BRTS તારું બોનેટ વખાણું કે બ્રિજ તારા થાંભલા વખાણું કે પછી ડ્રાઈવર તારું ડેરિંગ વખાણું

હાલમાં એક ઘટના અમદાવાદથી સામે આવી છે જેની આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. BRTSને લઈને અવાર નવાર કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે અને આ વખતે પણ કંઈક એવા જ સમાચાર છે કે જેની તસવીરો જોઈને તમારા હાજા ગગડી જશે. આ વાત છે અખબારનગર અંડરપાસની. કે જ્યાં થયેલા અકસ્માતમાં અનેક કારણો સામે આવી રહ્યા છે અને ત્યારે એક ન્યૂઝ પેપર દ્વારા તેની તપાસ કરવામાં આવી છે. આ અકસ્માતમાં બસ વચ્ચેથી 2 ફૂટ પહોંળાઈ અને સીધા 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. આ માટે બસની ઓવર સ્પીડ હોવાનું સામે આવી રહ્યું છે.

image soucre

આ સાથે જ અનેક કારણો બહાર આવ્યા છે એના વિશે વાત કરીએ તો આ બસનું સ્પીડ મીટર 70 કિમી પર અટકી ગયું છે, એટલે કે અકસ્માતમાં થયો અને બસ રોકાઈ ત્યાં સુધી બસની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હોય શકે છે. પરંતુ જો નીતિ નિયમ પ્રમાણે વાત કરીએ તો 2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક નક્કી કરી હતી, આમ છતાં ડ્રાઈવરો બેફામ બસ ચલાવી રહ્યા છે. જેને કારણે દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ઘટનાસ્થળે જઈને તપાસ કરતા 20 ફૂટ સુધી બસના કાટમાળ અને ઓઇલ ફેલાયું હતું. બસની અંદર બે ફૂટ પહોંળાઈ જેટલું ભાગ બની ગયો છે. જ્યારે બસની ડિવાઈડર સાથે ભટકાઈ અને ચિરાઈ ગઈ તે અંતર 9 ફૂટ જેટલું છે.

image soucre

એ જ રીતે વાત કરીએ તો બસની બહાર રસ્તા પર 25 ફૂટ સુધી કાચના ટુકડા ફેંકાયા છે જે પણ પૂર ઝડપે બસ ડિવાઈડર સાથે ભટકાઈ હશે એવું સુચવી રહી છે. અમદાવાદમાં બસ અકસ્માતની ઘટનાઓ સતત વધતા 2015માં હાઈકોર્ટે BRTS બસની સ્પીડમાં ઘટાડો કર્યો હતો. જે અનુસાર, BRTS બસની સ્પીડ 50 કિ.મી પ્રતિ કલાક રાખવામાં આવી હતી. છતાં કેટલાક ડ્રાઈવરો દ્વારા બેફામ બસ ચલાવતા આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.

image source

ત્યારે આ વખતે જે ઘટના ઘટી એમાં પણ ડ્રાઈવર 70 કિ.મીની સ્પીડે બસ ચલાવતો જોવાનું સ્પીડ મીટર દ્વારા જાણવા મળ્યું છે. અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી છે. આ બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે. જો માહિતી મળે છે એ પ્રમાણે વાત કરીએ તો બપોરના સમયે BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત મળી રહી છે.

image source

પરંતુ સૌથી સારી વાત એ છે કે કોઈ મુસાફર બસમાં હતા નહીં અને મોટી જાનહાનિ ટળી હતી. શા માટે કોઈ હતું નહીં એના વિશે વાત કરીએ તો BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટિયરિંગ લોક થવાના કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી. જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડીયા થઈ ગયા હતાં. આ અકસ્માતના થોડી ક્ષણો પહેલા જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા અકસ્માતમાં મોટી ખુવારી થતા સહેજમાં બચી ગઈ હતી.આ બનાવ એટલો તો ગંભીર હતો કે, બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ