બુધવારના રોજ ક્યારેય ભૂલથી પણ ના કરશો આ સાત કામ, નહીતર થઈ શકે છે મોટી હાની..

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધવારના દિવસનો સ્વામી એ બુધ ગ્રહ છે, જે આપણી બુદ્ધિ, ડહાપણ, સંદેશાવ્યવહાર, વાણી વગેરેનુ મુખ્યપરિબળ છે. આ દિવસે પ્રભુ શ્રી ગણેશ અને બુધનુ પૂજન કરો. જે લોકોની કુંડળીમા બુધ ગ્રહ એકદમ બળવાન હોય છે, તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. આજે આ લેખમા અમે તમને બુધવારના દિવસે અમુક એવા વિશેષ કાર્યો વિશે જણાવીશુ કે, જેને તમારે ભૂલથી પણ કરવાના નથી, આ કાર્યો કરવાથી લોકોની મુશ્કેલીઓમા વૃદ્ધિ થઇ શકે છે.

image source

આ દિવસે ના લેવા ક્યારેય પણ ઉધાર પૈસા :

આ દિવસે ધિરાણ વ્યવહાર કરવો શુભ નથી. તેનાથી આર્થિક મામલામાં સફળતા મળતી નથી. આ દિવસે નાણા ઉધાર આપેલા અથવા લીધેલા ફાયદાકારક સાબિત થતા નથી. આજે લીધેલું દેવુ એ તમને આર્થિક નુકસાની તરફ દોરી જાય છે. માટે આ દિવસે નાણા ઉછીના ના લેવા તે અંગે કાળજી રાખવી.

image source

આ દિવસે ના કરવુ કટુ વાણીનુ ઉચ્ચારણ :

આ દિવસે કડવા શબ્દોનો ઉપયોગ કરવાથી બુધ ગ્રહ નબળો પડે છે કારણકે, તે વાણીનો કારક ગ્રહ છે. તેથી આ દિવસે ક્યારેય કોઈપણ વ્યક્તિ માટે કટુ શબ્દના ઉપયોગ કરવો જોઈએ નહીં. દરેક વ્યક્તિ સાથે મીઠી અને પ્રેમથી વાત કરવી, તે તમારા જીવનની આર્થિક સમસ્યાઓને પણ દૂર કરશે તથા ઘરમા સુખ અને સમૃદ્ધિ આવશે.

image source

આ દિવસે ના કરો ક્યારેય પણ કાળા વસ્ત્રો ધારણ :

જો તમે પણ તમારા વિવાહિત જીવનને સુખી બનાવવા ઈચ્છતા હોવ અને પતિની લાંબી આયુષ્ય ઈચ્છાત હોવ તો તેના માટે પરિણીત મહિલાઓએ આ દિવસે કાળા વસ્ત્રો પહેરવા જોઈએ નહિ અને આ રંગના કોઈપણ કપડાનો ઉપયોગ કરવો જોઇએ નહિ. વળી, પરિણીત મહિલાઓએ પણ આ દિવસે કાળા આભૂષણ ધારણ કરવા જોઈએ નહીં.

image source

આ દિવસે ક્યારેય પણ ના જવુ પશ્ચિમ દિશા તરફ :

જ્યોતિષ શાસ્ત્ર જણાવ્યા મુજબ આ દિવસ દરમિયાન તમારે પશ્ચિમ તરફ શક્ય તેટલી ઓછી સફર કરવી. આ દિવસે પશ્ચિમ દિશા તરફની મુસાફરીને વધારે પડતી શુભ માનવામાં આવતી નથી. તેથી, શક્ય બને તો આ દિવસે આ દિશા તરફ પ્રવાસ કરવો જોઈએ નહિ.

image source

આ દિવસે કોઈપણ પ્રકારનુ નાણાકીય રોકાણ કરશો નહી :

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસે નાણાકીય રોકાણ કરવુ તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે માટે જો તમારે આર્થિક નુકસાન સામે રક્ષણ મેળવવુ હોય તો આ દિવસે કોઈપણ જાતનુ રોકાણ ન કરો. શુક્રવારનો દિવસે એ તમારા નાણાકીય રોકાણ માટે ખુબ જ શ્રેષ્ઠ દિવસ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ