બજેટમાં રહીને વિદેશમાં હનીમુન માટે જવું છે? તો આ રહ્યા બેસ્ટ ઓપ્શન…

જો તમે લગ્ન પછી હનીમુન પ્લાન કરી રહ્યા છો વિદેશ જવાની ઈચ્છા છે તમારી અને તમારા પાર્ટનરની પણ તમારું બજેટ ૨ લાખથી ઓછું છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છે એવા પાંચ દેશની માહિતી જ્યાં તમે ઓછા બજેટમાં તમારા જીવનસાથી સાથે એક આનંદદાયી હનીમુન મનાવી શકશો. તમને અહિયાં મજા તો આવશે જ સાથે સાથે તમને વિદેશ ફરીને આવ્યા એવી ફીલિંગ પણ આવશે.

તમે ફક્ત ૨ લાખ રૂપિયાથી પણ ઓછા બજેટમાં બાલી, થાઈલેન્ડ અને સાંડોરિની સાથે સાથે સુંદર આઈલેન્ડ પર તમારું હનીમુન વિતાવી શકશો. જો તમે બહુ ઓછા બજેટમાં હનીમુન કરવા જવાનું વિચારો છો તો પહેલો ઓપ્શન છે ગ્રીસ. અહિયાં તમને એકથી વધીને એક સુંદર જગ્યાઓ અને રેસ્ટોરન્ટ મળશે. આ સિવાય તમે આ દેશની સંસ્કૃતિ અને ઈતિહાસના પણ દર્શન કરી શકશો.

પણ જો તમે એકલા અને એક અલગ રીતે હનીમુન કરવા જવા માંગો છો તો પછી તમે સાંડોરિની અથવા એથેન્સ પણ જઈ શકો છો. આ જગ્યાએ કોઈ તમને પરેશાન કરશે નહિ તમે તમારા પ્રિયજન સાથે સારી રીતે સમય વ્યતીત કરી શકશો. જો તમારા લગ્ન હવેથી થોડા સમયમાં થવાના છે તો તમે આ સીઝનમાં અહિયાં ફરવા જઈ શકો છો.અહિયાં ફરવા માટેનો સૌથી બેસ્ટ સમય ઓક્ટોબર થી મે મહિના સુધીનો છે. જો તમે અહિયાં જવા માંગો છો તો તમારે અહિયાં આવવા અને જવા માટેનો કૂલ ખર્ચ એ ૨ લાખ રૂપિયાથી પણ ઓછો થશે.

જો તમારું હમણાં જ લગ્ન થયું છે કે પછી થવાનું છે અને તમને અને તમારી જીવનસંગિનીને સમુદ્ર અને દરીયાકીનારો પસંદ છે તો તમે માલદીવ જઈ શકો છો. અહીયાની સુંદરતા એ તમે અનેક લોકપ્રિય સ્ટાર અને અભિનેતાઓના ફોટોમાં જોતા જ હશો. માલદીવમાં વિશ્વનો સૌથી સુંદર સમુદ્ર તટ આવેલ છે. આ આઈલેન્ડ પર તમે ૨ લાખથી પણ ઓછા બજેટમાં ફરીને પરત ઘરે આવી શકશો. આ જગ્યા એ લગભગ દરેક કપલની ફેવરીટ હોય છે. અહિયાં દરેક સીઝનમાં નવવિવાહિત કપલ હનીમુન માતા આવતા હોય છે.આ એક બહુજ રોમેન્ટિક જગ્યા છે. તમારા પાર્ટનરને પણ આ જગ્યા બહુ જ પસંદ આવશે.

બાલીને વિશ્વનું સૌથી સુંદર હનીમુન ડેસ્ટીનેશન માનવામાં આવે છે. દર વર્ષે અહિયાં લાખો લોકો મુલાકાત માટે આવે છે. બાલીમાં બહુ જ સુંદર અને મનમોહક દરિયા આવેલ છે અહિયાં દરિયા કિનારે તમને અનેક રેસ્ટોરન્ટ અને હોટલ જોવા મળશે. તમે ઈચ્છો તો દરિયા કિનારાની કોઈ હોટલમાં દરિયો દેખાય એવી રૂમ પણ બુક કરાવી શકો છો.

થાઇલેન્ડમાં પણ ઘણી સારી જગ્યાઓ આવેલ છે જ્યાં તમે હનીમુન માટે જઈ શકો છો. અહિયાં પર્વતો, રસ્તાઓ, દરિયા, રસપ્રદ સીટી લાઈફ, એનિમલ સેન્ચ્યુરી વગેરે જેવી જગ્યાઓ પર જઈને તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી સુંદર ક્ષણોને જીવી શકશો. જો તમને બંનેને શોપિંગ ગમે છે કે પછી તમારી પત્નીને શોપિંગ ગમે છે તો આ જગ્યા એ તમારા માટે સૌથી બેસ્ટ જગ્યા છે. થાઈલેન્ડ એ કપલ માટે ફરવાની અને જોવાની સૌથી સુંદર અને અદ્ભુત જગ્યા છે.