઓમાં સારો દેખાવ કર્યો છે.

ધર્મશાળાની ડીએવી શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીએ હિમાચલ પ્રદેશની અતિ પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં એગ્રીકલ્ચર વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

પોતાના માતાપિતા વિષે વાત કરતાં તેણી જણાવે છે, “તેઓ ખુબજ સામાન્ય શીક્ષણના બેકગ્રાઉન્ડમાંથી છે પણ તેઓએ એ બાબતમાં હંમેશા તત્પરતા દર્શાવી છે કે અમને ત્રણેને સારું શીક્ષણ મળી રહે. મારા કુટુંબમાંથી કે પછી મારા સંબંધીઓમાંથી કોઈ પણ સીવીલ સર્વિસીસમાં નથી, એવો પણ સમય હતો જ્યારે મને મારા સ્વપ્નો ખુબ જ દૂર લાગતા હતા,” તેણી જણાવે છે.

પણ તેણીને તેણીના માતાપિતાએ તેના સ્વપ્ન પૂર્ણ કરવામાં ખુબ જ પ્રોત્સાહન આપ્યું.

“હું જરા પણ વિચાર કર્યા વગર કહી શકું છું કે મારા માતાપિતા જ મારું સૌથી મોટું બળ રહ્યાં છે. તેઓએ મને એ વાત પર વિશ્વાસ કરતી કરી છે કે સારા શિક્ષણમાં એટલી ક્ષમતા રહેલી હોય છે કે જે બધું જ બદલી શકે છે. 2004માં, મેં મારા દસમાં ધોરણની પરીક્ષામાં 92.2% પ્રાપ્ત કર્યા હતા, અને તે વખતે આ એક મોટી વાત હતી. જો કે ધોરણ 12ની પરીક્ષાઓમાં, મેં માત્ર 77% જ મેળવ્યા અને હું મારા પરિણામથી ખુબ જ નિરાશ થઈ ગઈ હતી.

બીજી બાજુ મારા માતાપિતા, હું મારા જીવનમાં કંઈક સારું કરીશ તે માન્યતામાં અડગ રહ્યા. તેમનો મારા પરનો તે વિશ્વાસ એ મારા માટે જાણે સમગ્ર જગત જ હતું,” તેણી જણાવે છે.

શાલિની એક પ્રસંગને તારવતા જણાવે છે કે જ્યારે તેણીએ ધોરણ 12માં નબળુ પ્રદર્શન કર્યું ત્યારે સંબંધીઓ તેના પ્રત્યે ખુબ જ સહાનુભૂતિભર્યું વર્તન કરતાં હતાં જેને તેના માતાપિતાએ ખુબ જ નમ્રતાથી તેમ નહીં કરવા કહ્યું. તેમણે શાલીનીને જરૂરી સમય આપ્યો જેથી કીરને તે આગળ વધવાની હીંમત ભેગી કરી શકે અને પોતાની નિરાશામાંથી બહાર આવે.

તેણી આગળ જણાવે છે, “તેમણે મારા ખરાબ પરિણામ બાદ મને જે રીતે ટ્રીટ કરી છે તેના જ પરિણામે હું કોલેજમાં સારો દેખાવ કરી શકી. હું માત્ર કોલેજમાં જ ટોપ નહોતી પણ હું યુનિવર્સીટીમાં ટોપ આવી હતી. જ્યારે ધોરણ 12ના માઠા પરિણામ બાદ જ્યારે હું મારી ડીગ્રી મેળવવા પ્રયાસ કરી રહી હતી ત્યારે મારા માતાપિતાનો આગ્રાહ હતો કે હું કોઈક પ્રોફેશનલ ડીગ્રી માટે એડમિશન લઉં.”

શાલીનીની દરેક નિષ્ફળતામાં તેના માતાપિતા સતત તેની સાથે રહ્યા અને તેણીને વધારે સારો દેખાવ કરવામાં મદદ કરતા.

તેનું આ એચિવમેન્ટ બીજી રીતે એટલા માટે મહત્ત્વનું છે કે તેણી જે સમાજમાંથી આવે છે તેમાં છકોરીઓને જરા પણ પ્રોત્સાહિત કરવામાં નથી આવતી. તેણીની કોઈ પણ પિતરાઈ બહેનને આવી તક આપવામાં આવી નથી અને તેમાંની મોટા ભાગની તો ખુબ જ નાની ઉંમરે પરણી ગઈ છે.

મધ્યમ-વર્ગીય ઉછેર

“જો મારે મારા ઉછેરનું વર્ણન કરવું હોય તો, મારે એ કહેવુ પડશે કે હું એક મધ્યમ-વર્ગીય ઘરમાં ઉછરી છું. અમારી પાસે ક્યારેય પોતાનું વાહન નહોતું અમારું જે ઘર હતું તે અરધું બનેલું હતું, અને તેના પર પણ મારી બહેનના અભ્યાસ માટે લોન લીધી હતી, મારી માતા ઘરે વધારાની આવક મેળવવા માટે સીલાઈ કરતી હતી અને અમે અમારા જીવનમાં ક્યારેય કોઈ ખોટો ખર્ચો નથી કર્યો.”

“અમે જે પ્રદેશમાં જન્મ્યા છીએ તેને જિલ્લાનો પછાત વિસ્તાર ગણવામાં આવે છે. આ બધી જ પ્રતિકૂળતા છતાં, મને ગર્વ છે કે મારા ભાઈ-બહેન અને મેં કેવી રીતે અમારી લાઈફ મેનેજ કરી. મારી મોટી બહેન એક ડેન્ટલ સર્જન છે અને મારો નાનો ભાઈ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટેનન્ટ છે.” તેણી જણાવે છે.

“મારા ઉછેરના વર્ષોમાં, મેં મારા માતાપિતાને ક્યારેય પોતાના માટેની કોઈ વસ્તુ માટે લલચાતા નથી જોયા. તેમના આ બલિદાનો માટે હું ખરેખર કંઈક અર્થપૂર્ણ કરવા માગું છું,” તેણી જણાવે છે.

“મેં મારા માતાપિતા પાસેથી પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્ત્વ શીખ્યું છે.” તેમ તેણી જણાવે છે.

UPSC ની તૈયારી

વાસ્તવમાં શાલીની પોતાની UPSCની પરીક્ષાની તૈયારી કરી રહી છે જેની તેના માતાપિતાને ખબર નથી. આ પરિક્ષાને આપણે બધા જ જાણીએ છીએ કે કેટલી અઘરી હોય છે અને ઘણા બધા પરીક્ષાર્થીઓ તો તેના માટે રજાઓ લે છે પણ શાલીનીએ કોઈ જ રજા નથી લીધી કારણ કે તેણીએ તે વિષે હજુ કોઈને કહ્યું નથી.

“મારે મફત ઇન્ટરનેટ માટે આભાર માનવો જોઈએ. હું ઓનલાઈન પર કલાકો પસાર કરું છું જેથી કરીને હું, વાંચી શકું, સંશોધન કરી શકું, અને સંપૂર્ણ પરીક્ષા કેવી રીતે કામ કરે છે તેને સમજી શકું. મોટા ભાગના પરીક્ષાર્થીઓની જેમ, હું પણ બધા જ સમાચારપત્રો, પત્રિકાઓ અને માહિતીના અન્ય ઓનલાઇન સોર્સનો ઉપયોગ કરું છું.” તેણી જણાવે છે.

મસુરી ખાતેની ટ્રેઇનિંગ એકેડેમીમાં પ્રથમવાર તેણીએ તેમજ તેના પિતા પ્રવેશ્યા તે વિષે તેણી જણાવે છે, “અમે બન્ને ત્યાં ઉભેલી ઇમારતની ભવ્યતા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તે જગ્યાની એક અલગ જ આભા છે.”

“હું એવું કહી શકું છું કે મારા અને મારા પિતાના મનમાં એક જ પ્રકારની લાગણીઓ તે વખતે રહી હશેઃ ચિંતા, ખુશી, નર્વસનેસ, હવે આગળ શું થશે અને છેવટે ત્યાં પહોંચી ગયા તે બાબતનું એક્સાઇટમેન્ટ.”
તેણી પોતાના પિતાના ચહેરા પર જે ગર્વ હતો તે વીષે જણાવે છે કે તેણી તે અનુભૂતિને સંપૂર્ણ જીવન વાગોળતી રહેશે. “અમારી ફેકલ્ટીના એક મેમ્બરે મારા પિતાને ‘સર’ કહી સંબોધ્યા હતા અને તેમને ઓફિસર્સ મેસમાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. તે ક્ષણે બધું જ બરાબર લાગતું હતું,” તેણી ગર્વ અનુભવતા જણાવે છે.

પુરસ્કારો અને પ્રસંશાઓ

શાલીનીના ખાતે અત્યાર સુધીમાં ઘણા બધા પુરસ્કારો અને પ્રસંશાઓ બોલાય છે. તેણીને IPSની 65મી બેચની સર્વશ્રેષ્ટ ઓલ રાઉન્ડર ટ્રેઈની ઘોષિત કરવામાં આવી છે.

આ ઉપરાંત તેણીએ બેસ્ટ ટ્રેઇનીના ફળસ્વરૂપે પ્રાઇમ મીનીસ્ટરના બેટોન અને હોમ મીનીસ્ટ્રીની રીવોલ્વર પણ જીતી છે.

તેણીએ બેસ્ટ ઓલરાઉન્ડર ફીમેલ ઓફિસર ટ્રેઇની, બેસ્ટ ફિમેલ ઓફિસર ટ્રેઇની ઇન આઉટડોર સબજેક્ટ્સ માટે ટ્રોફી જીતી છે, ઉપરાંત તેણીને ઇનવેસ્ટીગેશન માટે પણ ટ્રોફી મળી છે અને ‘સાંપ્રદાયિક સદ્ભાવ અને રાષ્ટ્રિય એકતા’ પર ઉત્તમ નિબંધ લખવા માટે ટ્રોફી મેળવી છે.

સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકેનું જીવન

શાલનીને સૌપ્રથમ શિમલામાં આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે પોસ્ટ મળી હતી અને તેણી જણાવે છે કે છેલ્લા ચાર વર્ષમાં તેણી ઘણું બધું શીખી છે.

“બે અત્યંત મહત્ત્વના તેમજ હાઇ પ્રોફાઇલ કેસ પર મને કામ કરવા મળ્યું છે જેમાં શીમલામાં એક આંઠ વર્ષની છોકરીના બળાત્કાર અને હત્યાનો કેસ અને બીજો હત્યાનો કેસનો સમાવેશ થાય છે.” તેણી જણાવે છે.

તેણી જણાવે છે કે આવા પરિણામો તેને ખાખી યુનિફોર્મ પહેરવા અને લોકોની સેવા કરવાની માન્યતાને વધારે મજબૂત બનાવે છે.

શાલીની આજે હિમાચલ પ્રદેશના કુલ્લુ ડીસ્ટ્રીક્ટની સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવે છે.
તેણી પોતાના વાર્તાલાપના અંતે જણાવે છે, “દરેક સ્વપ્ન તમે સાકાર કરી શકો છો, પછી તમે ગમે ત્યાંથી કેમ ન આવતા હોવ કે પછી તમારું બેકગ્રાઉન્ડ ગમે તે કેમ ન હોય.

તમારે માત્ર એટલું જ જાણવાની જરૂર છે કે તમે શું બનવા માગો છો અને તેને શક્ય બનાવવા માટે તમારે કામ કરવાનું છે.”
શાલીનીની વાર્તા ઇચ્છાપત્ર સમાન છે જે જણાવે છે કે તમારા સ્વપ્ન હકીકતમાં ફેરવવા માટે તમને કશું જ આડે નથી આવતું, દ્રઢતા અને ફોકસથી તમે ગમે તેવા પડકારને પાર કરી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version