હારીને પણ જીવનની જંગ જીતનારી આ છોકીરની કથની આપણને ઘણું બધું શીખવી જાય છે…

આજના સમયમાં 20 વર્ષની નાની ઉંમરમાં પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ જવું તે એક યુવતિ માટે કેઈ અપરાધની સજાથી ઓછું નથી હોતું. અને ત્યાર બાદ જો જીવન સાથી માનસિક, શારીરિક રીતે પત્નીને યાતના આપતો હોય અપમાનિત કરતો હોય તો જીવવું અશક્ય બની જાય છે અને પછી મૃત્યુનો રસ્તો જ એક સરળ ઉપાય લાગે છે. આત્મહત્યાના પ્રયાસમાં જો મૃત્યુ હારી જાય અને શારીરિક વિકલાંગતાની સાથે બાકીનું જીવન પસાર કરવુ પડે તો આ સ્થિતિ તો ઔર વધારે કષ્ટદાયક બની જાય છે.

Image result for burn-survivor-mission-saviour-trust-neehaari-mandaliઆજની વાર્તા નિહારી મંડાલીના જીવન પર છે, કે કેવી રીતે જીવનથી હારી મોતને ભેટવું અને ત્યાર બાદ પુરા જુસ્સાથી જીવી જવું. 28 વર્ષીય નિહારીના લગ્ન 8 વર્ષ પહેલાં એક એવી વ્યક્તિ સાથે થયા હતા જે સ્વસ્થ હોવા છતાં પણ ઘરમાં પડ્યા પડ્યા જ મળ-મૂત્ર કરતો હતો અને નિહારી પાસે તેની સફાઈ કરાવતો હતો. આવી વ્યક્તિને આપણે માનસિક રીતે વિકૃત કહી શકીએ. પતિની છેલ્લી કક્ષાની યાતનાઓથી ત્રસ્ત થઈ નિહારીએ જ્યારે પોતાના પિયર તરફ પ્રયાણ કર્યું તો ભારતીય નારીના સમર્પણ અને સહનશીલતાનુ ઉદાહરણ અને લોક-લાજના સમ ખવડાવી માતાપિતાએ તેને જાકારો આપી દીધો.

બે મહિનાની ગર્ભવતિ નિહારી પોતાના ભવિષ્યની સાથે સાથે પોતાના બાળકના ભવિષ્ય માટે પણ ચિંતિત હતી અને જો તે છોકરી થઈ તો ! તેટલા વિચારથી જ તેનું હૃદય કાંપી ઉઠતું હતું.જીવનથી કંટાળી ગયેલી નિહારીએ એક દિવસ પોતાના પર પેટ્રોલ નાખી આગ ચાંપી દેવાનો નિર્ણય કરી લીધો. જીવવા કરતાં તો સારું મરી જવું એટલા વિચારે નિહારીને આ કઠોર પગલું ઉઠાવવા મજબૂર કરી દીધી. બાળપણથી જ તેણે પોતાની માસીની દીકરી વિષે સાંભળ્યું હતું કે માતા-પિતાની જીદ આગળ તે ન નમી એટલે તેણીએ પોતાની જાતને બાળી નાખી. કદાય આ ઘટનાએ પણ તેને પ્રેરિત કરી હતી.

Image result for burn-survivor-mission-saviour-trust-neehaari-mandali90 ટકા બળી ગયેલી અવસ્થામાં નિહારીને હોસ્પિટલમાં તેના માતાપિતાએ દાખલ કરાવી, જ્યાં ડોક્ટરની મદદથી તે જીવનની લડાઈ મહામુશ્કેલીએ જીતી શકી. નિહારીનો માસુમ, સુંદર ચહેરો હવે બળી ગયો હતો પણ તેની આત્મા અગ્નિની જ્વાળાઓથી તેજસ્વી બની ગઈ હતી અને હવે તે જીવનના પડકારો ઝીલવા તૈયાર થઈ ગઈ હતી. ડોક્ટર કિરણ પુરીએ નિહારીની મફત સારવાર કરી અને 55 ટકા તેણીની અવસ્થામાં સુધારો લાવી દીધો.

પીડાદાયક ભૂતકાળને ભૂલવા માટે હવે તેણીએ પોતાના ઘરથી 300 કીલોમીટર દૂર હૈદરાબાદમાં એક નવા જીવનની શરૂઆત કરી છે. પતિને ડીવોર્સની નોટીસ મોકલાવી અને પ્લાસ્ટિક સર્જરી ક્લિનિકમાં નોકરી પણ કરવા લાગી. સમાજ પાસેથી મળી રહેલા સહકાર, સહાનુભૂતિ, ઘૃણા અને દયાની લાગણીને તેણી નજીકથી અનુભવી રહી છે અને માટે જ તેણીએ એક એનજીઓની સ્થાપના પણ કરી છે જેનું નામ રાખ્યું છે BSMS ‘બર્ન સર્વાઇવર મિશન સેવિયર’. પ્લાસ્ટિક સર્જરી હેઠળ અનેક બર્ન સર્વાઇવરને મફત પ્લાસ્ટિક સર્જરી માટે કેંપ લગાવી નિહારી લોકોને મદદ કરી રહી છે. કર્નૂલના પવને નિહારીના જીવન પર ‘રાખી’ નામની એક ફિલ્મ બનાવી નિહારીની પીડા સમાજ સમક્ષ રજૂ કરી છે.

Image result for burn-survivor-mission-saviour-trust-neehaari-mandaliએક ખાસ મૂલાકાતમાં નિહારી પોતાના જીવનમાંથી મળેલા પાઠ વિષે જણાવે છે, “જ્યારે પણ આત્મહત્યાનો વિચાર મનમાં આવે તો પોતાની માતાની પ્રસવ પીડાને યાદ કરી લેવી જોઈએ જે તેણીએ તમને જન્મ આપતા વેઠી હતી. માત્ર તે વિચાર જ તમને નિરાશાથી દૂર રાખશે.”

જીવનમાં અવિરત થતાં પરિવર્તનો હંમેશા હકારાત્મક જ હોય તે જરૂરી નથી. એમ પણ આપણા દેશમાં છોકરીઓનું ભવિષ્ય લગ્ન બાદ પતિ અને તેના કુટુંબ પર ખુબ જ નિર્ભર કરે છે, પણ નિહારીની કથા પરથી એટલી સિખ મળે છે કે માતાપિતા માટે કે સમાજ અને સંસ્કૃતિના ઓઠા હેઠળ સ્ત્રીઓ એ જે વિપરિત પરિસ્થિતિઓ જેને સમાજ દ્વારા ઠોકી બેસાડવામાં આવી છે તેની સાથે સમાધાન કરવાનું કહેવામાં આવે છે તેની જગ્યાએ તેણીને હંમેશા આત્મનિર્ભર બનતા શીખવવું જોઈએ અને તેમ કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી