બુધનો રત્ન પહેરવાથી દૂર થાય છે આટલી બધી તકલીફો, સાથે જાણો શું થાય છે લાભ

શું છે બુધના રત્નની ખૂબીઓ ? જાણો કયા લોકોએ પન્ના ધારણ કરવો જોઈએ

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનું ખૂબ મહત્ત્વ રહેલું છે. દરેક રાશિ માટે એક ખાસ ગ્રહના રત્નનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. જો તમારી સમસ્યા પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવેલા કોઈ રત્નને તમે તમારી ચોક્કસ આંગળી પર ધારણ કરો તો તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેવું માનવામાં આવે છે. જેમ કે કેટલાક લોકો પોતાના હાથની ટચલી આંગળીએ ચંદ્રની વીંટી પહેરે છે. કહેવાય છે કે તેનાથી મન શાંત રહે છે. આવી જ રીતે અન્ય રાશિ તેમજ સમસ્યા માટે અમુક ચોક્કસ ગ્રહના રત્નો હોય છે જેને પહેરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

image source

પન્નાને બુધ ગ્રહનો રત્ન માનવામા આવે છે. તે ઘેરાથી હલકા રંગનો હોય છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિત્ત્વ પ્રભાવશાળી બને છે. જો કે વગર જાણકારીએ અને નિયમનું પાલન કર્યા વગર જો કોઈ રત્ન પહેરવામાં આવે તો તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. પન્ના નવરત્નોમાં એક અસરકારક અને કોમળ પ્રભાવનો રત્ન છે. તે મુખ્ય રીતે બેરુઝ વર્ગનો રત્ન છે. તેમાં થોડા પ્રમાણમાં ઓક્સિજન અને પાણી હોય છે. પન્ના ક્યાંય પણ મળે, તે ષઠકોણી હોય છે. સામાન્યરીતે પન્ના જાળ વગર નથી હોઈ શકતો અને વગર દોષનો પન્નારત્ન મળવો ખૂબ મુશ્કેલ છે.

જો પન્ના લાભ આપે તો તેના શું શું લાભ થઈ શકે છે ?

image source

પન્ના તમારી બુદ્ધિને પ્રખર અને એકાગ્ર બનાવી દે છે. તે મનની ચિંતાઓ દૂર કરે છે. તેને ધારણ કરવાથી વાણીની શક્તિ પણ વધે છે. પન્ના સામાન્ય રીતે વેપાર અને આર્થિક સ્થિતિમાં લાભ પોહંચાડે છે. તેનાથી વ્યક્તિત્ત્વ ચમકદાર અને પ્રભાવશાળી બને છે. તે ત્વચાના રોગમાં પણ ખૂબ લાભ પહોંચાડે છે.

પન્ના જો નુકસાન કરે તો કેવી-કેવી સમસ્યાઓ થઈ શકે છે ?

image source

તે બુદ્ધિને ભ્રમિત કરી દે છે અને તમારા મનને અકળાવી મુકે છે. તેના કારણે તમને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તે ત્વચામાં સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે. તે તમારા આત્મવિશ્વાસને પણ ડગમગાવી દે છે.

કોના માટે પન્ના ધારણ કરવો શુભ માનવામાં આવે છે અને કોણે પન્ના ધારણ ન કરવો જોઈએ ?

image source

વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુમ્ભ લગ્ન વાળા જાતકો માટે પન્ના લાભપ્રદ હોય છે. સિંહ, ધન અને મીન લગ્નમાં વિશેષ સ્થિતિમાં પન્ના ગ્રહણ કરી શકાય છે. મેષ, કર્ક, વૃશ્ચિક લગ્નમાં પન્ના ભૂલથી પણ ન પહેરવો જોઈએ. જે લોકો વાણી સાથે જોડાયેલા કામમાં હોય, તેણે પન્ના ધારણ કરવો જોઈએ. આર્થિક ક્ષેત્રના લોકોએ પણ પન્ના ધારણ કરવો જોઈએ.

પન્ના ધારણ કરવાના નિયમો કયા છે ?

image source

પન્ના જેટલો વધારે લીલો હોય તેટલું વધારે સારું. પન્નાને ચાંદી કે સોનામાંથી બનાવેલી વીંટીમાં ધારણ કરવો જોઈએ. પન્નાને બુધવારે સવારે ધારણ કરવો જોઈએ. પન્ના સાથે મૂંગા અને મોતી ધારણ ન કરવા જોઈએ. પન્નાનાની સાથે હીરા કે પછી ઓપલ પહેરવા વધારે શુભ માનવામાં આવે છે. જો પન્ના ધારણ કરી શકો તો હરિત તુરમલી, મરગજ અથવા તો પેરિડોટ ધારણ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ