જલ્સા કરોને જેંતીલાલ

ઓછા બજેટની આ 5 વેલેન્ટાઇન ગિફ્ટ તમારા માટે છે એકદમ મસ્ત..

‘વેલેન્ટાઇન ડે’ આવવાના કેટલાક દિવસો બચ્યા છે, એવામાં આ દિવસને ખાસ બનાવવા માટે કપલ્સને તૈયારી શરૂ કરી દીધી હશે.

image source

આ તૈયારીઓમાં ગિફ્ટ લેવાનું પણ ખૂબ જરૂરી હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને મોંઘી ગિફ્ટ નથી આપી શકતા. એવામાં આપે હેરાન થવાની કોઈ જરૂર નથી કેમકે પ્રેમ જતાવવા માટે આપને મોંઘાં નહિ પરંતુ પ્રેમભર્યા ગિફ્ટ આપવાની જરૂરિયાત હોય છે.

image source

તો હવે જાણીશું ઇન બજેટ ગિફ્ટ ઓપ્શન્સ વિષે..

રોમેન્ટિક ડિનર:

image source

આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપ લગભગ સાથે રહેવાની તક ચૂકી જાવ છો. એવામાં આ ‘વેલેન્ટાઇન ડે’ પર પોતાના પાર્ટનરની સાથે રોમેન્ટિક ડિનર માટે નીકળી જવું જોઈએ. આપ ઈચ્છો તો ઘરેમાં પણ કઈક સ્પેશિયલ બનાવીને રોમેન્ટિક ડિનરનો માહોલ બનાવી શકો છો.

ફોટો ફ્રેમ:

image source

ડિજિટલ યુગમાં આપની દરેક યાદો મોબાઇલમાં કેદ થઈને રહી ગઈ છે. આવામાં આપ મોબાઈલ કે કેમેરામાં રાખેલ યાદોની પ્રિન્ટ કઢાવીને ફોટો ફ્રેમમાં લગાવી શકો છો. આપના પાર્ટનર આ ગિફ્ટ મેળવીને જરૂર ખુશ થઈ જશે.

નાનપણવાળી વસ્તુઓ:

image source

નાનપણ એક એવો સમય હતો, જે આપણને ઉમરના દરેક પડાવમાં યાદ આવ્યા કરે છે. આવામાં નાનપણની કેટલીક વસ્તુઓ જેવી કે ટોફી, ચોકલેટ, બેગ, પેન વગેરે વસ્તુઓ ક્લેક્ટ કરીને આપ આપના પાર્ટનરને બોક્સમાં રાખીને આપી શકો છો.

પેંટિંગ:

image source

આજકાલ માર્કેટમાં કેટલીક સુંદર પેન્ટિંગ્સ મળે છે. આપ આપના પાર્ટનરની પસંદ મુજબ તેમણે પેંટિંગ ગિફ્ટ કરી શકો છો. હોમ ડેકોરેશન માટે આ સૌથી બેસ્ટ વસ્તુ છે.

ઇન્ડોર પ્લાન્ટ:

image source

છોડવાઓને સકારાત્મકતાનું પ્રતીક માનવમાં આવે છે. આવામાં આપ આપના પાર્ટનરની આસપાસ પોઝેટિવ એનર્જી બનાવી રાખવા માટે તેમને ઇન્ડોર પ્લાન્ટ પણ ગિફ્ટ કરી શકો છો. આ પ્લાન્ટ ઓફિસ ટેબલ કે ઘરમાં રાખવાના હોવાથી આ સૌથી સારો ઓપ્શન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version