વારે તહેવારે કે પછી ઓફિસમાં બન હેર સ્ટાઇલ કરો છો તો ચેતી જજો…

વારંવાર બન હેર સ્ટાઇલ લેવાની આદત છે? તો જાણી લો તમારા વાળને કેવી રીતે કરે છે નુકસાન

કેઝ્યુઅલ લુક, પાર્ટી કે પછી ફંક્શનમાં સ્ટાઇલિશ દેખાવવા માટે છોકરીઓ નવા-નવા પ્રકારની હેર સ્ટાઇલ કરતી હોય છે. કેટલીક છોકરીઓ પાસે સમયનો અભાવ હોવાને કારણે તે સિમ્પલ બન લઇ લેતી હોય છે. આ સ્ટાઇલ કોઇ પણ આઉટફિટની સાથે મેચ થઇ જાય છે અને તે સારી પણ લાગે છે. આ હેર સ્ટાઇલને સરળતાથી તમે ઘરે જ લઇ શકો છો. આ હેર સ્ટાઇલનો સૌથી મોટો ફાયદો એ છે કે, એ ખૂબ જ ઓછા સમયમાં લેવાઇ જાય છે અને લુક પણ એકદમ ડિફરન્ટ આપે છે. જો કે સરળતાથી બની જતી આ હેર સ્ટાઇલ તમારા હેરને અનેક રીતે ડેમેજ પણ કરે છે જેની જાણ મોટાભાગના લોકોને નથી હોતી. તો આજે અમે તમને જણાવીશું કે, આ બન હેર સ્ટાઇલ કેવી રીતે કરે છે તમારા વાળને નુકશાન.

  • કેટલીક છોકરીઓના વાળ ખૂબ જ ઓઇલી હોય છે. જરૂરિયાત કરતા વધારે ઓઇલી હેર હોવાને કારણે તેની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી બાબત છે. પરંતુ આજકાલ છોકરીઓ લેટેસ્ટ ફેશનના ચક્કરમાં દરરોજ પોતાના ઓઇલી હેરમાં પણ બન હેર સ્ટાઇલ લેવાનો આગ્રહ રાખતી હોય છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તે તમારે આજે જ બદલી નાખવી જોઇએ કારણકે દરરોજ બન હેર સ્ટાઇલ કરવાથી માથામાં ખંજવાળ આવવા લાગે છે અને સાથે-સાથે વાળ ખરવાના પણ શરૂ થઇ જાય છે.
  • માથાના વાળ ખરવાને કારણે આગળના ભાગથી તે તૂટવા લાગે છે જેને કારણે મહિલાઓની હેર લાઇન પાછળની તરફ જતી રહે છે જે કારણોસર કપાળ બહુ મોટુ લાગે છે અને ચહેરો પણ ખરાબ લાગે છે.
  • કેટલીક મહિલાઓને એવી ખરાબ આદત હોય છે કે, જ્યારે તે હેર વોશ કરી લે તે પછી વાળને સુકાવા પણ નથી દેતી એને તેને એમ જ ફિટ બાંધી દે છે. આમ, જો તમને પણ હેર વોશ કર્યા પછી આવી આદત છે તો સુધારી લેજો કારણકે વાળ સુકાયા વગર જો તમે તેને બાંધી દો છો તો વાળમાં ડેન્ડ્રફની સમસ્યા થવા લાગે છે. આ સાથે જ વાળમાંથી ખરાબ વાસ પણ આવે છે.
  • વાળમાં બન હેર સ્ટાઇલ લેવાને કારણે તેને એકદમ ફિટ રીતે બાંધવા પડે છે. આમ, જ્યારે વાળને ફિટ બાંધો છો ત્યારે વાળ ધીરે-ધીરે ખરવા લાગે છે અને આગળના ભાગમાંથી ટાલ જેવું દેખાઇ આવે છે. જો એક વખત વાળ ખરવાના શરૂ થઇ જાય છે તો પછી તેને કંટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ પડે છે.
  • જો તમે તમારા સમય બચાવવાને કારણે તમારા હેરને નુકશાન કરી રહ્યા છો તો આ એક ખૂબ જ ખોટી બાબત છે કારણકે જો એક વખત વાળ ખરવા લાગે છે ત્યાર પછી તેને કંટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ કામકાજ છે. જેથી કરીને તમારા માટે બેસ્ટ એ રહેશે કે, જો તમને રોજ બન લેવાની આદત હોય તો તમે તેને બદલી નાખો અને તમારા હેરને ડેમેજ થતા બચાવી લો નહિં તો પછી પસ્તાવાનો વારો આવશે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી